SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૯૨૦ – ઉકતન્યાયની અવધિ આદિ જ્ઞાનત્રય પ્રત્યય જ સામાયિક છે તો શ્રુતજ્ઞાન પણ પ્રત્યય નહિ થાય ? તો તમે કહેશો કે ભલે ન થાય અમારું શું જાય છે ? તો પ્રત્યક્ષજ્ઞાનિઓને છોડીને કોઈનું વચન શ્રદ્ધેય નહિ થાય એવું નથી કારણ કે ૧૪ પૂર્વીઓનું વચન પ્રમાણ મનાયેલું છે? ઉત્તર-૯૨૦ – તું જે ગણધરાદિ સંબદ્ધ શ્રુતજ્ઞાનને પ્રત્યયતરીકે માને છે તે સામાયિકનું કારણ હોવાથી શ્રુતસામાયિક જ છે. તે પ્રત્યયિક છે. પ્રતીયડળે યમતિની પ્રત્યયોવૃધતિ જ્ઞાનત્રયત્નક્ષણ: તે જેના પ્રત્યાયક તરીકે છે તે પ્રત્યયિક સવભિલાપ્ય અર્થવિષયસર્વદ્રવ્યાસર્વપર્યાયવિષય શ્રુતજ્ઞાન છે. આ રીતે કેવલાદિ જ્ઞાનત્રયનું એ પ્રત્યાધ્ય-પ્રત્યય કરાવનારું છે નહિ કે જ્ઞાનત્રય જેવું સ્વયં પ્રત્યયરૂપ. તેનો પ્રત્યય એટલે એને ભાવપ્રત્યય તરીકે કઈ રીતે લેવાય? હવે જો વચન રૂપ દ્રવ્યશ્રુત તું પ્રત્યય કહે તો પણ યોગ્ય નથી કારણ કે, તે વ્યાખ્યાવિધિમાં પ્રવૃત્ત પ્રત્યક્ષજ્ઞાની વચન પ્રત્યક્ષજ્ઞાનીનાં જ પરાવબોધનમાત્રપ્રત્યાયન માત્ર વ્યાપાર છે. એટલે કેવલીએ કહેલ હોવાથી શ્રદ્ધેય હોવાથી તે પણ ઉપચારથી પ્રત્યય છે પણ કેવળજ્ઞાનાદિની જેમ સ્વયં પ્રત્યય નથી. પ્રશ્ન-૯૨૧ – તો શું કૃતને પ્રત્યય તરીકે સર્વથા નહિ માનવાનું? ઉત્તર-૯૨૧ - સામર્થ્યથી શ્રત પણ પ્રત્યય તરીકે અધિકૃત છે. અવધિ આદિ ત્રણ પ્રકારનો પ્રત્યય અહીં અધિકૃત છે એમ કહેતાં અથપત્તિથી શ્રુતપણ પ્રત્યય મનાય છે. દ્રવ્યશ્રુતથી જ અન્યને પ્રત્યય કરાવાય છે. તેના અભાવે અવધિ આદિ મૂક હોવાથી પોતાનો પ્રત્યય અન્યને જણાવી શકતા નથી. અને પ્રતિપાદન વિનાનો તેનો પ્રત્યયત્વ સિદ્ધ થતો નથી. દ્રવ્યશ્રુતપણ ઉપચારથી શ્રુતજ્ઞાનમાં અંતઃભૂત છે. એટલે અવધિઆદિના પ્રત્યયત્વના સાધક તરીકે શ્રુતને પણ અહીં પ્રત્યય માનવો સુયના ૩ નિત્ત વત્તે તયાંતરું ગપ્પો ય પfઉં ૨ નફા પરિબાવા ને આ રીતે અવધિ આદિ પ્રત્યયો સાક્ષાત્ અને શ્રુતજ્ઞાન પ્રત્યય સામર્થ્યથી કહ્યો છે. અન્ય રીતે ત્રણ પ્રત્યયોઃ- (૧) આત્મા (૨) ગુરુ (૩) શાસ્ત્ર (૧) પ્રથમ પ્રત્યય આત્મા :- જિનને કેવલી–ન સ્વપ્રત્યક્ષ છે. આત્માના આધારથી જ જિન સામાયિક કહે છે. ગણધર-તેમના શિષ્ય-પ્રશિષ્યાદિને આત્મા-ગુરુ-શાસ્ત્ર એ ત્રણે પ્રકારનો પ્રત્યય જાણવો. (૨) ગુરુ - ગણધરોના ગુરુ તીર્થકર એટલે તેઓ તેમના પ્રત્યયત્વેન સામાયિક સાંભળે છે. એમ જંબુ-પ્રભવાદિ શિષ્ય-પ્રશિષ્યોનો પણ નિજ-નિજગુરુનાવિષયમાં સંભવતા ગુણોના ઉલ્કાવન પૂર્વકનો સમાયિકશ્રવણ પ્રત્યય વિચારવો.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy