SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર વ્યભિચરિત થતો નથી. તે નિયમા જીવ છે. તેથી પૂર્વપદવ્યાહત આ ભંગ વિકલ્પ નિયમ છે. વિકલ્પ-વ્યાહતિ-ભજના-વ્યભિચાર, નિયમ-નિશ્ચય-અવ્યભિચાર તેથી પૂર્વપદ વિકલ્પ ઉપલક્ષિત જ્યાં ઉત્તરપદ નિયમ છે એ વિકલ્પ નિયમ પ્રથમ ભાંગો છે. ૧૨૩ (૨) ઉત્તરપદવ્યાહત :- ‘નીવર્ મંતે ! નીવે ? નીચે નીવડ્ ? । ગોયમા નીવડ્ તાવ નિયમા નીવે, નીચે પુળ સિય નીવડ્, સિય નો નીવડ્' માવતીસૂત્ર- જીવઈ એટલે દશવિધપ્રાણલક્ષણ જીવન-જીવિતવ્ય ત્યાં જીવન નિયમા જીવ, અજીવમાં તે સર્વથા અસંભવ છે. જીવ જીવે ને ન પણ જીવે. સિદ્ધ જીવમાં જીવન અસંભવ છે. આ ઉત્તરપદવ્યાહત છે એમાં વ્યાભિચાર આવવાથી. પૂર્વપદ અવ્યાહત જીવન જીવ વિના ન હોય એમાં પૂર્વપદ અવ્યભિચાર હોવાથી નિયમ અને ઉત્તરપદમાં વિકલ્પ-ભજના એટલે એ નિયમ વિકલ્પનામનો ઉત્તરપદવ્યાહત બીજો ભાંગો કહેવાય છે. (૩) ઉભયપદવ્યાહત :- તેવો મળ્યો મળ્યો તેવો- એના દ્વારા પણ તૃતીય ભંગ જણાવનારું પ્રજ્ઞપ્તિ સૂત્ર સૂચિત છે. વેવેળ અંતે મસિદ્ધિ, મસિદ્ધિત્ વેવે ? ગોયમા ! देवे सिय भवसिद्धिए सिय अभव्वसिद्धिए, भवसिद्धिए वि सिय देवे, सिय नो देवेत्ति પૂર્વપદનો દેવ શબ્દ ભવ્યત્વને વ્યાભિચરિત છે. કા૨ણ અભવ્યનો પણ તે સંભવે ઉત્ત૨૫દનો ભવ્યશબ્દ દેવત્વને વ્યભિચરિત છે. અદેવ એવા નકાદિમાં પણ તે સંભવે છે. આ રીતે ઉત્તરપદવ્યાહત આ રીતે બંને પદમાં વિકલ્પ-વ્યભિચાર છે. એટલે વિકલ્પ વિકલ્પ નામનો ત્રીજો ભાંગો છે. (૪) ઉભયપદાવ્યાહત ઃ- નીવે ભંતે ! નીવે ? નીચે નીચે ? ગોયમા ! નીચે તાવ નિયમા નીવે, નીવે વિ નિયમા નીવે ત્તિ અહીં એક જીવ શબ્દનો ઉપયોગ કહેવો. તે ઉપયોગ નિયમા જીવસ્વરૂપ છે. જીવ પણ નિયમા ઉપયોગમય છે. એટલે ઉભયપદાવ્યાહત અહીં બંને પદમાં નિયમ છે એટલે એ નિયમનિયમ નામનો ચોથો ભાંગો થયો. લોકમાં પ્રસિદ્ધ ગત્યાગતિ ચાર પ્રકારે છે. (૧) પૂર્વપદવ્યાહત :- રૂપી ઘટ અહીં રૂપ ઘટાદિ-પટાદ ગમે તેમાં હોવાથી પૂર્વપદવ્યાહત છે પણ ઘટ નિયમા રૂપી હોય, એટલે વિકલ્પ નિયમ. (૨) ઉત્તરપદવ્યાહત :- ચૂત દ્રુમ અહીં આંબો વૃક્ષ જ હોય એટલે નિયમ અને વૃક્ષ તો આંબો કે અન્ય પણ હોય એટલે વિકલ્પ અર્થાત્ નિયમ વિકલ્પ. - (૩) ઉભયપદ :- નીલોત્પલ નીલ-કમળ-મરક્તાદિ પણ હોય-વિકલ્પ અને ઉત્પલ નીલ શુક્લ પણ હોય વિકલ્પ એટલે વિક્લપવિકલ્પ ભાંગો થાય છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy