SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉભય જાણવું. પ્રથમ શરીરને ત્રિવિધકરણ હોય છે. છેલ્લા બેને સંઘાત નથી હોતું. છોડેલા તે બંને ફરી ગ્રહણ થતા નથી. કાલપરિણામ :- ઔદારિકશરીર પુદ્ગલોનું પ્રથમ સંઘાત ૧ સમય જ હોય છે. ત્યાર બાદ ઉભયકરણ અને પુગલોનો પરિપાટ પણ એક જ સમય. ઔદારિકાદિનો સંઘાતપરિપાટ ઉભયકાલ-૨૫૬ આવલિ પ્રમાણ આયુષ્યની જઘન્યસ્થિતિરૂપ ક્ષુલ્લકભવ ગ્રહણ કહેવાય છે. તે વિગ્રહ સમયોમાંથી એકધારા અને સંઘાત સમયે અન્યૂન સંઘાત-પરિશાટલક્ષણ ઉભયનું જઘન્ય ત્રણ સમયનું ન્યૂન સ્થિતિમાન થાય છે. પ્રશ્ન-૧૧૪૬ - વિહિલામો રિ પ વી વલે નોકામન્ના તફg af ઘાવ નાડીવહિં નાયડુ વધે છે એ સૂત્રથી જ્યારે નીચેની ત્રસનાડીના બહારનાભાગથી ઉર્ધ્વલોકમાં ત્રસનાડિની બહાર જ નિગોદાદિ જીવ ૪ સમયે ઉત્પન્ન થાય છે ત્યારે વિગ્રહગતિમાં અપાન્તરાલગતિમાં પ્રથમ ત્રણસમયો ચોથો સંઘાત સમય એમ ૪ સમય ન્યૂન ક્ષુલ્લકભવગ્રહણ સંઘાત-પરિપાટ ઉભયનો જઘન્ય કાળ પ્રાપ્ત થાય છે તો અહીં ત્રણસમય જૂન ક્ષુલ્લકભવગ્રહણ જઘન્ય કાલ કેમ કહો છો? ઉત્તર-૧૧૪૬ – સાચી વાત છે, પણ આ ચારસમયની વિગ્રહગતિમાં જે પ્રથમ સમય છે તે અહીં પરભવનો પ્રથમ સમય વિવઢ્યો નથી પણ, પૂર્વભવનો ચરમ સમય જ વિવક્ષિત છે, કેમકે ત્યાં પૂર્વભવનું શરીર મુચ્યમાન છે અને મુશ્યમાન મુક્ત એવો વ્યવહારનય આશ્રય છે. અથવા અહીં ત્રસજીવ સંબંધિ અપાંરાલગતિની વિવક્ષા હોઈ અને ત્રસજીવો ઉત્કૃષ્ટથી પણ ત્રીજા સમયે ઉત્પત્તિસ્થાને પહોંચે છે. એટલે દોષ નથી. એમ અમે માનીએ છીએ તત્ત્વ વહુશ્રુત પંચમ્ અહીં ક્ષુલ્લકભવ ગ્રહણો ૧ શ્વાસોશ્વાસમાં સાધિક ૧૭ માનવા (ઘુડ્ડામવરણ सत्तरस हवंति आणुपाणाम्मि) ઉત્કૃષ્ટ પરિશાટના કાળ - જે દેવકુરુ આદિમાં ઉત્પન્ન ઔદારિકશરીરનું પ્રથમ સમયે સંઘાત કરીને ત્રણપલ્યોપમ ઉત્કૃષ્ટાયુ પાળીને મરે છે. તેને સંઘાતન્યૂન ત્રણપલ્યોપમ ઉત્કૃષ્ટ સંઘાત-પરિપાટોભયકાળ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન-૧૧૪૭ – એ એક સમય જ ન્યૂન કેમ કહેવાય? કારણ કે જેમ શરીરગ્રહણના પ્રથમ સમયે સર્વસંઘાત છે તેમ મોક્ષ સમયે સર્વપરિશાટ હોય છે. તેથી તે પરિશાટસમય દૂર કરતા ત્રણ પલ્યોપમમાં ૨ સમયજૂન જ એ પ્રાપ્ત થાય ને? ઉત્તર-૧૧૪૭ – ભવના ચરમસમયે પણ સંઘાત-પરિશાટ ઉભય જ પ્રાપ્ત થાય છે અને જે શરીરપુદ્ગલોનો કેવલ પરિશાટ જ છે તે પરભવના પ્રથમ સમયે જ માનવો એમ નિશ્ચયનયનો મત છે એટલે તે પરિપાટ સમયન્યૂન સંઘાત-પરિપાટોભય કાળ ન હોય.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy