SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૬૫ પ્રશ્ન-૯૭૫ – અરે ! ભલામાણસ! બહુ બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્ચિત-અસંદિગ્ધ-ધ્રુવ-સેતર વસ્તુ ગ્રહણમાં પૂર્વે અહીં જ અવગ્રહાદિ અનુજ્ઞાત છતે એક શ્રતમાં ઉપયોગ બહુતા કહેલી જ છે એટલે તમારે “પવઘુમાંવેજ્ઞા” વગેરેમાં પૂર્વે સિદ્ધ કરેલું ફરી સાધવા જતાં સિદ્ધ સાધન દોષ જ આવે છે ને? ઉત્તર-૯૭૫ – તે બહુ-બહુવિધાદિરૂપ વસ્તુના અનેક પર્યાયોને સામાન્યરૂપે ગ્રહણમાત્ર જ છે. જ્ઞાનમાં ઉપયોગ યોગ્યતા માત્રની વ્યવસ્થાપના જ છે. પરંતુ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગો ક્યાંય નથી, ક્રમથી જ ઉપયોગી હોય છે. પ્રશ્ન-૯૭૬ - હે આચાર્ય! જો એક સાથે અનેક અર્થોનું ગ્રહણ તું પણ માને છે તો શીતઉષ્ણ બંને ગ્રહણ કરતાં શું દોષ છે? કે જેથી ગંગના મતને દુષિત કરાય છે? ઉત્તર-૯૭૬ – એવું કોણ કહે છે કે એક સાથે અનેકના ગ્રહણમાં દોષ છે? એક સાથે પણ સમાન્યરૂપે સેના વન-ગામ-નગરાદિ જેમ અનેક અર્થો ગ્રહણ કરાય છે એ અમે નિવારતા નથી, અહીં ફક્ત અનેક ઉપયોગમાં આ વિચાર પ્રસ્તુત છે, તે ઉપયોગ એકવારમાં એક જ હોય છે અનેક નહિ. પ્રશ્ન-૯૭૭ – જો સમક એક સાથે અનેક કાર્ય ગ્રહણ સ્વીકારતે છતે વળી પાછો આ કેવો એક-અનેક ઉપયોગ ભેદ છે કે જેથી ૩૩મોરારીયા નલ્થિ એમ કહો છો? ઉત્તર-૯૭૭ – જે સામાન્ય ઉપયોગ છે તે એક ઉપયોગ કહેવાય છે. જેમકે લશ્કરની છાવણીનો ઉપયોગ. અર્થાત્ એક સાથે આ લશ્કરની છાવણી છે એમ સમાન્ય માત્ર ગ્રાહક જે ઉપયોગ છે તે એક ઉપયોગ કહેવાય છે. અને જે પ્રતિવસ્તુ આહાથીઓ, આ ઘોડા, આ રથો, આ પદાતિઓ, આ ખગ, ભાલાદિ, એવો વિભાગ-ભેદાધ્યવસાય તે અનેક ઉપયોગ. પ્રશ્ન-૯૭૮ – એમ એક-અનેક ભેદમાં તમે એકસાથે શું નિષેધ કરો છો? ઉત્તર-૯૭૮ – અનેક ઉપયોગો એક સાથે નથી હોતા એવો નિષેધ કરીએ છીએ અને જે સામાન્યથી અનેક અર્થોનું એક સાથે ગ્રહણ થાય છે તે વિરુદ્ધ નથી જ. પ્રશ્ન-૯૭૯ – એક સાથે અનેક ઉપયોગના નિષેધ દ્વારા શું કહેવા માંગો છો? ઉત્તર-૯૭૯ – કે આ રૂંધાવારાદિના ઉપયોગમાં એક સાથે અનેકાર્થગ્રહણ અમે અનુજ્ઞાત કરીએ છીએ. તે અનેકાર્થગ્રહણ પણ વાસ્તવમાં તો એકાWગ્રહણ જ છે. જે સામાન્ય રૂપથી છે. તાત્પર્યાર્થ-જે અનેકાર્થગ્રહણની અનુજ્ઞા છે તે સામાન્યરૂપને આશ્રયીને જ છે. વિશેષરૂપથી તો અનેકાર્થગ્રહણ નથી જ કારણ, એક કાળે એક જ વિશેષ ઉપયોગ હોય છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy