________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૯૩ ન માની લેવો, અથવા “અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી' એ કથનથી મુક્તાત્માને સુખનો અભાવ સિદ્ધ કરવાનો વિવાદ કરવો જ નકામો છે. કેમકે પુણ્ય-પાપજનિત પ્રિયાપ્રિયનો અભાવ થવાથી મુક્તાત્માને તે સાંસારિક સુખ-દુ:ખનો સ્પર્શ ન થાય એ સ્પષ્ટ જ છે, તથા ર ર વૈ સારીરસ્ય' વગેરે વેદના પદોથી જીવ અને કર્મણ શરીરના વિયોગરૂપ મોક્ષ. મોક્ષમાં જીવની વિદ્યમાનતા અને પુણ્ય-પાપનો ક્ષય થવાથી મુક્તાત્માને ઉત્પન્ન થયેલ અપ્રતિપાતિ સુખ - આ ત્રણે બાબતો સિદ્ધ થાય છે.
વળી, “ગરીમથે વૈત' એટલે મરણકાળ પર્યત અગ્નિહોત્ર કરવો એ વેદપદમાં મોક્ષહેતુભૂત ક્રિયાના આરંભનો કાળ બતાવ્યો નથી તેથી તને મોક્ષની શંકા છે તે પણ અયોગ્ય છે. કેમકે તેમાં વા શબ્દનો વિ અર્થ હોવાથી તે પદનો અર્થ એ થાય છે કે જીવનપર્યતસર્વકાળ સુધી અગ્નિહોત્ર કરવો અને વા શબ્દથી મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષ હેતુ અનુષ્ઠાન પણ કરવું.
આ રીતે અગિયાર ગણધરોના મનની શંકાઓ દૂર કરી પરમાત્માએ તેમને ગણધર પદે સ્થાપ્યા.
ગણધરોની ઉત્પત્તિના કારણભૂત ક્ષેત્ર-કાળાદિ અગિયાર ધારો:
(૧) ક્ષેત્ર (૨) કાળ (૩) જન્મ (૪) ગોત્ર (૫) ગૃહસ્થાવાસ (૬) છદ્મસ્થપર્યાય (૭) કેવળી પર્યાય (૮) સવયુષ્ય (૯) આગમ (૧૦) નિર્વાણ સમય (૧૧) નિર્વાણ સમયનો તપ.
(૧) ક્ષેત્ર :- પ્રથમ ત્રણ ઈન્દ્રભૂતિ - અગ્નિભૂતિ - વાયુભૂતિ - ગૌતમ ગોત્રીય - મગધ દેશમાં ગોબર ગામમાં જન્મ્યા. વ્યક્તિ તથા સુધર્મ કોલ્લાગ સન્નિવેશમાં જન્મ્યા. મંડિક અને મૌર્ય મૌર્યસંનિવેશમાં જન્મ્યા, અચલ ભ્રાતા કોશલમાં, અકંપિત - મિથિલામાં, મેતાર્યતંગિક સંનિવેશમાં તથા પ્રભાસ ગણધર રાજગૃહમાં જન્મ્યા.
(૨) કાળઃ- (૧) જયેષ્ઠા (૨) કૃતિકા (૩) સ્વાતિ (૪) શ્રવણ (૫) હસ્તોત્તરા (૬) મઘા (૭) રોહિણી (૮) ઉત્તરાષાઢા (૯) મૃગશિર (૧૦) અશ્વિની તથા (૧૧) પુષ્ય એ નક્ષત્રમાં અનુક્રમે અગિયાર ગણધરો જન્મ્યા હતા.
(૩) ગણધરોના માતા-પિતાના નામ :- પ્રથમ ત્રણ ગણધરોના પિતા વસુભૂતિ છે બાકીનાના અનુક્રમે ધનમિત્ર, ધમિલ, ધનદેવ, મૌર્ય, દેવ, વસુ, દત્ત અને બલ છે. પ્રથમ ત્રણની માતા પૃથિવી, બાકી નાની અનુક્રમે વારૂણી, ભદ્રિલા, વિજયદેવા, જયંતી, નંદા, વરૂણદેવા અને અતિભદ્રા છે.