SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૭૩ આહારકશરીરના ત્રણેનો કાળ અને અંતર :- સંઘાતને પરિપાટ પ્રત્યેક ૧ સમય, ઉભયકાળ ૨ પ્રકારનો-ઉત્કૃષ્ટ-જઘન્ય, તથા સંઘાત-પરિશાટ-ઉભયનું અંતરત્રિક જઘન્ય, આ બધું અંતર્મુહૂર્તકાળ જાણવું. ફક્ત તે અંતર્મુહૂર્ત નાનું-મોટું તરતમતાથી જાણવું. કારણ કે આહારકશરીર અંતર્મુહૂર્ત સ્થિતિ જ હોય છે એટલે તેના સંબંધિ સંઘાત પરિશાટઉભય જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળભાવિ સિદ્ધ છે. એકવાર કરેલ આહારકશરીરને પ્રયોજન પછી છોડીને ૧૪પૂર્વી જઘન્યથી અંતર્મુહૂર્તમાં ફરીથી પ્રયોજન આવતાં કરે છે. એટલે તદ્ગત સંઘાત-પરિપાટ-ઉભયનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત થાય છે. ઉત્કૃષ્ટ-ત્રણેયનું કિંચિયુનાધપુગલ પરાવર્તરૂપ થાય છે. અને એ જે ચૌદપૂર્વી આહારક શરીર કરીને પ્રમાદથી પડેલો વનસ્પત્યાદિમાં ઉક્તકાળ રહીને ફરી ચૌદપૂર્વી થઈને આહારક શરીર કરે છે તેનું જાણવું. તૈજસ-કાશ્મણનો સંઘાતાદિવિચાર - સંઘાત નથી, કેમકે સંતાનભાવે તે અનાદિકાળથી પ્રવર્તે છે અને સંઘાત ગૃહ્યમાણ શરીરના પ્રથમ સમયે થાય છે. સર્વપરિશાટ પણ અભવ્યોને નથી. ભવ્યોને કેટલાકને શૈલેષીના ચરમ સમયે શાટ હોય તે ૧ સમયનો, ઉભયનો અનાદિઅનંત હોવાથી ત્યાગ હોતો નથી. અભવ્યોને હોય છે. કેટલાક ભવ્યોને અનાદિ-સાન્ત બંને હોય. ત્યારે સર્વથા તેના ત્યાગથી એમને અંતર ન જ હોય તે બંને અભવ્યોને-અનાદિ અનંતકાળ તથા ભવ્યોને-સનિધન છતાં અત્યંતવિયોગથી ત્યાગ હોવાથી અને ફરી ગ્રહણ ન હોવાથી, કારણ કે છોડેલા ફરી ગ્રહણમાં જ અંતરકાળ સંભવે. અજીવકરણ:- પટનું સંઘાતન, શંખનું પરિશાટન અને શકટના ઉભયરૂપ એ સર્વ અજીવ કરણ જાણવું, સ્થાણુના સંઘાત-પરિશાટ અને ઉભય થતા નથી. એ રીતે જીવના વ્યાપારથી જે જે અજીવોનાં વર્ણાદિ કરાય અથવા રૂપકર્માદિ કરાય, તે તે સર્વ અજીવકરણ છે. ક્ષેત્રકરણ :- ક્ષેત્રસ્થકરણ, પર્યાયોને આશ્રયીને, ક્ષેત્રેકરણ પુણ્યાદિનું જે ક્ષેત્રમાં કરવું તે. કાલકરણ - અકુત્રિમ હોવાથી કરણ નથી. પણ ક્ષેત્રની જેમ દ્રવ્ય-પર્યાયની વિવક્ષાથી થાય. અથવા જ્યોતિષ માર્ગમાં પ્રસિદ્ધ કાલકરણ :- બવ-બાલવાદિ ૭ ચરકરણ, શકુનિ આદિ ૪ સ્થિરકરણો જ્યોતિષ્ઠાદિ ગ્રંથોમાંથી જાણવા. ૩૩૫વા ભાવકરણ - જીવભાવકરણ-અજીવભાવકરણ એમ બે પ્રકારનું છે. અજીવભાવકરણ - અપરપ્રયોગજન્ય-તે અભ્ર-ઇન્દ્રધનુ આદિ અજીવોના અજીવરૂપાદિ પર્યાયો રૂપ અવસ્થા-સ્વરૂપ જે અજીવભાવકરણનું છે તે અજીવરૂપાદિ પર્યાયાવસ્થ પરપ્રયોગવિના જ જે અભ્રાદિ અજીવોના રૂપ-રસ-ગંધ-સ્પર્શન-સંસ્થાનાદિ પર્યાયકરણ તે અજીવભાવકરણ.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy