SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૫ પ્રશ્ન-૧૦૪૩- જેમ સાવઘયોગના કરણ-કરાવણનું પ્રત્યાખ્યાન કરે છે તેમ અનુમિતિનું પ્રત્યાખ્યાન એ કેમ કરતો નથી? ઉત્તર-૧૦૪૩ – એ ગૃહી પૂર્વે ગૃહાદિમાં પ્રવૃત્ત એવા સાવદ્યયોગનો રાગ-પ્રતિબંધ છોડવા માટે સમર્થ નથી, શક્ય હોય એ અનુષ્ઠાન જ કરાય અશક્ય હોય એ નહિ અને ગૃહસ્થ એ રાગ છોડી શકતો નથી. એટલે એ સાવદ્યયોગની અનુમિતિને પ્રત્યાખ્યાન નથી કરતો, કરે તો વ્રતભંગ થવાની આપત્તિ આવે. પ્રશ્ન-૧૦૪૪ – ગૃહસ્થને સાવદ્યયોગાનુમિતિના પ્રત્યાખ્યાનનો નિષેધ કરતા તારે શ્રુત વિરોધ છે કારણ કે ત્રિવિધથી પ્રત્યાખ્યાન શ્રુતમાં ગૃહસ્થને પણ કહ્યું છે. ભગવતીસૂત્રમાં કહ્યું छ. समणोवासगस्स णं भंते ! पुव्वमेव थूले पाणाइवाए अपच्चक्खाण भवइ, से णं भंते । पच्छा पच्चाइक्खमाणे किं करेइ ? । गोयमा ! तीयं पडिक्कमइ, पडुप्पन्नं संवरेइ, अणागयं पच्चक्खाइ । तीतं पडिक्कममाणे किं तिविहं तिविहेण पडिक्कमइ, तिविहं दुविहेण पडिक्कमइ, तिविहं एक्कविहेण पडिक्कमइ, जाव एक्कविहं एक्कविहेण पडिक्कमइ ? । યમી ! તિવિ તિવિષે વાહિશ્ન મેગાવ વિવિધ વા પડમડ્ડાઆ રીતે ત્રિવિધ ત્રિવિધથી પણ ગૃહસ્થને પ્રત્યાખ્યાન કહ્યું છે, તો તમે એનો નિષેધ કેમ કરો છો? ઉત્તર-૧૦૪૪ – સાચી વાત છે, પરંતુ ત્યાં ત્રિવિધ ત્રિવિધથી શ્રતોક્ત પ્રત્યાખ્યાન ભૂલવધ-મૃષાવાદાદિનું જ જાણવું, જેમ કોઈક સિંહ-સરભ-ગજાદિના વધાદિને અતિબાહર ત્રિવિધ ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરે છે પણ તે સામાન્યથી સાવદ્યયોગ વિષયક નહિ જાણવું. વિશેષિત કોઈક વિવક્ષિત સાવદ્યયોગમાં ત્રિવિધ ત્રિવિધથી પણ પ્રત્યાખ્યાન દોષ રૂપ નથી જેમકે-અપ્રયોજન કાકમાંસાદિ વિશેષ વસ્તુ આશ્રયીને અથવા અપ્રાપ્ય મનુષ્યક્ષેત્રથી બહારના હાથીના દાંત-ચિત્તાના ચર્મ આદિ કોઈપણ વિશિષ્ટવસ્તુ આશ્રયીને ત્રિવિધ ત્રિવિધથી પચ્ચખાણ કરે તો કંઈ દોષ નથી. જેમ કોઈ સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યને આશ્રયીને ત્રિવિધ ત્રિવિધથી તેના વધનું પ્રત્યાખ્યાન કરે અથવા જે વ્રત ગ્રહણની ઇચ્છાવાલો પુત્રસન્નતિ આદિ માટે વિલંબ કરતો અગ્યાર પ્રતિમા સ્વીકારે છે. ત્યારે તે ત્રિવિધ ત્રિવિધથી પણ સાવદ્યયોગ પ્રત્યાખ્યાન કરે તો દોષ નથી. અને જે પૂર્વાલબ્ધ-ન છોડેલા સાવદ્યકર્મસંતાનની અનુમતિવાળો હોય અને તેને સહસા નિવારી શકતો નથી. એટલે ત્રિવિધત્રિવિધથી પ્રત્યાખ્યાન કરતો નથી. (૧૬) &િ a તાર :- ક્ષેત્ર-દિશા-કાળ-ગતિ-ભવ્ય-સંક્સિ-ઉચ્છવાસ-દષ્ટિ-આહારકપર્યાપ્ત-સુત-જન્મ-સ્થિતિ-વેદ-સંજ્ઞા-કષાય-આયુષ્ય-જ્ઞાન-યોગ-ઉપયોગ-શરીર-સંસ્થાનસંહનન-માન-લેશ્યાપરિણામ-વેદના-સમુદ્ધાતકર્મ-નિર્વેષ્ટન-ઉદ્વર્તન-આશ્રવકરણ-અલંકાર
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy