SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શયન-આસન-સ્થાનથી સ્થાન ચંક્રમણ આશ્રયીને ક્યાં ક્યું સામાયિક હોય છે ? એમ વિચારવું. ક્ષેત્ર ઃ- સમ્યક્ત્વ-શ્રુત સામાયિકનો લાભ ઉર્ધ્વ-અધો-તિર્યંગ્લોકમાં થાય છે. ઉર્ધ્વલોકમાં મેરૂ-દેવલોકાદિમાં નિસર્ગ-અધિગમથી સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુતજ્ઞાનનો તેના સમકાળે જ શ્રુતજ્ઞાન તરીકે પરિણમતા શ્રુતસામાયિકનો લાભ થાય છે. એમ, અધોલોકમાં અધોલૌકિક ગ્રામ અને નરકોમાં એમ તિર્થગ્લોકમાં પણ એ બે સામાયિકનો લાભ થાય છે. તથા તિર્યંગ્લોક વિશેષ ભૂત અઢીદ્વીપ સમુદ્રરૂપ મનુષ્યલોકમાં વિરતિ-સર્વવિરતિસામાયિક પણ મળે છે એ અહીં જ પ્રાપ્ત થાય છે. અને મનુષ્યોને જ પ્રાપ્ત થાય છે. દેશવિરતિ તિøક્ષેત્રોમાં અને મનુષ્યોના વિષયમાં કેટલાક ક્ષેત્રોમાં હોય છે. ૨૦૬ ત્રણે સામાયિકનાં પૂર્વપ્રતિપત્રકો નિયમા ત્રણે લોકમાં હોય છે. ચોથા ચારિત્ર સામાયિકના અધોલોક-તિર્યંગ્લોકમાં પૂર્વપ્રતિપન્ના નિયમા છે, ઉર્ધ્વલોકમાં ભજના હોયક્યારેય હોય ક્યારેય ન હોય. દિશા ઃ- નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર તાપક્ષેત્ર-પ્રજ્ઞાપકવિષયા-ભાવદિશા એમ સાત પ્રકારની દિશાઓ છે. દ્રવ્યદિશા ઃ- જઘન્ય તે૨ પ્રદેશની છે . ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશિક દશદિશાની આકૃતિ તે દ્રવ્ય દિશા. ભાવાર્થ-જધન્યથી ૧૩ પ્રદેશ અવગાઢથી ૧૩ પ્રદેશિક અને ઉત્કૃષ્ટથી અસંખ્યપ્રદેશાવગાઢ હોવાથી અનંત પ્રદેશી દ્રવ્યથી દશ દિશાઓ ઉઠે છે. આ દ્રવ્ય દદિશાના ઉત્પાદનું કારણ હોવાથી દ્રવ્યદિશા કહેવાય છે. જઘન્યથી દ્રવ્ય દિશાની સ્થાપના હ lolo એક પરમાણુ મધ્યમાં એક-એક પ૨માણુ ચારે વિદિશાઓમાં, બીજી ચારે દિશાઓમાં ૨૨ પરમાણુ સ્થાપવા. આ રીતે ૧૩ પ્રદેશિક સ્કંધરૂપે અનેક પરિણામ પ્રાપ્ત ૧૩ આકાશપ્રદેશોમાં અવગાઢ દશાદિશાના ઉત્થાનનું હેતુ હોવાથી દદિશા દ્રવ્ય જઘન્યથી દ્રવ્યદિશા કહેવાય છે. અહી ૧-૧ ૫૨માણુસ્થાને જો દૃયણુકાદિથી અનંતાણુક પર્યન્ત સ્કંધોની
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy