SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૩) તથાકાર :- કલ્પાકલ્પમાં નિપુણ, પાંચ મહાવ્રતોમાં સ્થિર અને સંયમ તથા તપથી જે યુક્ત હોય તે વિકલ્પવિના “તથાકાર” હોય છે. સૂત્ર પ્રદાનરૂપ વાચના, પ્રતિશ્રવણા, ઉપદેશ, સૂત્રાર્થ કથનમાં અને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં “આપ જે કહો છો તે સત્ય છે” એમ જે કહેવું તે તથાકાર કહેવાય છે. (૪) આવેશ્યિકી (૫) નૈષેલિકી - પોતે રહેલા સ્થાનમાંથી નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષધિકી કરે છે. એ શબ્દરૂપે બે પ્રકારે છે અને અર્થથી તો તે એક જ છે. એકાગ્ર અને પ્રશાંત ચિત્તવાળાને ઈર્યા–ગમનાદિ થતાં નથી. સ્વાધ્યાયાદિ ગુણો થાય છે. પણ કારણ હોય તો અવશ્ય જવું જોઈએ. તેના લીધે આવશ્યકી થાય છે. સર્વ આવશ્યકોથી યુક્ત યોગવાળા તથા મન-વચન-કાયા અને ઈન્દ્રિયથી ગુપ્ત એવા મુનિને આવશ્યકી થાય છે. જયાં શવ્યાને સ્થાન કરે ત્યાં નૈષધિકી થાય છે. કેમકે ત્યારે તે નિષિદ્ધ છે. અને તે નૈષધિની ક્રિયા નિષેધમય જ છે. નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષધિકી કરે છે તેમાં શયા નૈષેલિકીમાં નૈષેધિકાભિમુખ થાય છે. જે નિષેધાત્મા છે તેને ભાવથી નૈષેબિકી થાય છે. અનિષિદ્ધાત્માને તે નૈધિકી ફક્ત શબ્દરૂપ જ થાય છે. આવશ્યકથી યુક્ત મુનિ નિયમથી નિષિદ્ધાત્મા છે અને નિષિદ્ધાત્મા પણ નિયમ આવશ્યકમાં યુક્ત છે એમ જાણવું. (૬) આપૃચ્છનાથી (૧૦) ઉપસંપદાદિ પાંચ સામાચારી - કોઈ ઈષ્ટ કાર્યમાં પ્રવર્તતા આપૃચ્છા, પૂર્વે નિષિદ્ધકાર્ય પુનઃ કરતાં પ્રતિપૃચ્છા, પૂર્વગૃહીત આહારાદિ વડે બીજા સાધુઓને નિમંત્રણ તે છંદના, અને આહારાદિ નહી લાવેલા હોય તેને વિજ્ઞપ્તિ તે નિમંત્રણા. ઉપસંપદા જ્ઞાન-દર્શન અને ચારિત્રની એમ ત્રણ પ્રકારની છે. તેમાં દર્શન અને જ્ઞાનની ઉપસંપદા ત્રણત્રણ પ્રકારની અને ચારિત્રની બે પ્રકારની છે. સૂત્ર-અર્થ અને ઉભય સંબંધી વર્તના-સંઘના અને ગ્રહણ એ ત્રણ-ત્રણ પ્રકારે જ્ઞાન અને દર્શનની ઉપસંપદા છે. તે કાળથી યાવત્રુથિક અને ઈવરકાલિક પણ છે. ચારિત્ર ઉપસંપદા બે પ્રકારની છે, વૈયાવૃત્ય સંબંધી અને ક્ષપણા સંબંધી સ્વગચ્છથી અન્યગચ્છમાં કારણથી જવાનું થાય છે. વૈયાવૃત્યો.સંપદામાં ઈતરકાલિક-યાવસ્કથિત વિભાસા જાણવી. તથા પોસંપદામાં ગચ્છને પૂછીને આચાર્ય અવિકૃષ્ટ-વિકૃષ્ટ ક્ષેપકને ઉપસંપદા આપે. જે કારણ માટે ઉપસંપદા લીધી હોય તે કારણ પૂર્ણ કર્યા વિના વર્તે અથવા સમાપ્ત કરે, ત્યારે તેને સ્મારણા કરે અથવા ત્યાગ કરે. ત્રીજા વ્રતનું રક્ષણ કરવા માટે પરઅવગ્રહાદિમાં આજ્ઞા લીધા વિના થોડો સમય પણ ઊભા રહેવું કે બેસવું કહ્યું નહીં. આ પ્રમાણે સંયમી અને તપસ્વી નિગ્રંથ મહર્ષિઓની આ દશ પ્રકારની સામાચારી સંક્ષેપથી કહી.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy