SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૭૧૮ – વિહં પિ ને મન II૧૫૦પા માત્ર એટલું કહેવાથી નિર્દેશવશાતુ નિર્દેશ્યવશાત્ દ્વિવિધ નિર્લેમિચ્છતિ એવું કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર-૭૧૮ – “નિદિટું સંપાદો વ વવહારો" એ વચનથી અર્થાત નિર્દિષ્ટ-અભિધેય વસ્તુ આશ્રયીને સંગ્રહ-વ્યવહાર નિર્દેશ ને ઇચ્છે છે. કેમકે વચન તે નિર્દેશ્યનો પર્યાય છે. એ બધું ભાષ્યમાં કહીશું આ રીતે નિતિ વક્વાશ્રીત્ય એ વચનથી પહેલા પણ વિë એમ અહીં નિર્દિષ્ટ નિર્દેશવશાત્ નિર્દેશ જણાય છે. ઋજુસૂત્ર :- નિર્દેશક વક્તાને આશ્રયીને ઋજુસૂત્ર નિર્દેશ ઇચ્છે છે જેમકે “સામાયિક સ્ત્રી” વગેરે હોય તો નિર્દેશ પણ સ્ત્રી જ કહેવાય કેમકે, વચન એ વક્તાનો પર્યાય છે એ પણ યુક્તિ ભાષ્યમાં કહીશું. શબ્દ - નિર્દેશ્ય અને નિર્દેશકના સમાન લિંગને આશ્રયીને જ શબ્દનયથી નિર્દેશ પ્રવૃત્તિ જણાય છે. જો નિર્દેશ્ય નપુંસકલિંગ તો નિર્દેશ્ય પણ સ્ત્રી-પુ-નય રૂપ નપુંસક જ છે. વક્તાના વાક્ય ઉપયોગો અનન્ય હોવાથી તદ્રુપ હોય છે. શબ્દનો ઉપયોગ પ્રધાન જ છે. તેથી જે જ્યાં ઉપયુક્ત તે તદ્રુપ જ છે જેમકે, અગ્નિ ઉપયુક્ત માણવક પણ અગ્નિ કહેવાય છે. તેથી સ્ત્રી-પુરુષ પણ જયારે રૂઢિથી નપુંસક સામાયિકમાં ઉપયુક્ત હોય છે. ત્યારે નિર્દેશ્ય નપુંસક ઉપયુક્ત હોવાથી નપુંસક જ છે. “તદુપયોગત્વેન તદ્રુપતા” એમ સ્ત્રી-પુરુષ-કે નપુંસક આ અર્થને બોલે છે. આ અર્થનો શબ્દનય મતે અસંભવ જ છે. અથવા તે વચન વસ્તુની પ્રતીતિનું કારણ હોવાથી નિર્દિષ્ટાર્થ વાચ્યવસ્તુનો પર્યાય જ છે. વાચ્ય પ્રત્યય જેમ તે જ નિર્દેશ્ય ઘટાદિના અન્ય સંસ્થાનાદિ ધર્મો ઘટની પ્રતીતિનાં કારણો છે. જે જેના પ્રત્યયનું કારણ તે તેનો સ્વપર્યાય. જેમ ઘટના રૂપાદિ અને વચન વાચ્યાર્થનું પ્રત્યય કારણ છે. એટલે તેનો પર્યાય છે, અને પર્યાય એ પર્યાયીને આધીન જ હોય છે. એટલે નિર્દેશ્યવસથી નિર્દેશ કહ્યું તે ઉક્તયુક્તિથી ઘટે જ છે. પ્રશ્ન-૭૧૯ – ભલે એમ થાય, તો પણ હેતુ અહિં અસિદ્ધ છે પતિwત્યRUત્રિી वचनस्य? ઉત્તર-૭૧૯ – અર્થવિજ્ઞાન ફળવાળું વચન છે, જો વચન બોલતાં છતાં તે એવું તદર્થવિજ્ઞાન ન હોય તો કંઠ-તાલુને શોષમાત્ર કરનારા તે બોલવાથી શું? નિષ્ફળ જ છે. પ્રશ્ન-૭૨૦- એમ હોય, વાચ્ય અર્થથી અન્ય બીજા અર્થમાં શ્રોતારૂપ અર્થમાં વિજ્ઞાનને ઉત્પન્ન કરશે. તે પછી તે વચન શ્રોતાને વિજ્ઞાન ફળ થશે, અને વાચ્યાર્થમાં વિજ્ઞાન ઉત્પન્ન નહી કરે એટલે વાચ્યાર્થ પર્યાય વચન નહિ થાય?
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy