________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૫૫ પ્રશ્ન-૮૦૪ – “દહી ઉત્પન્ન થયું, વિષ જીવ્યું, કસુંબો નાશ પામ્યો' એમ અચેતન પદાર્થોમાં પણ જીવન-મરણાદિનો વ્યવહાર કરાય છે, તો ઉપર કહેલ હેતુથી વનસ્પતિ સચેતન છે એમ કેમ કહેવાય?
ઉત્તર-૮૦૪ – ઉપર કહેલા લિગો વનસ્પતિમાં દેખાય છે. તેથી મનુષ્યની જેમ તેમાં સાચો વ્યવહાર થાય છે, અને દહીં વિગેરે પદાર્થમાં તો પ્રતિનિયત કોઈક જ ઉત્પત્તિ આદિ વ્યવહાર થાય છે. અને તે પણ ઉપચારથી નહિ કે વાસ્તવિક એવો વ્યવહાર થાય છે. વળી, સ્પષ્ટ પ્રરોહિકા વગેરે વનસ્પતિ કીડા વગેરેની જેમ સ્પર્શ માત્રથી સંકોચાઈ જાય છે. લતાવેલ વગેરે સ્વરક્ષણ માટે વાડ-વૃક્ષ વગેરે ઉપર ચડે છે, શમી વગેરે મનુષ્યની જેમ નિદ્રાપ્રબોધ-સંકોચાદિ પામે છે. બકુલ-અશોક-કુરૂબક-વિરહક-ચંપક-તિલક વગેરે વૃક્ષો યોગ્યકાળ શબ્દ-રૂપ-ગલ્પ-રસ-સ્પર્શરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. કુષ્માંડી, બીજોરું વગેરે વનસ્પતિને દોહદ થાય છે. વગેરે લક્ષણથી વનસ્પતિ સજીવ છે.
વળી, દરેક વૃક્ષ-પરવાળા-સિંધવ-પત્થર વગેરે સ્વોત્પત્તિ સ્થાનમાં સચેતન છે. જેમ હરસ-મસાના માંસના અંકુરા ફરી ઉત્પન્ન થાય છે તેમ પરવાળાદિ પદાર્થો પણ છેદયા પછી પાછા ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૮૦૫ – પૃથ્વી આદિમાં સચેતનતા સિદ્ધ કરવાના બદલે પહેલાં વનસ્પતિમાં તે સિદ્ધ કરીને પછી પૃથ્વીમાં સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે?
ઉત્તર-૮૦૫ – વનસ્પતિ એ પૃથ્વીના વિકારભૂત હોવાથી તે પૃથ્વીભૂતમાં જ અંતર્ભત છે, વળી વનસ્પતિમાં ચૈતન્ય લક્ષણ સ્પષ્ટ જણાય છે. એવું પથ્થરાદિમાં જણાતું નથી, એટલે પ્રથમ વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કર્યું પછી પૃથ્વીમાં ચૈતન્ય સિદ્ધ કર્યું.
જલ-અગ્નિ-વાયુમાં ચૈતન્ય સિદ્ધિ
ભૂમિ ખનનથી સ્વાભાવિકપણે નીકળેલું પાણી દેડકાની જેમ સચેતન છે. અથવા આકાશમાંથી વરસાદાદિરૂપે સ્વાભાવિક રીતે પડતું પાણી મલ્યની જેમ સચિત્ત છે, અન્ય દ્વારા પ્રેર્યા વિના અનિયમિતપણે આજુ-બાજુ વહેતો વાયુ ગાયની જેમ સચેતન છે. તથા કાષ્ટ આહારથી વૃદ્ધિ અને વિકાર જણાતા હોવાથી અગ્નિ પણ મનુષ્યની જેમ સચેતન છે. આમ, અબ્રાદિના વિકારથી અલગ હોવા છતાં મૂર્ત અને જાતિવાળા હોવાથી પૃથ્વી આદિ ચારે ભૂતોનાં શરીર શસ્ત્રથી હણાયેલા ન હોય તો સજીવ અને હોય તો અજીવ-નિર્જીવ છે.
પ્રશ્ન-૮૦૬ – આ રીતે જો પૃથ્વી આદિ અનંતા જીવોથી લોક વ્યાપ્ત હોય, સંયમીઓને ખોરાક વગેરે લેવા પડે તેથી અહિંસાવ્રત કઈ રીતે પાળી શકાય?