SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ વેદનીય-મનુષ્યાય-ઉચ્ચગોત્ર-યશનામ-જિનનામ હોય તો તે તથા મનુષ્યાનુપૂર્વી આ તેર પ્રકૃતિને તીર્થકર તથા સામાન્ય કેવલી પ્રથમની બાર પ્રકૃતિઓને ચરમ સમયે ખપાવે છે, તથા ઔદારિકાદિ ત્રણ શરીરનો સંપૂર્ણ ત્યાગ કરે છે. મોક્ષે જતા તે જીવને સમ્યકત્વ-જ્ઞાન-દર્શનસુખ અને સિદ્ધ સિવાયના ઔદાયિકાદિ ભાવો તથા ભવ્યત્વ બધું એક સાથે નાશ પામે છે. ઋજુ શ્રેણિને પામેલા તે જીવ બીજા સમયે અવગાહ કરેલા પ્રદેશથી બીજા પ્રદેશને સ્પશ્ય વિના એક સમયમાં સાકારોપયોગથી અચિંત્ય શક્તિ વડે સિદ્ધ થાય છે. પ્રશ્ન-૧૧૧૩ – એ સાકરોપયોગ જ સિદ્ધ કઈ રીતે થાય? ઉત્તર-૧૧૧૩- આ વિશેષણ સાક્ષારોપયોને વર્તમાન સિધ્યત્તિ પ્રજ્ઞાપનામાં કહ્યું છે એના દ્વારા સિદ્ધના સાકાર-અનાકાર ઉપયોગના યુગપત્ અભ્યપગમથી જેઓ કેવલસાકારોપયોગમાં વિપ્રતિપત્તિ કરે છે તે નિરસ્ત થાય છે. આ રીતે સાકારોપયોગ વિશેષથી સિદ્ધની ધ્રુવ તરતમયોગોપયોગતા છે. અન્ય કાળે તેને સાકારોપયોગ અને અન્યકાળે અનાકારોપયોગ છે. જો યુગપત્ ઉપયોગ માનીએતો પ્રજ્ઞાપનામાં કહેલાનો બાધ આવે. પ્રશ્ન-૧૧૧૪ – સિદ્ધનું સર્વ જ્ઞાન કે દર્શન સાકાર છે તેથી સાકારોપયોગ વિશેષણમાં દોષ નથી, તે સ્વરૂપ વિશેષણ છે, જોકે કેવલજ્ઞાન-અને દર્શન તેના છે ત્યાં પણ બંનેમાં વિશેષ નથી. એવા અભિપ્રાયવાળા સ્તુતિકારે કહ્યું છે- કલ્પિતમે મતિહત સર્વજ્ઞતાતાજીને सर्वेषां तमसा निहन्तृ जगतामालोकनं शाश्वतम् । नित्यं पश्यन्ति बुध्यते च युगपत् નાનાવિઘનિ vમો ! સ્થિતિ-ઉત્પત્તિ-વિનાશવત્તિ વિનવ્યા તે વનમ્ છે તેમાં શું સમજવું? ઉત્તર-૧૧૧૪ – તે યોગ્ય નથી, કારણ કે સાકાર અને અનાકારરૂપ સિદ્ધોનું લક્ષણ આગળ કહેલું છે – મસરી નીવયા ૩વત્તા વંસજે ય ના ય... તે એમના સાકાર અને અનાકાર લક્ષણ ભેદથી કહેલા છતાં તેનું સર્વસાકાર છે એમ કઈ રીતે કહેવાય ? શાસ્ત્રોમાં સિદ્ધોના જ્ઞાન-દર્શન અલગ-અલગ તે તે સ્થાનોમાં પ્રસિદ્ધ છે તો પછી એ બંને અવિશેષ કઈ રીતે કહેવાય? અને કહેવામાં ઘણા દોષો છે-કેવલજ્ઞાન-દર્શન એત્વમાં પ્રત્યેકાવરણત્વ કઈ રીતે ઘટે? એકના બે આવરણ ન ઘટે તેથી પ્રત્યેકાવરણના નિર્દેશથી કેવલજ્ઞાન-દર્શનનો ભેદ જ છે, તથા સાકાર-૮પ્રકારે અને અનાકાર ૪ પ્રકારે એમ જે ૧૨ પ્રકારે ઉપયોગ કૃતમાં કહ્યો છે અને જ્ઞાન-પ તેમજ દર્શન ૪ પ્રકારે કહ્યું છે તે કેવલજ્ઞાન-દર્શન એક માનતાં કઈ રીતે સંગત થાય? કેવલજ્ઞાન ઉપયુક્ત સિદ્ધો સર્વ જાણે છે, અને અનંત કેવલદર્શનથી સર્વતઃ જુએ છે તે બંને એક નથી.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy