SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ગુજરાતી પ્રશ્નોત્તર નથી. જો એ માનો તો માટી રૂપે પણ તેનો અભાવ માનવાનો પ્રસંગ આવે. અને કપાલોની અમાટીરૂપતાની આપત્તિ આવવાથી પર્યન્ત સર્વનાશ સિદ્ધ નથી થતો- આ બધા કારણોએ સર્વનાશ અસિદ્ધ છે કદાચ તે સિદ્ધ ભલે થાય, તો પણ એનાથી સર્વવ્યાપિની ક્ષણિકત્વની સિદ્ધિ થતી નથી. પણ તે પર્યાય નયનો મત છે. જેમકે.. ઘટાદિનો પર્યન્ત સર્વનાશ જોઈને પ્રસંગે આદિથી જ આપ પ્રતિક્ષણનશ્વરતા સાધો છો તો જે આકાશ-કાળ-દિશા આદિનો અંતે વિનાશદર્શન ક્યારેય જણાતો નથી. તેઓમાં આ પ્રસંગ સાધનથી પ્રતિસમયનશ્વરતા સિદ્ધ થતી નથી. તેથી તે નિત્ય જ માનવા, એ માનવાથી “સર્વ ક્ષણિકમ્” એવી વ્યાપ્તિ પર જે આપનો મત છે તેની તો હાનિ-અઘટમાનતા જ પ્રાપ્ત થાય છે. અન્ય રીતે – પર્યાયવાદિ નયનો જ આ મત છે કે તું બોલે છે કે સર્વ ત્રિભુવનાન્તર્ગત વસ્તુ વિગમસંભવ સ્વભાવવાળી છે. દ્રવ્યનયને તો તે જ સર્વ વસ્તુ નિત્ય મનાઈ છે. એમ થતા જે આપ એક પર્યાય નયના પ્રતિક્ષણવિનશ્વરત્વ લક્ષણ મતને માનો છો તે મિથ્યાત્વ જ છે એ છોડી છે. કારણ કે, એકાન્ત પર્યાયમત, કે એકાન્ત દ્રવ્યમત નથી. પરંતુ વસ્તુ અનંતપર્યાયવાળી અને સ્થિતિઉત્પાદ-વિનાશરૂપ હોવાથી ભૂ-ભવન-વિમાન-દ્વીપ-સમુદ્રાદિ રૂપે ત્રિભુવનની જેમ સમસ્ત વસ્તુ નિત્યા-નિત્યાદિ રૂપે વિચિત્રપરિણામવાળી અનેક રૂપવાળી ભગવાનને ઇષ્ટ છે. એટલે પણ એકાન્ત વિનશ્વરલક્ષણ એકરૂપ માન્યતા મિથ્યાત્વ છે. પ્રશ્ન-૯૭૦ – તો શું આ રીતે કોઈ એકના ત્યાગમાં સુખાદિવ્યવહારોનો અભાવ થઈ જાય ? ઉત્તર-૯૭૦ – એક પયયનયમત માનો તો જગતમાં સુખાદિ ન ઘટે, ઉત્પત્તિ અનન્તર જ સર્વથા નાશ થવાથી, જેમકે મૃત વ્યક્તિની જેમ દ્રવ્યાસ્તિકનય ફક્ત માનતાં સુખાદિ ઘટે નહિ, આકાશની જેમ એકાન્ત નિત્યત્વથી અવિચલિતરૂપ હોવાથી, તેથી દ્રવ્ય-પર્યાય ઉભય પક્ષમાં જ એ બધું ઘટે છે, એ જ ગ્રાહ્ય છે. કેવલ એક નય પક્ષ તો લાખો દોષનો ભરેલો હોવાથી છોડી જ દેવો. પૂર્વેબતાવેલ સૂત્રોલાપકના ભાવાર્થને ન જાણતા છતાં મતિભ્રમથી તેની પ્રમાણતાની છડી પોકારતો તું ખરેખર જિનમતપ્રામાણ્ય અવલંબિ પોતાને માને છે તને ખરેખર જ જિનમત પ્રમાણ હોય તો કેવલ પર્યાયવાદિ તરીકે તું જિનમતને માન્ય દ્રવ્યાસ્તિકાયનયને ના છોડ. કેમકે, બૌદ્ધની જેમ તારા મતમા દ્રવ્યનો સર્વથા વિનાશ સ્વીકારતા સર્વ તૃપ્તિ-શ્રમ-બંધમોક્ષાદિ વ્યવહારનો નાશ થાય છે. ભાગ-૨/૧૨
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy