SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૯ અભિમત છે એમ મુહપત્તિ, રજોહરણ આદિ ઉપકરણ શાસ્ત્રનુસારે સંયમોપકારી તરીકે જોડવાં. ત્યાં કલ્પાદિમાં કહ્યું છે – ઘાસ લઈનેઅગ્નિના સેવનનું નિવારણ કરવા, ધર્મધ્યાન માટે અને રોગી તથા મરણ પામેલાના ઉપકાર માટે વસ્ત્ર રાખવું જોઈએ, તે વસ્ત્ર આત્મપ્રમાણ લાંબુ તથા અઢી હાથ પહોળું હોવું જોઈએ. તેમાં બે વસ્ત્ર સુતરના તથા મુખ બાંધવા મુખવસ્ત્રિકા રાખવી. વસતિ પ્રમાર્જવા, કોઈ સ્થાનમાં કાંઈ લેતા-મૂકતા, રાત્રિમાં પાથરેલું વસ્ત્ર સંકોચાઈ જતાં, પ્રથમ પ્રમાર્જન કરવા તથા ચિહ્ન જણાવવા માટે રજોહરણ રાખવું. પ્રજનન-લિંગ વિકૃત હોય, અનાવૃત હોય, વાતિક હોય, મોટાપ્રમાણવાળું હોય તો લજ્જાથી ઢાંકવા માટે અને સ્ત્રીદર્શનમાં લિંગોદયના રક્ષણ માટે ચોલપટ્ટો છે. પાત્રક તથા માત્રક :- સંસક્તવસ્તુ-ગોરસ-દ્રાક્ષાદિપાનક-પાણીમાં રહેલા જીવોની પ્રાણરક્ષા માટે પાત્ર છે. કારણ કે પાત્રના અભાવે સંસક્ત ગોરસાદિ હાથમાં જ અનાભોગાદિ કારણથી ગ્રહણ કરેલા હોય તો શું કરવા ? તેમાં રહેલ જીવોની પ્રાણહાનિ જ થાય. પાત્ર હોય તો શાસ્ત્રોક્ત વિધિથી તેમને પરઠવી શકાય. એટલે પાત્ર હોવાથી તેમાં રહેલ જીવોની રક્ષા સિદ્ધ થાય છે. તથા પાત્રાભાવે પાણિપુટમાં જ ગ્રહણ કરેલ ઘી-ગોરસાદિ રસો જમીન પર ટપકતાં કુંથુકીડી વગેરેનો પ્રાણઘાત થાય. પણ જો પાત્ર હોય તો તેમ ન થાય અને જે ભાજન ધોવા વગેરેથી પશ્ચાત્કર્માદિ દોષો છે તેમના પરિવાર માટે જગદ્ગુરુ પાત્ર માને છે. વળી પાત્ર વડે રોગી આદિ મુનિ ઉપર ઉપકાર કરી શકાય, જેમકે ગૃહસ્થ પાસેથી પથ્ય વસ્તુ લાવી તેમને આપી શકાય. તથા તેના વડે આહાર-પાણી લાવી અન્ય સાધુઓને આપતાં તે પાત્ર દાનધર્મનું સાધન બને છે. આમ અનેક રીતે પાત્રક-માત્રક સંયમોપકારી છે. આ રીતે સર્વઉપધિ વિશે જાણવું. અને જે સામો રિપો વેરમાં ગા.૨૫૫૬ સુઈ યમરિ હિરં વગેરેથી સૂત્રમાં અપરિગ્રહતા કહી છે એવું તું માને છે ત્યાં પણ મૂચ્છ જ પરિગ્રહ તીર્થકરોને માન્ય છે, અન્ય નહિ. અને તે મૂચ્છ જેમ વસ્ત્રમાં ન કરવી તેમ સર્વે શરીર-આહારદિ દ્રવ્યોમાં ન કરવી, એ સૂત્રનો પરમાર્થ છે. નહિ કે તારો માન્ય સર્વથાવસ્ત્રપરિત્યાગ એટલે અપરિગ્રહતા. એ સૂત્રનો અભિપ્રાય છે. તેથી અજ્ઞાતસૂત્ર ભાવાર્થવાળો તું ફોગટ દુઃખી થાય છે. તમન્ના ૨ નિતી (ર૬) સર્વે તીર્થકરો નિરૂપણ ધૃતિ-સંઘયણવાળા, છદ્મસ્થાવસ્થામાં ચાર જ્ઞાનવાળા, અતિશયસત્ત્વથી યુક્ત, અછિદ્રપાણિપાત્ર, જીતેલા સમસ્તપરિષહવાળા છે તેથી વસ્ત્રાભાવે જે સંયમવિરાધનાદિ દોષો લાગે છે તે દોષોને તે વસ્ત્રપાત્ર વિનાના પણ પ્રાપ્ત કરતા નથી. એટલે વસ્ત્રાદિક તે તીર્થકરોનું સંયમનું સાધન નથી. એટલે, તેઓ વસ્ત્રાદિ ગ્રહણ કરતા નથી.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy