SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૯૩૩- એમ કહેવું બરાબર નથી કારણ કે તે પ્રસ્થકાદિ હોય નહિ ત્યારે પણ કોઈ ધાન્યનો ઢગલો જોવા માત્રથી કલન શક્તિ સંપન્ન કે અતિશયજ્ઞાનીને પ્રસ્થક પરિચ્છેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને કોઈ નાળિયેરદ્વીપાદીથી આવેલાને પ્રસ્થકાદિ હોવા છતાં તેમાં પ્રસ્થક પરિચ્છેદ બુદ્ધિ થતી નથી, એટલે કાષ્ટમય પ્રસ્થકાદિ પ્રસ્થમજ્ઞાનોત્પત્તિમાં અનેકાંતિક જ છે એટલે તેના કારણ તરીકે તેમની પ્રસ્થકાદિ માનરૂપતા માનવામાં અતિવ્યાપ્તિ આવે છે. જો પ્રસ્થમજ્ઞાનકારણતા માત્રથી પણ તે કાષ્ટમય પ્રસ્થકાદિ પ્રમાણ માનો તો પ્રમેય પણ પ્રમાણ થાય કેમકે, તે પણ પ્રમાણજ્ઞાનમાં કારણ છે. એટલે દહીભક્ષણાદિ પણ પરંપરાથી તેના કારણ તરીકે પ્રમાણ છે, અપ્રમાણ કેમ થાય છે? જો તેનું કારણત્વ છતાં અન્ય સર્વ દરિભક્ષણાદિ પ્રમાણ નથી તો કાષ્ટમય પ્રકાદિ પણ પ્રમાણ નહી થાય તો પ્રમાણ શું બને ? એટલે પ્રમાણ-અપ્રમાણથી વ્યસ્થા ખરી પડે. તેથી પ્રસ્થમજ્ઞાન જ પ્રસ્થકપ્રમાણ રૂપે ત્રણે શબ્દનયોને માન્ય છે. શબ્દનયમાં દેશ-દેશમાં કર્મધારય ધર્માસ્તિકાયાદિ પાંચેથી દેશ-પ્રદેશ કલ્પનામાં એને ષષ્ઠીસમાસાદિ ઈષ્ટ નથી. પણ એ દેશી ચ દેશ એવો કર્મધારય જ માને છે. ધર્માસ્તિકાયાદિ દેશી જ છે તે જ દેશ છે. તેથી ઘટથી અરઘટ્ટીની જેમ અત્યંત ભિન્ન છે. તેવી રીતે દેશ, દેશીથી અત્યંત ભિન્ન સ્વતંત્ર વસ્તુ નથી. પ્રશ્ન-૯૩૪ – એમ દેશ સ્વતંત્રવતું નથી પરંતુ તત્સંબંધિ હોવાથી અસ્વતંત્ર છતાં દેશ, દેશીથી ભિન્ન હોય છે એમ કહીશું તો? ઉત્તર-૯૩૪- તે પણ ઉચિત નથી, કારણ કે દેશીલક્ષણવસ્તુથી એ દેશ ભિન્ન નથી, હવે જો ભિન્ન માનો તો અન્યનો અન્ય સાથે વિંધ્યાચલનો-હિમાચલ સાથે સર્વથા સંબંધ અયોગ હોવાથી તે દેશીનો એ દેશ નથી. જો તે દેશી સંબંધી દેશ માનો તો ઘટાદિના સ્વસ્વરૂપવતુ તે દેશ તે દેશીથી ભિન્ન નથી પરંતુ તસ્વરૂપ જ છે. એથી જ વિશેષત-વિશેષ્યભૂત સર્વ પદોની સમાનાધિકરણતા-કર્મધારય સમાસ ઉચિત છે. જેમકે નીલોત્પલાદિનો. ઉપલક્ષણથી ધવખદિર પલાશાદિનો કંઠ પણ થાય. નહિ કે રાજ્ઞપુરુષ રાજપુરુષ વગેરે ષટ્યાદિ સમાસ. કારણકે ભિન્ન વસ્તુઓનો પરસ્પર સંસર્ગ-સંબંધ ઘટતો નથી. જેમકે સંબદ્ધ એવી બે વસ્તુથી સંબંધ ભિન્ન કે અભિન્ન હોય ? જો ભિન્ન માનો તો સંબદ્ધ બે વસ્તુથી ભિન્ન સ્વતંત્ર તે ત્રીજી વસ્તુ જ થાય સંબંધ નહિ. તો તેના વશ ષષ્ઠિઆદિ વિભક્તિ કેમ થાય? જેમ વિન્ધહિમવતાદિથી ભિન્ન ઘટાદિ સંબંધ કહેવાતો નથી. તેના લીધે તેમની ષષ્ટિ આદિ વિભક્તિ પણ થતી નથી. હવે બે સંબદ્ધવસ્તુથી અભિન્ન સંબંધ હોય તો એ ષષ્ટિઆદિનો હેતુ નથી. બે સંબદ્ધ વસ્તુથી અભિન્ન હોવાથી તસ્વરૂપ જ છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy