SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૭ એ રીતે પણ યુગપતું વિશેષજ્ઞાનો નથી. અર્થાત્ પહેલા વેદના સામાન્ય ગ્રહણ કરી, પછી ઈહામાં પ્રવેશી “પગમાં શીતવેદના થાય છે.” એવો વેદના વિશેષનો નિશ્ચય કરે છે, મસ્તકે પણ પ્રથમવેદના સામાન્યને ગ્રહણ કરી, ઈહામાં પ્રવેશી આ વેદના અહીં ઉષ્ણ છે. એવો નિશ્ચય કરે છે. કારણ ઘટવિશેષના જ્ઞાન પછી તરત જ પટાશ્રય સામાન્યરૂપ ગ્રહણ કર્યા વિના પટવિશેષજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અવગ્રહ-ઈહા-અપાય આ ક્રમે જ ઘટાદિ વિશેષજ્ઞાનોત્પત્તિ થાય છે. એ રીતે વિશેષજ્ઞાન પછી પણ વિશેષજ્ઞાન ઉત્પન્ન થતું નથી. એકસાથે થવું તે દૂરની વાત છે. કારણ કે સામાન્ય એ અનેક વિષયોનો આશ્રય છે, તે પૂર્વગ્રહણ કર્યા વિના વિશેષજ્ઞાન નથી થતું. આ રીતે સામાન્ય ગ્રહણ વિના વિશેષજ્ઞાન નથી. તેથી, સામાન્ય ગ્રહણ પછી સામાન્યનો ભેદ-ઘટવાદિ સામાન્યાશ્રય-ઘટાદિવિશેષ ઈહીત થાય છે અને ઘટાદિ જ છે એવો નિશ્ચય થાય છે. પછી ઉત્તરભેદની અપેક્ષાએ ઘટ જ સમાન્ય છે તે ગ્રહણ કરતાં ઈહા કરીને ધાતુનો છે માટીનો નથી. એવો નિશ્ચિય પછી ધાતુનો ઘટ પણ ઉત્તરભેદ અપેક્ષાએ સામાન્ય તે ગ્રહણ કરતાં ઈહા કરીને એ તાંબાનો છે રજતાદિનો નથી એવો નિશ્ચય થાય છે. આ રીતે ક્યાંય પણ વિશેષ જ્ઞાનોની એક સાથે પ્રવૃત્તિ સંભવ નથી. સામાન્યરૂપે તો સમયકાળે પણ ઘણા વિશેષોનું ગ્રહણ થાય. જેમકે સેના-વન વગેરે, નહિ કે એકસાથે અનેક ઉપયોગ, એ કહેલું જ છે. એટલે શીતોષ્ણવિશેષજ્ઞાનો ભિન્ન-ભિન્નકાળે જ છે. એથી તમારૂં સમકાળે શીતોષ્ણરૂપ બે ક્રિયાનું વેદન ભ્રમ જ છે. (૬) રોહગુપ્ત-ઐરાશિકદષ્ટિ પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ (૫૪૪) વર્ષે અંતરંજીકા નગરીમાં બૈરાશિક નિહ્નવ ઉત્પન્ન થયો. એ નગરીનો રાજા બલશ્રી. ત્યાં ભૂતગૃહચૈત્યમાં શ્રીગુપ્ત આચાર્ય આવ્યા હતા. તેમના વંદન માટે રોહગુપ્તમુનિ અંતરંજિકા નગરમાં આપ્યો. ત્યાં “પોટ્ટશાલ પરિવ્રાજક'વાદિની ઘોષણા થતી હતી કે “મારા જેવો વાદી આ પૃથ્વીમાં કોઈ નથી.” નગરમાં પ્રવેશ કરતાં જ રોહગુપ્ત એ ઘોષણા સાંભળી ને ગુરૂને પૂછ્યા વિના જ વાદ સ્વીકારી પટકને રોક્યો. પછી ગુરૂ પાસે આવી સર્વ હકીકત કહી. ગુરુ-ભદ્ર તે યોગ્ય ન કર્યું. કેમકે તું તારા જ્ઞાન વડે એને જીતીશ તો પણ તે વિદ્યા-મંત્રમાં ઘણો કુશળ છે એટલે વિદ્યાઓ વડે તને હેરાન કરશે. એની પાસે આ સાત વિદ્યાઓ બહુ ટૂરાયમાન છે. વૃશ્ચિક, સર્પ, મૂષક, મૃગી, વરાહી, કાક અને પોતાકી. એના દ્વારા તે શત્રુનો ઘાત કરે છે. રોહગુપ્ત-પટણનો નિષેધ કર્યા પછી હવે ક્યાં ભાગવું? જે થવાનું હશે તે થશે. ગુરૂએ તેનું ધૈર્ય જાણીને વાદમાં પરાભવ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy