________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અથવા ‘વા વસન્ત' શબ્દનો ‘વાવ સાં' એવો અર્થ કરીએ. વાવ એ અવ્યયનો અર્થ અથવા અને ‘સન્ત’ શબ્દનો અર્થ વિદ્યમાન કરીએ ત્યારે મોક્ષમાં વિદ્યમાન એવા અશરીરી જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી.
૯૨
અથવા ‘વા-અવ-સંતા’ એવો અર્થ. તેમાં અવધાતુ રક્ષણ-ગતિ-પ્રીતિ વગેરે ઓગણીશ અર્થમાં વપરાય છે. જે ધાતુ ગતિવાચક હોય તે જ્ઞાનવાચક પણ હોય છે. તેથી અશરીરી હોવા છતાં મુક્તાવસ્થામાં વિદ્યમાન એવો જીવ. અથવા જ્ઞાનાદિગુણ વિશિષ્ટ એવો વિદ્યમાન અશરીરી જીવ.
પ્રશ્ન-૮૭૮ – આ રીતે શબ્દોનાં અક્ષરોનો વિશ્લેષ કરીને સ્વાભિપ્રેત અર્થની સિદ્ધિ માટે જુદી-જુદી વ્યાખ્યા હું પણ કરી શકું છું. એથી પોતાને અનુકુળ જે આપ કહો છો તેવા મોક્ષની સિદ્ધિ થતી નથી, કેમકે ‘અશરીર વા વસન્ત” પદમાનાં ‘‘વા વસન્ત” શબ્દનો ‘‘વા અવતાં” એવો વિશ્લેષ કરીને જે કોઈપણ સ્થળે ન હોય તે, એવો અર્થ કરીએ તો અશરીરી એવા જીવનો મુક્તાવસ્થામાં અભાવ હોવાથી તેને સુખ-દુઃખ સ્પર્શતા નથી. એવા અર્થથી મોક્ષનો અને જીવનો અભાવ પણ સિદ્ધ થઈ જવાનો ને ?
ઉત્તર-૮૭૮ – તારો આ અર્થ યોગ્ય નથી. કેમકે જેને શરીર ન હોય તે અશરીરી' એ પ્રમાણે અશ૨ી૨નો અર્થ કરતાં મુક્તાવસ્થામાં જીવની સત્તા દેખાય છે. માટે અકારનો પ્રશ્લેષ કરીને વ્યાખ્યા કરવી ઉચિત નથી. વળી ‘સુખ-દુઃખ સ્પર્શતા નથી' એમાં સ્પર્શના વિશેષણ અશરીરીનું છે, માટે અશરીરી = જીવનો અભાવ માનીએ તો વિશેષણ નકામું થાય. જેમકે ‘વંધ્યાપુત્રને સુખદુ:ખ સ્પર્શતા નથી' એમાં વંધ્યાપુત્ર અભાવરૂપ છે. માટે ત્યાં સપર્શના વિશેષણ નકામું છે તેમ અહીં પણ થઈ જાય, માટે અશરીરી એટલે મુક્તાત્મા તેને જ એ વિશેષણ યોગ્ય છે. એટલે અમે કરેલી વ્યાખ્યા જ યોગ્ય છે. આથી કાર્પણ શરીરના વિયોગરૂપ મોક્ષ અને મુક્તજીવની સત્તા સિદ્ધ થાય છે.
પ્રશ્ન-૮૭૯ – ભલે એવો મુક્તાત્મા હોય અને એથી જીવકર્મના વિયોગરૂપ મોક્ષ થાય. તથા તેમાં આત્માની સત્તા હોય પણ ‘સિદ્ધના જીવો સુખ-દુઃખ રહિત છે' એમ જે મેં પહેલાં શ્રુતિથી કહ્યું છે. તે મુજબ ‘અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી’ એવા વચનથી મુક્તાત્માને સુખનો તો અભાવ સિદ્ધ કેમ ન થાય ?
ઉત્તર-૮૭૯ જીવોને પ્રિય-અપ્રિય એટલે સાંસારિક સુખ-દુ:ખ છે. તે તો પુણ્યપાપરૂપી કર્મ જન્મ છે અને પુણ્ય-પાપ તો મુક્તાત્માને સર્વથા ક્ષય પામેલા છે. તેથી તેમને સાંસારિક પ્રિયા-પ્રિય ન સ્પર્શે એ યોગ્ય જ છે. પરંતુ, એથી કંઈ મુક્તાત્માને સુખનો અભાવ
-