SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પરિત્યાગ કરે છે કે અનેષણીયાદિ દોષ દુષ્ટ વસ્ત્રના પરિભોગથી ? પ્રથમપક્ષ જો એષણીયાદિગુણયુક્ત વસ્ર-પાત્ર પરિભોગથી મુનિ દ્વારા અચેલ પરિષહનો જય ન માનો તો એષણાદિગુણ સંપન્ન ભક્ત-પાનાદિપરિભોગથી ક્ષુધાદિપરિષહ જીતવાવાળો પણ જગતમાં કોઈ સાધુ ન થાય. ૧૯૨ પ્રશ્ન-૧૦૨૧ ભલે ન હોય અમારું શું જાય છે ? ઉત્તર-૧૦૨૧ આ રીતે તારા મતે નિરૂપમ કૃતિ સંહનનવાળા સત્વશાળી જિનેન્દ્ર ભગવંતો પણ પરિષહ જીતનારા નહી થાય. ઉદ્ગમાદિ દોષ રહિત વિશુદ્ધ એષણીય ભક્તપાનાદિકને રાગાદિ રહિત સેવતો મુનિ ક્ષુ-પિપાસાદિ પરિષહ જીતનારો હોય તો આ વિધિ વસ્ત્રમાં કેમ ઇષ્ટ નથી માનતો ? તે પણ એષણીય રાગાદિદોષ રહિત ભોગવતાં જિતાયેલ પરિષહવાળો મુનિ થાય જ. તેથી અનેષણીયાદિદોષ દુષ્ટ વસ્ત્ર પરિભોગથી જ અજિતાયેલ પરિષહ થાય છે નહિ કે સૂત્રવિધિથી તેને ભોગવનાર. - - પ્રશ્ન-૧૦૨૨ સાધુ વસ્રનો ઉપભોગ કરે તો તે અચેલકપરિષહ સહિષ્ણુ કઈ રીતે કહેવાય ? વસ્ત્રનો અભાવ હોય તો જ અચેલક પરિષહ સહન કર્યો કહેવાય ને ? - ઉત્તર-૧૦૨૨ વસ્ત્ર હોય કે ન હોય તો ય આગમમાં અને લોકમાં અચેલકત્વ રૂઢ છે તેથી અહીં મુનિઓ ચેલ હોવા છતાં ઉપચારથી અચેલા કહેવાય છે જિનો તો વસ્ર ન હોવાથી મુખ્યતયા અચેલા કહેવાય છે અચેલકત્વ ૨ પ્રકારનું છે મુખ્ય વૃત્તિથી અને ઔપચરિક વૃત્તિથી છે. મુખ્ય વૃત્તિથી અચેલત્વ સંયમોપકાર નથી થતું તે માત્ર જિનોને જ હોય છે. મૂર્છારહિત મુનિનો પરિશુદ્ધ, એષણીય, ઘણાદિવસના જીર્ણ, કુત્સિત, અસાર, થોડા અથવા ગણના પ્રમાણથી ઓછા, તુચ્છ વસ્ત્રોને મૂર્છા રહિત ભોગવતા હોવા છતાં ઉપચારથી મુનિઓ અચેલક કહેવાય છે. તથા અન્ય ભોગ જે લોકમાં પ્રસિદ્ધ છે. જેમકે, કમરનું વસ્ત્ર માથે લપેટીને પાણીમાં પડેલો પુરુષ વસ્ત્ર રહિત કહેવાય છે તેમ સાધુ પણ કક્ષાબંધ નથી કરતા માત્ર કોણીઓ દ્વારા જ ઢીંચણથી ઉ૫૨ ચોલપટ્ટો ધારણ કરે છે, અને મસ્તક ઉપર કોઈપણ પ્રકારના વસ્ત્રના અભાવે તથા લોકરૂઢપ્રકારથી અન્યથા પ્રકારે ચેલભોગ છે. એટલે વસ્ત્રો છતાં પણ અચેલક કહેવાય છે. ― . પ્રશ્ન-૧૦૨૩ – વજ્રના અન્યથા પરિભોગથી શું અચેલકનો વ્યવહાર ક્યાંય જોયો છે ? ઉત્તર-૧૦૨૩ જેમ પાણીમાં પડતો બહુવસ્રવાળો પણ મસ્તકે વીંટેલા કમરના વસ્ત્રવાળો પુરુષ અચેલક કહેવાય છે તેમ મુનિઓ સચેલા પણ અચેલક કહેવાય છે તથા 1
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy