SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૧૧૫ર - શબ્દાદિદ્રવ્યકરણમાં ભાવશ્રુત જ વિવલિત છે, પ્રકાશપાઠાદિ શબ્દકરણમાં ફક્ત શબ્દની જ વિવફા નથી. પણ તે શબ્દનું જે કારણરૂપ-કાર્યરૂપભાવકૃત છે તે જ શબ્દવિશિષ્ટ અહીં વિવક્ષિત છે એટલે દોષ નથી. નોડ્યુતકરણ :- નો શબ્દ સર્વનિષેધવચન છે એટલે શ્રુતવ્યતિરિક્ત જે તપસંયમાદિરૂપ જીવભાવનું કરણ તે નોશ્રુતભાવકરણ છે તે ૨ પ્રકારે છે (૧) ગુણકરણ તથા મન વગેરે યોગોનું કરણ તે (૨) યોજનાભિધાનકરણ. ગુણકરણ :- તપસંયમનું કરણ અથવા મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ. યોગકરણ :- સત્યાદિ ભેદથી ૪ પ્રકારનાં મન-વચન અને ઔદારિક-મિશ્રાદિભેદથી ૭ પ્રકારે કાય એ રીતે આ ક્રિયા પણ ૧૫ પ્રકારની યોજનાકરણ તરીકે જાણવી. ષવિધકરણ સમાપ્ત પ્રશ્ન-૧૧૫૩ – આ છએ કરણભેદોમાં સામાયિકકરણ ક્યા ભેદમાં અવતરે? ઉત્તર-૧૧૫૩ – બધા કરણોમાં યથાસંભવ અવતરે છે ત્યાં સમ્યક્ત-શ્રુત-તપ-સંયમાદિ ગુણો જીવદ્રવ્યપર્યાય હોવાથી અને પર્યાય દ્વવ્યાનન્ય હોવાથી એ દ્રવ્યકરણ થાય જ છે એમ એની નામાદિ કરણતા પણ યથાસંભવ ભાવથી સમ્યક્વાદિસામાયિકો જીવ ભાવ હોઈ એ વિશેષથી ભાવકરણ છે. પ્રશ્ન-૧૧૫૪– ભાવકરણના પહેલા ઘણા ભેદો છે એમ કહ્યું છે તો શું એ બધા પ્રકારના ભાવકરણોમાં અવતરે છે? ઉત્તર-૧૧૫૪– ના, શ્રુતકરણ, બદ્ધશ્રુતકરણ અને શબ્દકરણ શ્રુતસામાયિક જ થાય છે તે જ એ રૂપે ઘટે છે. ચારિત્રસામાયિક નથી થતું. તેની આ રૂપતા સંભવતી નથી. પ્રશ્ન-૧૧૫૫ – તો ચારિત્ર સામાયિક ક્યા ભાવકરણ ભેદમાં અવતરે છે? ઉત્તર-૧૧૫૫ –નો શ્રુતકરણના પ્રથમભેદ ગુણકરણમાં, કારણ તે તપ-સંયમ ગુણાત્મક છે એટલે યથાસંભવ શ્રુતકરણ પણ એ થાય છે; કારણ કે પ્રશસ્તવાણીરૂપ ચારિત્ર ભેદભૂત વચન સમિતિનો એમાં અવતાર છે. તથા સુપ્રશસ્ત યોજનાકરણ ભેદમાં પણ એ સુપ્રશસ્ત મન-વચન-કાયારૂપ હોવાથી અવતરે છે. સામાયિક કરણના ૯ અનુયોગ દ્વારો - પ્રશ્ન-૧૧૫૬ – (૧) કૃતાકૃત:- સામાયિક કૃત કરાય કે અકૃત? બંને પક્ષમાં દોષ છે. જેમકે કૃત કરાય નહિ, સદ્ભાવથી આગળ પણ વિદ્યમાન છે, જેમકે ચિરકૃતઘટ, કૃતના
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy