SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પણ થાય છે કોઈ દોષ નથી. અંતરકરણમાં વર્તમાન સમ્યક્ત-શ્રુત સામાયિક લાભ સમકાળે જ કોઈ અતિવિશુદ્ધ હોવાથી દેશવિરતિ, કોઈ અતિવિશુદ્ધતર હોવાથી સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે. એમ ઔપથમિક સમ્યક્ત લાભકાળે અવસ્થિતપરિણામ-અનાકારોપયોગવર્તિને ચારે સામાયિકો હોય છે. પ્રશ્ન-૧૦૫૦ – પણ જીવનું ઔપશમિક સમ્યક્ત કઈ રીતે માનવું? ઉત્તર-૧૦૫૦ – જેમ ઉજ્જડ દેશ અથવા પૂર્વેવનદવથી બળેલા પ્રદેશને પ્રાપ્ત કરીને વનરવ શાંત થાય છે એમ અંતકરણને પ્રાપ્ત કરીને મિથ્યાત્વના અનુદયે-મિથ્યાત્વોદય રૂપ આગ શાંત થતા પશમિક સમ્યક્ત જીવને જાણવું. એ ઉપશમ સમ્યકત્વ ઉપશ્રેણિને પ્રાપ્ત કરેલા જીવને અથવા જેણે મિથ્યાત્વના ત્રણ પુંજ ન કર્યા હોય અને તેનો ક્ષય પણ ન કર્યો હોય તેને પ્રાપ્ત થાય છે. પ્રશ્ન-૧૦૫૧ – પરામિક સમ્યક્તના લાભમાં સ્થિતપરિણામ કઈ રીતે? ઉત્તર-૧૦૫૧ – કારણ અંતરકરણમાં મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તેનું પરિણામ હણાતું નથી અને સત્તાગત મિથ્યાત્વ ઉપશાંત, વિખંભિત ઉદયવાળું અને અપનીત મિથ્યાત્વ સ્વભાવવાળું છે તેથી એનું પરિણામ વધતું નથી. જેમ વનદવ દાહ્યભાવે વધતો નથી. પરંતુ બુઝાઈ જાય છે. એમ વેદ્ય મિથ્યાત્વના અભાવે તેના ક્ષય માટે અનિવૃત્તિકરણની જેમ ઔપથમિકસમ્યગદષ્ટિનું પરિણામ વધતું નથી પણ અવસ્થિત જ છે એટલે અવસ્થિત પરિણામ કહેવાય છે. ઔદારિકશરીરમાં સામાયિક ચતુષ્ટય ઉભયથા પણ છે સમ્યક્ત-શ્રુતમાં વૈક્રિયશરીરમાં ભજના કરવી-દેવાદિ કદાચ તે બંને પ્રાપ્ત કરે છે, ક્યારેક નહિ. દેશવિરતિ-સર્વવિરતિ સામાયિક તો વૈક્રિય શરીરવાળા તિર્યચ-મનુષ્યો પણ પ્રાપ્ત કરતા નથી. વિક્રિયાપ્રતિપન્ન હોવાથી તેઓ પ્રમત્ત હોય છે. પૂર્વપ્રતિપન્ન તો વૈક્રિયશરીરમાં ચારેને પ્રાપ્ત કરે છે જ. આહારકશરીરમાં દેશવિરતિ વિના ત્રણ પૂર્વપ્રતિપન્ન જ પ્રાપ્ત કરે છે. ચૌદપૂર્વીને દેશવિરતિનો અભાવ હોવાથી, અને શેષને તો પૂર્વપ્રતિપન્ન હોવાથી પ્રતિપત્તિનો અસંભવ હોવાથી. તૈજસ-કામર્ણમાં તો કેવલિ સમુદ્યાતમાં ૪-૫-૩જા સમયોમાં સમ્યક્ત-ચારિત્ર સામાયિક તથા વિગ્રહગતિમાં ૧-૨ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે તથા પ્રાપ્ત થાય છે. સંસ્થાન-સંહનન-અવગાહના દ્વાર - સર્વસંસ્થાનોમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે તથા પૂર્વપ્રતિપન્ન પણ હોય છે, સંહનનોમાં પણ સંસ્થાન મુજબ જાણવું. મનુષ્યનું ઉત્કૃષ્ટ માન૩ગાઉ, જઘન્ય-અંગુલાસંખ્યભાગ, ઉત્કૃષ્ટ અને જઘન્યમાન વર્જીને મધ્યમ શરીરમાનમાં
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy