SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૧૦૧૭ જો તેઓ વસ્ત્રાદિનું ગ્રહણ કરતા નથી એમ કહો તો “સવ્વુવિ ઘૂમેળ નિળયા” એનો વિરોધ નહિ આવે ? ૧૯૦ ઉત્તર-૧૦૧૭ – જો કે તે વસ્ત્ર સંયમને ઉપકારી નથી તો પણ સવસ્ત્ર જ તીર્થ હોય છે. અને સવસ્ત્ર સાધુઓ જ તીર્થમાં ચિરકાળ થશે. એ અર્થના ઉપદેશ માટે ગ્રહણ કરેલા એકવસ્ત્રવાળા સર્વે તીર્થંકરો સંયમ લે છે. અને તે વસ્ત્ર ક્યાંક પડી જાય ત્યારે અચેલક થાય છે. હંમેશા નહિ. તેથી જિનેન્દ્રો અચેલકા એ એકાંતિક જે કહે છે તે તમારા અજ્ઞાનનું સૂચક છે. અર્થાત્ તીર્થંકરના દૃષ્ટાંતના આધારે અને જિનકલ્પિકના ઉદાહરણના આધારે તું અચેલકત્વ માને છે. આ બધું તારા દુર્બોધનો વિલાસ જ છે. કારણ કે તીર્થંકરો પણ પૂર્વોક્ત ન્યાયથી એકાન્તે અચેલક નથી, અને જિનકલ્પિક-સ્વયંબુદ્ધાદિ સર્વે કાળ એકાન્તે ઉપધિવાળા જ છે. એટલે જ “દુગ તિગ ચક્ક” વગેરે પૂર્વે તેમના ઉપકરણોનું પ્રમાણ પુરુષાપેક્ષાએ બહુભેદવાળું કહ્યું છે, સર્વથા નિરૂપકરણતા નહિ. તેથી જે તારા દ્વારા સર્વથા ઉપકરણ ત્યાગ કરાયો છે તે દૃષ્ટાંત કરેલા તીર્થંકરાદિમાં ય નથી દેખાતો. આ ફક્ત તારો જ કોઈ નવો માર્ગ છે. ય પ્રશ્ન-૧૦૧૮ વાંધો શું છે ? ઉત્તર-૧૦૧૮ २ए| } जारिसयं गुरुलिंगं सीसेण वि तारसयं होयव्वं । नहि होइ બુદ્ધસીસો સેયવડો નાહવળો વા । એમ કહેલું છે. તો તે વચનથી જ તારે પણ અરિહંતોના જેવું જ થવું જોઈએ. પરંતુ તીર્થંકરના ઉપદેશથી જ નિરૂપમધૃતિ-સંહનનાદિ અતિશયરહિત તું અચેલક-નગ્ન ન થા. જો તીર્થંકરોનો વેશ તેમના શિષ્ય હોવાના નાતે તને પ્રમાણ છે, તો તેમનો ઉપદેશ પણ તને પ્રમાણ જ હોય. ગુરુના ઉપદેશને ઓળંગીને વર્તતો શિષ્ય ઇષ્ટાર્થસાધક થાય નહિ અને પરમગુરુનો ઉપદેશ છે કે ઉક્ત અતિશય વગરનાએ અચેલક ન જ થવું. તો તું શા માટે આ રીતે ગુરુઉપદેશથી બાહ્ય નગ્નતાથી પોતાને છેતરે છે. જેમ ગુરુનો ઉપદેશ કરવો તેમ તેમના વેશ-ચરિત્ર પણ અવશ્ય પ્રશ્ન-૧૦૧૯ આચરવા જોઈએ ? — - અરિહંતો જે કારણથી અચેલક છે તે કારણથી અચેલત્વ માનવામાં - ઉત્તર-૧૦૧૯ – તે યોગ્ય નથી, તેમના ઉપદેશનું અનુષ્ઠાન જ કાર્યસાધક છે. જેમ રોગી વૈદ્યના ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે તે કરવામાત્રથી જ રોગ દૂર થાય છે. એ એનો વેશ કરતો નથી. કે તેનું ચરિત્રપણ આચરતો નથી. કદાચ એ કરે તો પણ એ સાજો થતો નથી ઉલટાનો
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy