SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કર્મને દ્રવ્ય-ક્ષેત્રાદિ સહકારી કારણોની અપેક્ષા હોય છે. જે સાતા-સુખ અને અસાતા-દુઃખ પુણ્ય-પાપરૂપ કર્મજનિત છતાં પુષ્પમાળા-ચંદનઅંગના-અહિ વિષ-કાંટા વગેરે બાહ્ય સહકારીથી જે સામર્થ્યનું આધાન છે, તેનાથી જ ઉદયાદિ થાય છે. એમ જ માત્ર પુણ્ય-પાપના ઉદયથી નહિ. એટલે જેમ આ સકલલોકાનુભવસિદ્ધ સુખ-દુઃખ નામનું કાર્ય છે તે બાહ્ય દ્રવ્યાદિની અપેક્ષાએ જ ઉદય-ક્ષય થાય છે એમને એમ નહિ અને તેનું કારણ પુણ્ય પાપરૂપ કર્મ પણ દ્રવ્ય-ક્ષેત્રાદિ અપેક્ષાએ જ ઉદય-ક્ષય થાય છે. અને કારણ અપેક્ષા રાખતું નથી એવું ન કહી શકાય. સર્વ કર્મ જેમ બાંધે તેમ જ વેદે ઉપક્રમ ન કરે તો શું વાંધો આવે ? શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૮૮૮ ઉત્તર-૮૮૮ – તો તમારા મતથી સર્વ જીવનો મોક્ષાભાવ થઈ જાય તે ઇષ્ટ જ નથી. કારણ કે તદ્ભવસિદ્ધિકને પણ સત્તામાં અસંખ્યભવ અર્જિત કર્મ પડેલું છે. અને તે કર્મ વિવિધ અધ્યવસાયથી બાંધેલું હોવાથી નરકાદિ વિવિધ ગતિનું કારણ છે. તેથી તેનું વિપાકથી જ અનુભવન એક જ ચરમ ભવમાં વિવિધ ભવોનું આવી પડે તે બરાબર નથી. કારણ એક જ મનુષ્યગતિવર્તિ ચરમ ભવમાં નારક-તિર્યંચાદિ વિવિધ ભવોનો પરસ્પર વિરુદ્ધ કર્મોનો એક ચરમભવમાં જ અનુભવનાભાવ છે. - પ્રશ્ન-૮૮૯ – તો તે વિવિધ ગતિનાં કારણભૂત કર્મો પર્યાયથી પણ ક્રમે વિવિધ ભવોમાં અનુભવીને પછી સિદ્ધ થાય, એમાં શું બગડી જવાનું ? — ઉત્તર-૮૮૯ બરાબર નથી, પર્યાયથી કે ક્રમથી તે વિવિધ ભવોને વિપાકથી અનુભવતા ફરીથી વિવિધ ગતિકારણ કર્મનો બંધ, ફરીથી ક્રમે વિવિધ ગતિમાં ભ્રમણ, ફરી બંધ એમ મોક્ષનો અભાવ થઈ જાય તે અનિષ્ટ છે. એટલે કર્મોનો ઉપક્રમ માનવો એજ ઉચિત છે. પ્રશ્ન-૮૯૦ – જે ઉપક્રમથી લઘુસ્થિતિક કરીને જીવ વેદે છે તે આયુ-કર્મ નથી સોવર્ષ ભોગ્યલક્ષણ જે પ્રકારે તે જીવે પૂર્વ ઉપચિત કર્મ બાંધ્યું છે તેવું તે નથી, કારણ કે ૧૦૦વર્ષભોગ્ય દીર્ઘકાલિક સ્થિતિક પૂર્વભવે બાંધ્યુંછે અને ઉપક્રમ પછી જે અંતર્મુહૂર્ત આદિ લઘુસ્થિતિક અનુભવે છે તે આયુષ્ય અન્ય જ છે. એટલે તે પ્રકારે પૂર્વબદ્ધથી અલગ આયુ અનુભવતા જીવને પૂર્વોક્ત અકૃતાગમાદિ દોષો ઊભા થાય છે તેનું શું ? ઉત્તર-૮૯૦ – તે ઉપક્રમ પ્રાયોગ્ય જ આયુષ્ય કર્મને તે સોપક્રમ આયુષ્યવાળા જીવે સાધ્યરોગની જેમ પૂર્વજન્મમાં બાંધ્યું છે. તેથી જેમ ઉપક્રમ સાધ્ય રોગ કોઈએ ઉપાર્જન કર્યો એટલે ઉપક્રમીને તેને તોડે છે. એમ કરતા તેને અકૃતાગમાદિ નથી થતા. એમ આયુ પણ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy