SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૨૨ - ફક્ત નિર્દેશક નહિ પરંતુ કોઈ નિર્દેશ્ય ચોરાદિનો પણ વચનથી ઉપઘાતાદિ દેખાય છે દા.ત. આ ચોર બાંધો, મારો અને છોડો, વગેરે કહેતાં વિષાદાદિની ઉત્પત્તિથી ઉપાઘાતાદિ પ્રત્યક્ષ જ જણાય છે. એટલે તે દેખાવાથી નિર્દષ્ટ સંબંધિ તે વચન કહેવું ઘટે છે ને? ઉત્તર-૭૨૨ – ના, એમ ન કહેવાય. કારણ કે, જે ઈચ્છાનિષ્ટ વચનના શ્રવણથી નિર્દિષ્ટ ચોરાદિને અનુગ્રહાદિ જણાય છે તે તેની પોતાની શ્રવણેન્દ્રિય-મન-પુણ્ય-પાપાદિના લીધે જ માનવી. માત્ર ઈચ્છાનિખ વચન સાંભળવાથી નહિ, નહિ તો શ્રોત્રાદિઈન્દ્રિય વગરના થાણુ વગેરેને પણ તે યુક્તિ માત્રથી અનુગ્રહાદિ થવા માંડે. પણ તેમ થતું નથી. હવે, અન્ય હેતુથી વચનની વકતૃધર્મતા બતાવે છે. પ્રતિજ્ઞા – વપર્યાયઃ વવનમ્ સ્વરૂપનામવિયન ત્વત્િ વ્યાણિ – વત્ વત્ નામવયનચં તત્તત તચૈવ વહેંવત્તાવેઃ પર્યાય દૃષ્ટાંત – યથા તથૈવ રે. ઉપનય - નામાવયનચં વવનમ્ નિગમન - તાત્ ચૈવ વ: પર્યાયઃ | વચન સ્વર નામ કર્મના ઉદયથી જન્ય હોવાથી તે વક્તાનો પર્યાય છે. જે જેના નામકર્મથી જન્ય હોય તે તેનો પર્યાય હોય છે, જેમકે, શરીર નામકર્મના ઉદયથી જન્ય શરીર વક્તાનો પર્યાય છે તેમ વચન પણ વક્તાના સ્વર નામકર્મના ઉદયથી જન્ય છે માટે તેનો પર્યાય છે. આ રીતે વચન એ અભિધેયનો ધર્મ ઘટતો નથી પરંતુ અભિધાતાનો જ ઘટે છે કારણ કે અભાવ પણ વચનથી કહેવાય છે તે વચન તેનો ધર્મ છે એમ કહી ન શકાય. કારણ કે, અભાવ અસત્ છે જો વચન તેનો ધર્મ હોત તો તે પણ ભાવ હોત. કારણ કે તે વચનનો આશ્રય દેવદત્તાદિવની જેમ છે. પ્રશ્ન-૭૨૩ – જે ઘટ શબ્દથી અભિધેય ઘટાદિના ભાવ કહેવાય છે શું તે વચન તે ભાવમાં સંબદ્ધ છતું ભાવને પ્રકાશે છે કે અસંબદ્ધ છતું પ્રકાશે છે? જો સંબદ્ધ માનો તો હિં સમર્દિો માસાણ નિરંતરતુ હોર્ડ મુકો (ગા.૩૭૬) “ચાર સમયે ભાષાથી સર્વલોક પૂર્ણ થઈ જાય છે એ અનુસાર વચન ત્રિભુવનવ્યાપી હોવાથી તર્ગત સમસ્ત પદાર્થજાતને પ્રકાશ કારણ કે તેનો સંબંધ સર્વત્ર સમાન છે. એટલે અમે ભાવમાં અસંબદ્ધ પ્રકાશે છે એમ માનશું?
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy