SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ किञ्चित्संक्षेपरूपत्वाच्च विस्ताररुचीनां शिष्याणां नाऽसौ तथाविधोपकारं सांप्रतमाधातुं क्षमाः इति विचिन्त्य मुक्तलवाक्यप्रबन्धरूपा किमपि विस्तरवती... वृत्तिरियमारभ्यते ॥ | વિશેષાવશ્યકભાષ્ય આગમિક વ્યાખ્યા સાહિત્યનો અનૂઠો ગ્રંથ છે. ભાષ્ય સાહિત્યમાં એનું અનોખું સ્થાન છે. જિનભદ્રગણિજી મહાન દાર્શનિક અને તાર્કિક હોવા છતાં પહેલાં આગમિક છે. આગમિક વાતોને તર્કસિદ્ધ કરવાની વાત બરાબર છે. પણ પહેલાં કોઈ બાબતને તર્કથી સિદ્ધ કરી પછી તર્કસિદ્ધ વાતોના સમર્થન માટે આગમનો ટેકો લેવો એ બરાબર માનતા નથી. વિશેષણવતિ વગેરેમાં આ બાબત સ્પષ્ટ કરી છે. આ અતિ ગંભીર પ્રાકૃત ગાથામાં નિબદ્ધ ભાષ્યગ્રંથને સમજવા માટે મલધારી હેમચન્દ્રસૂરિજીની શિષ્યહિતાવૃત્તિ વિશેષ ઉપયોગી છે. પ્રશ્નો ઉભા કરી અને પછી એનું સમાધાન આપવાની પદ્ધતિનો આશ્રય ટીકાકારશ્રીએ લીધો છે. પ્રસ્તુત ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં અનુવાદ ગ્રંથમાં પણ ૧૧૬૮ પ્રશ્નોત્તરના માધ્યમે વિશેષાવશ્યકભાષ્ય અને શિષ્યહિતાવૃત્તિમાં ચર્ચાયેલા પદાર્થો ગુજરાતી ભાષામાં જ વાચકને સુલભ કરવાનો પ્રયાસ વિદ્વાન મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજીએ કર્યો છે. જો કે વિશેષાવશ્યકભાષ્યના ઘણાં સંસ્કરણો પ્રગટ થયા છે ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે છતાં પ્રશ્નોત્તર શૈલી એ પ્રસ્તુત ભાવાનુવાદની વિશેષતા છે. મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજીએ આ પૂર્વે પઉમચરિયમ, આખ્યાનકમણિકોશ જેવા બૃહત્તમ ગ્રંથોની સંસ્કૃત છાયા, જ્યોતિષકરંડક સટીકનો અનુવાદ વગેરે કાર્યો કર્યા છે. પ્રસ્તુત અનુવાદ પણ એમની સ્વાધ્યાય રસિકતાનો પરિપાક છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy