SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ નિરન્વયવિનાશમાં ઘટથી પટની જેમ ઉત્તરક્ષણથી સર્વથા અન્ય જ પૂર્વક્ષણ છે અને તેનાથી અન્ય ઉત્તરક્ષણ છે એટલે સર્વથા અન્ય પૂર્વક્ષણના નાશમાં તેનાથી સર્વથા અન્ય ઉત્તરક્ષણ જો સમાન માનો તો ત્રૈલોકય પણ તેના સમાન થાઓ. અનન્વયિત્વ હોવાથી અન્યત્વ સર્વત્ર સમાન છે. ૧૫૮ પ્રશ્ન-૯૬૨ – તે ત્રૈલોક્ય પ્રસ્તુત પૂર્વક્ષણની સાથે દેશાદિથી વ્યવહિત હોવાથી અસંબદ્ધ છે એટલે તેના સમાન નથી, ઉત્તરક્ષણ તો તેના સાથે સંબદ્ધ હોવાથી તેના સદેશ છે ને એટલે તેની સમાનતા થાય તો શું હરકત છે ? ઉત્તર-૯૬૨ – તે પૂર્વ-ઉત્તરક્ષણોનો સંબંધ પૂર્વક્ષણના સર્વથા વિનાશમાં ક્યાં રહ્યો ? તે સંબંધ માનવામાં અન્ય સંબંધ અયોગથી અન્વય માનવાની તમારે આપત્તિ આવશે અને કાંઈક ધ્રુવપણું પણ થશે ? અથવા તમને પૂછીએ છીએ સર્વ વસ્તુક્ષણિક છે એવું ક્યાંથી જાણ્યું એ જણાવો. જો કહેશો કે શ્રુતમાંથી તો તે શ્રુતની અર્થવિજ્ઞાન-અસંખ્યેય સમયો સુધી ચિત્તના અવસ્થાનમાં જ “સર્વ ક્ષણિકમ્” એ વિજ્ઞાનો પ્રયોગ ઘટે નહિ કે પ્રતિસમય નાશમાં, કારણ કે પદ સાવયવ છે તેના સંબંધિ એક એક અક્ષર અસંખ્યાત સમયે રચાય છે તે અક્ષરો સંખ્યાત ભેગા થતાં પદ બને છે. સંખ્યાત પદોથી વાક્ય બને છે. અને તદર્થ-વાક્યાર્થ ગ્રહણ પરિણામથી સર્વક્ષણભંગજ્ઞાન થાય તે ઉત્પત્તિના સમયે જ નષ્ટ થયેલા મનનું ઘટતું જ નથી. ક્ષણ ભંગવાદ માનતાં તૃપ્તિ માર્ગગમનાદિપ્રવૃતને ખેદ-શ્રમ, ક્લમ-ગ્લાનિ, સાધર્મવૈધર્મ, પ્રત્યયાદિ-સ્વનિહિત પ્રત્યનુમાર્ગ-અસ્મરણાદિ, અધ્યવસાય, ધ્યાન, ભાવના આ બધાં ઉત્પત્તિ પછી તરત જ વસ્તુના સર્વનાશને માનવામાં કઈ રીતે ઘટે ? કોળિયે-કોળિયે ખાનારાં દેવદત્ત ક્ષણિક હોવાથી અન્ય-અન્ય છે. અને ભોજનક્રિયાના અંતે તે ભોક્તા પણ સર્વથા નથી, ભૂજિક્રિયાવિશેષણના અભાવે તેનાથી વિશિષ્ટ દેવદત્તનો પણ સર્વથા ઉચ્છેદ થઈ જશે. તેથી એક અંતિમ કોળિયો નાખવામાં તૃપ્તિ કેવી ? અને ભોક્તાના અભાવે એ તૃપ્તિ કોને થશે ? આ રીતે જનારાદિ વગેરેનો પણ શ્રમાદિ અભાવ સ્વબુદ્ધિથી વિચારવો એમ સમસ્ત લોક વ્યવહારના વિનાશની આપત્તિ છે. પ્રશ્ન-૯૬૩ · જે કારણથી પ્રતિગ્રાસ અન્ય-અન્ય ભોક્તા અને અપર-અપર તૃપ્તિમાત્રા થાય છે એથી જ તૃપ્તિ અને તૃપ્તનો પ્રતિક્ષણ વિનાશ અમે માનીએ છીએ વિશેષણ ભેદે વિશેષ્યનો પણ અવશ્ય ભેદ છે.'નહિ તો વિશેષણભેદ પણ અયોગ્ય થઈ જાય, ન ઘટે. અને પ્રતિક્ષણ વિનાશીત્વમાં તૃપ્તિ આદિનો અયોગ અમે કહેલો જ છે ને ? પણ તે બરાબર નથી કારણ કે, આ રીતે પ્રતિક્ષણ વિનાશિત્વમાં સર્વ તૃપ્તિ-શ્રમ-ક્લમાદિ લોકવ્યવહારથી સિદ્ધ છે. અર્થાત્-તૃપ્તિઆદિ વાસના વાસિત પૂર્વ-પૂર્વ ક્ષણથી ઉત્તરોત્તર ક્ષણ ત્યાં સુધી ઉત્પન્ન થાય છે
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy