SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૪) ગોત્ર ઃ- પ્રથમ ત્રણ ગૌતમ ગોત્રીય, વ્યક્ત-ભારદ્વાજ ગોત્ર, સુધર્મ-અગ્નિવૈશ્યાયન ગોત્ર, મંડીક-વશિષ્ટ ગોત્ર, મૌર્ય-કાશ્યપગોત્ર, અકંપિત-ગૌતમ ગોત્ર, અચલ-હારિત ગોત્રીય, મેતાર્ય તથા પ્રભાસ - કૌડન્ય ગોત્રીય છે. ૯૪ (૫) ગૃહસ્થ પર્યાય :- ૫૦, ૪૬, ૪૨, ૫૦, ૫૦, ૫૩, ૬૫, ૪૮, ૪૬, ૩૬, ૧૬ વર્ષ અનુક્રમે જાણવો. છદ્મસ્થ પર્યાય :- ૩૦, ૧૨, ૧૦, ૧૨, ૪૨, ૧૪, ૨, ૯, ૧૨, ૧૦ અને ૮ વર્ષનો અનુક્રમથી ગૌતમાદિનો જાણવો. કેવળી પર્યાય :- ૧૨, ૧૬, ૧૮, ૧૮, ૮, ૧૬, ૧૬, ૨૧, ૧૪, ૧૬, ૧૬ વર્ષનો અનુક્રમે જાણવો. સર્વાયુષ્ય :- ૯૨, ૭૪, ૭૦, ૮૦, ૧૦૦, ૮૩, ૯૫, ૭૮, ૭૨, ૬૨, ૪૦ વર્ષ અનુક્રમે દરેકનું જાણવું. તેના પછી યથાવસર ક્ષેત્ર નિર્ગમ આવે છે પણ અત્યારે કાળ એ દ્રવ્યાન્તર્ગત હોવાથી ક્ષેત્રનિર્ગમના પહેલાં કાળનિર્ગમની વાત કરીશું. I૨૦૨૬ પ્રશ્ન-૮૮૦ – કાળ એ દ્રવ્યાન્તર્ગત કઈ રીતે છે ? ઉત્તર-૮૮૦ – વર્તનાપરિણામ: યિાપરાડપરત્વે શ્વાનસ્યોપગ્રહ: (તત્ત્વાર્થ --૨૨) (૧) વિવક્ષિત નવા-જુના વગેરે તે તે રૂપથી જે પદાર્થોનું વર્તન શશ્વત હોવું તે વર્તના પરિણામ વાદળ વગેરેનો સાદિ, ચંદ્રવિમાનાદિનો અનાદિ, (૨) ક્રિયા-દેશાંતરપ્રાપ્તિરૂપ (૩) દેવદત્તથી યજ્ઞદત્ત પર, પૂર્વે જન્મેલો અને યજ્ઞદત્તથી દેવદત્ત અપર પછી જન્મેલો અને (૪) કાળનો ઉપગ્રહ-ઉપકાર આ ચારેય કાળકૃત હોવાથી તેના લિંગો છે. આ કાળ તે કારણથી દ્રવ્યથી અભિન્ન છે. ક્ષેત્ર તો એનો આધાર માત્ર હોવાથી અભિન્ન નથી. એટલે કાળ દ્રવ્યાન્તરંગ છે અને ક્ષેત્ર બહિરંગ છે. એટલે દ્રવ્યનિર્ગમ પછી તરત જ કાળનિર્ગમ કહેવાય છે. નવા-પુરાણાદિ અથવા સમયાદિ પર્યાયોનું કથન કરવું તે કાળ, માસિક, વાર્ષિક, શરદઋતુ સંબંધિ છે તે વગેરે રૂપે વસ્તુ જેનાથી જણાય તે કાળ. હવે દ્રવ્યાદિકાળના ભેદો કહી ભાવકાળ જણાવી આ અધિકારમાં કયો કાળ લેવો તે જણાવે છે. કાળના ભેદો : (૧) દ્રવ્યકાળ :- વર્તનાદિરૂપ દ્રવ્યકાળ (૨) અદ્ધાકાળ :- ચંદ્ર-સૂર્યાદિ ક્રિયાથી અભિવ્યંગ્ય અઢીદ્વીપ-સમુદ્ર અંતર્ગત સમયાદિ લક્ષણ કાળ તે અદ્ધા.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy