________________
ગુજરાતી પ્રશ્નોત્તર
છેવટે નરકનું દુ:ખ મળે છે. તથા અપથ્ય આહારના ત્યાગથી જેમ અનુક્રમે આરોગ્ય મળે છે તેમ, પાપનો અપકર્ષ થવાથી સુખ વધે છે અને સ્વર્ગ મળે છે. તથા અપથ્ય આહારના સર્વથા ત્યાગથી પરમ આરોગ્ય મળે છે તેમ પાપના સર્વથા ક્ષયથી મોક્ષ મળે છે.
૭૫
(૩) બંને એક જ વસ્તુ છે :- જેમ હરતાલ અથવા ગળી વગેરે વર્ણોમાંથી કોઈ પણ બે વર્ણથી મિશ્ર જેમ એક જ વસ્તુ છે. અથવા મેચકમણિમાં અનેક વર્ણ છતાં જેમ એક જ વસ્તુ છે. અથવા ‘નરસિંહ’માં જુદી-જુદી આકૃતિ છતાં તે એક જ વ્યક્તિ છે તેમ પુણ્ય-પાપ પણ ઉભયમિશ્ર એક જ વસ્તુ છે.
(૪) બંને સ્વતંત્ર છે તથા (૫) જગત્ સ્વભાવી વિચિત્રતા છે :- એવા મતિઓને કહીએ છીએ કે સ્વભાવ એ કોઈ વસ્તુ છે ? નિષ્કારણતા છે કે વસ્તુનો ધર્મ છે ? જો તે વસ્તુ હોય તો ખપુષ્પની જેમ અનુપલબ્ધ હોવાથી તેનો અભાવ જ છે. અને સ્વભાવથી વિચિત્રતા માનવામાં તો આગળ કહેવાનારા દોષો આવશે. અત્યંત અનુપલબ્ધ છતાં એ સ્વભાવ છે અને કર્મ નથી, એમ શા માટે ? સ્વભાવના સત્ત્વમાં જે હેતુ છે તે જ કર્મના સત્ત્વમાં પણ છે તો સ્વભાવને કર્મ કહેવામાં શું દોષ છે ? વળી તે સ્વભાવ પ્રતિનિયત આકારવાળો હોવાથી કર્તા ન થઈ શકે. સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત છે ? જો મૂર્ત હોય તો કર્મ અને સ્વભાવ માત્ર નામથી જ અલગ છે. અને અમૂર્ત માનો તો તે કર્તા ન થઈ શકે.
જેમ આકાશ અમૂર્ત હોવાથી શરીરને કરનાર નથી, તે રીતે સ્વભાવ પણ અમૂર્ત છે માટે કર્તા ન થઈ શકે. હવે જો સ્વભાવ તે નિષ્કારણતા છે એમ કહીએ તો ગધેડાના શીંગડા નિષ્કારણ જ છે, માટે તે પણ હોવા જોઈએ, સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ કહીએ તો યોગ્ય છે, કેમકે તે જીવ અને કર્મનો પરિણામ થાય છે. અને પુણ્ય-પાપના નામથી કારણકાર્યથી અનુમેય છે. વળી એ જ કર્મ શરીરાદિ અને ક્રિયાઓનાં શુભાશુભ રૂપે હેતુ છે, માટે સ્વભાવથી જ ભિન્ન જાતિવાળા તે પુણ્ય-પાપ છે એમ સ્વીકાર.
પુણ્ય-પાપના કાર્યભૂત સુખ-દુઃખ એક સાથે અનુભવાતા નથી. એ રીતે બંનેના કાર્યો જુદા-જુદા જણાય છે. માટે તેના કારણભૂત પુણ્ય-પાપ જુદા જુદા - સ્વતંત્ર છે એમ કેટલાક માને છે તે અનુમાનથી સિદ્ધ થાય છે.
આમ, પુણ્ય-પાપ સંબંધી પાંચ પ્રકારના ભિન્ન-ભિન્ન અભિપ્રાયોમાંનો ચોથો સ્વતંત્રતાવાળો અભિપ્રાય જ ગ્રાહ્ય છે. બાકી અયોગ્ય હોવાથી ત્યાજ્ય છે.
અન્ય રીતે પુણ્ય-પાપની સિદ્ધિ :
જેમ ઘટરૂપ કાર્યના અનુરૂપ પરમાણુઓ તેનું કારણ છે. તેમ સુખ-દુ:ખ કાર્ય હોવાથી અવશ્ય તેને અનુરૂપ કારણ હોવું જોઈએ તે કારણ જ પુણ્ય-પાપ છે.