SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૯૩ જીર્ણાદિ વસ્ત્રો દ્વારા પણ અચલતા લોકમાં રૂઢ જ છે જેમકે, કોઈ વસ્ત્ર કમરેવીટેલી જીર્ણ ઘણા છિદ્રોવાળી એક સાડીવાળી સ્ત્રી કોઈ વણકરને કહે છે. વણકર જલ્દી કર મારી પોતી અને સાડી જલ્દી બનાવીને આપ, હું નાગી ઊભી છું, તેમ અહીં સ્ત્રી સવસ્ત્રા હોવા છતાં નગ્નતાવાચક શબ્દની પ્રવૃત્તિથી “નરૂદ્દ કી નામાવો મુંડમાવો ના મહંતવ” વગેરે પણ વિરુદ્ધ થતું નથી. જે ત્રણ સ્થાનોથી વસ્ત્ર ધારણ કરે – એમ આગમોક્ત બતાવતા તે અમારો પક્ષ જ સમર્થિત કર્યો છે. પણ શૂન્યહૃદય હોવાથી જોતો નથી. જેમકે અત્યારે અમે પણ કહી શકીએત્રણ કારણે વસ્ત્ર ધારણ કરે છે એમ સૂત્રમાં પણ બતાવ્યું છે. તેથી તે વસ્ત્ર નિરતિશયાદિવાળા સાધુએ અવશ્ય ધારણ કરવું. કેમકે, નિરતિશય હોવાથી જિનકલ્પાયોગ્ય એવા સાધુઓનું લજા-કુત્સા-પરિષહરૂપ વસ્ત્રધારણ પૂર્વે બતાવેલા કારણ મૂજબ અવશ્ય કરવું સંભવે છે. જો કુત્સા-પરિષહ માટે ધારણ ન કરાય, તો પણ લજ્જા-સંયમ માટે વિશેષથી ધારણ કરવું જોઈએ. નહિ તો અગ્નિજ્વલનાદિથી મોટો અસંયમ થાય. હવે આ રીતે જો તને જિનમત પ્રમાણ હોય તો તું વસ્ત્ર-પાત્ર છોડ નહિ કેમકે એનાથી પૂર્વોક્ત દોષની પરંપરાને પ્રાપ્ત થઈશ. અને સમિતિનો ઘાત થશે. પાત્ર વિના સંપૂર્ણ એષણા સમિતિ તું પાળી નહિ શકે, અને વસ્ત્ર વિના નિપાદાન તથા ઉત્સર્ગ સમિતિ તથા ભાષા સમિતિવાળો નહિ થાય. અહીં આઠમા નિતવનો વાદ સમાપ્ત થયો, હવે બધા નિતવો એકબીજાને બળે દોષો આપે છે તે જણાવે છે. ગોષ્ઠામાહિલ સિવાયના બીજા નિકૂવો યાવસજીવ સુધીનું સપરિમાણ પ્રત્યાખ્યાન અને આત્મા સાથે કર્મનો સંબંધ ક્ષીર-નીરની જેમ માને છે. જમાલી સિવાયના નિહ્નવો “જ્યિમાન ત” માને છે જ્યારે જમાલી “વૃત્ત વૃત” માને છે. તિષ્યગુપ્ત સિવાયના નિકૂવો સંપૂર્ણ જીવપ્રદેશોને જીવ માને છે અને તિષ્યગુપ્ત એક અંતિમ પ્રદેશને જ જીવ માને છે. આમ, દરેક ભિન્ન માન્યતાવાળા હોવાથી તેઓ એકઠા થાય ત્યારે એકબીજાને બબ્બે દોષો આપે છે. (૧) બહુરત - તિષ્યગુપ્તને કહે છે “કરેલું હોય તે જ કર્યું” આવો મારો મત નિર્દોષ છતાં તું માનતો નથી અને “અંતિમ પ્રદેશ જીવ છે” તારો આ મત સદોષ છતાં માને છે. (૨) તિષ્યગુપ્ત - જમાલીને એ જ બે દોષો વિપરિતપણે આપે છે તથા અવ્યક્તવાદીને પણ સદોષ પોતાના મતને માનવાનો અને નિર્દોષ પરના મતને નહિ માનવાનો એ બે દોષ આપે છે. આમ બધા જ એકબીજાને ઉપર કહ્યાનુસાર દોષો આપે છે. ભાગ-૨/૧૪
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy