SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૯ દુષમસુષમા અને દુષમા એ ત્રણે કાળમાં સ્વીકારે પૂર્વપ્રતિપન્ન અહીં હોય જ છે અને સંહરણાશ્રયી પૂર્વપ્રતિપન્ન સર્વકાળ સંભવે છે. ત્રણે પ્રતિભાગ કાળોમાં સમ્યક્ત-શ્રુતના પ્રતિપદ્યમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો છે જ ચોથા પ્રતિભાગમાં ચારે સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે, પૂર્વપ્રતિપન્ન તો છે જ, બાહ્ય દ્વીપ સમુદ્રોમાં-કાલરહિત ત્રણે સામાયિકના પ્રતિપદ્યમાનક સંભવે છે પૂર્વપ્રતિપન્ન તો છે જ, ચારિત્ર પણ વિદ્યાચારણાદિગમને પૂર્વપ્રતિપન્ન સંભવે છે. પ્રતિભાગની વ્યાખ્યા :- (૧) દેવકુ ઉત્તરકુરુમાં સુષમ સુષમા પ્રતિભાગ (૨) હરિવર્ષમ્પકમાં સુષમા પ્રતિભાગ (૩) હૈમવત-ઐરણ્યવતમાં સુષમ-દુષમા પ્રતિભાગ (૪) પાંચે મહાવિદેહોમાં દુઃષમ સુષમા પ્રતિભાગ. આ ચારેયમાં ઉત્પર્પિણી-અવસર્પિણીના અભાવે નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળ કહેવાય છે. અને યથાક્રમ સુષમ-સુષમાદિ કાળવિશેષો સાથે પ્રતિભાવ-સાદેશ્ય હોવાથી ચાર સુષમાસુષમાદિ પ્રતિભાગો કહેવાય છે. ગતિ - ચાર ગતિઓમાં સર્વ-શ્રુત સામાયિકની નિયમ પ્રતિપત્તિ થાય છે. નથી થતી એવો નિયમ નથી અને હંમેશા થાય જ એવો ય નિયમ નથી. ક્યારેય પ્રતિપત્તિમાં અંતર પણ પડે છે તે અહીં કહેવાશે. પૂર્વપ્રતિપન્ન હંમેશા હોય. મનુષ્યોમાં પ્રતિપત્તિ આશ્રયીને સર્વવિરતિ સામાયિક છે અન્યગતિઓમાં નથી, તેના પૂર્વપ્રતિપન્ન હંમેશા અહીં હોય છે દેશવિરતિ-તિર્યંચમાં અહીં પણ સંભવતઃ તેની પ્રતિપત્તિ જાણવી. પૂર્વપત્તિપન્ન તેમાં હંમેશા હોય છે. ભવ્ય-સંજ્ઞી :- ભવ્યજીવ આ ચારમાંથી કોઈપણ સામાયિક પ્રાપ્ત કરે છે. ક્યારેક સમ્યક્ત-શ્રુત ક્યારેક દેશવિરતિ ક્યારેક સર્વવિરતિ પણ સ્વીકારે છે. પૂર્વ પ્રતિપન્ના અનેક ભવ્યોની અપેક્ષાએ ચારે સામાયિકોનાં સદૈવ હોય છે. એમ સંજ્ઞી પણ ચારે સામાયિકોમાંથી ક્યારેય કોઈ પ્રાપ્ત કરે છે. પૂર્વપ્રતિપન્ન સદૈવ હોય છે. પૂર્વપત્તિપન્ન અને પ્રતિપદ્યમાનને આશ્રયીને ચારે સામાયિકોનો અસંશી મિશ્રક અને અભવ્યોમાં પ્રતિષેધ કરવો “સિદ્ધ નો સળી જે મસળી, નો મળે, નો અમળે” એ વચનથી મિશ્રક સિદ્ધ કહેવાય છે. પુનઃ શબ્દથી અસંજ્ઞી સાસ્વાદનને આશ્રયીને સમ્યક્ત-શ્રુત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય, તથા મિશ્ર પણ ભવસ્થ કેવલી સમ્યક્ત-ચારિત્રનો પૂર્વપ્રતિપન્ન હોય, આ ન સંજ્ઞી ન અસંજ્ઞી એમ મિશ્રતા જાણવી. પ્રશ્ન-૧૦૪૭ – એ પ્રમાણે તો સિદ્ધ પણ સમ્યક્ત સામાયિકનો પૂર્વપ્રતિપન્ન પ્રાપ્ત થાય છે એથી તેનો પણ સર્વસામાયિકનિષેધ શા માટે કરાય છે? ભાગ-૨/૧૫
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy