SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ જ કરણ મનાયું છે. દા.ત. દ્રવ્યસ્ય વેર દ્રવ્ય વા વારાં દ્રવ્ય વાર તદ્વયતિરિક્ત દ્રવ્યકરણ ૨ પ્રકારે (૧) સંજ્ઞાકરણ (૨) નોસંજ્ઞાકરણ (૧) સંજ્ઞાકરણ :- પેલુકરણાદિ બહુભેટવાળું છે લાટદેશમાં રૂની પૂણિ પ્રસિદ્ધ છે તે જ મહારાષ્ટ્રમાં પેલુ કહેવાય છે. તેનુ કરણ વંશાદિમથી શલાકા પેલુકરણ-કટકરણ, વાર્તાકરણ કાંડકરણ વગેરે એમ અન્ય પણ લોકપ્રસિદ્ધ-લોકસંજ્ઞાવિશિષ્ટ કરણ સંજ્ઞાકરણ જાણવું. પ્રશ્ન-૧૧૪૨ – સંજ્ઞા એટલે નામ, તેથી સંજ્ઞાકરણ અને નામકરણમાં તફાવત શું છે? બંને એક જ છે ને? ઉત્તર-૧૧૪૨ – ના એ બરાબર નથી. કારણ કરણ એવા ત્રણ અક્ષરરૂપ અભિધાન માત્ર જ નામ છે. દ્રવ્ય નથી. અથવા જે કરણાર્થ વિકલ વસ્તુમાં સંકેત માત્રથી કરણ એવું નામ કરાય તે નામકરણ, અને સંજ્ઞાકરણ તો પેલુકરણાદિક પૂણીવાળવાની શલાકાદિ દ્રવ્ય છે, તે તે પૂણિકાકરણરૂપથી જે દ્રવણ ગમન તસ્વભાવ કહેવાય છે. કારણ કે તે પેલુકરણાદિ દ્રવ્ય કરણશબ્દાર્થ રહિત નથી. તે પૂણિકાદિકરણ પરિણામ યુક્ત છે અને કરણ અભિયાન માત્ર રૂપ શબ્દ નથી. આટલો નામ કરણ-સંજ્ઞાકરણમાં ભેદ છે. પ્રશ્ન-૧૧૪૩ – જો કરણશબ્દાર્થરહિત સંજ્ઞાકરણ ન હોય તો એ દ્રવ્યકરણ શેનાથી? એ દ્રવ્યવિચારમાં કેમ કહેવાય છે? એ ભાવકરણ જ થાય ને? ઉત્તર-૧૧૪૩- ના કહેવાય, કારણ કે પેલુકરણાદિ સંજ્ઞાકરણથી પૂર્ણિકાદિ દ્રવ્ય કરાય છે. એટલે દ્રવ્યનું કરણ દ્રવ્યકરણ એ વ્યુત્પત્તિને આશ્રયીને એ દ્રવ્યકરણ કહેવાય છે. (૨) નોસંજ્ઞાકરણ :- પ્રયોગથી-વિગ્નસાથી-અરૂઢ-અપ્રસિદ્ધકરણસંજ્ઞા-નોસંજ્ઞાકરણ તે કરણ લક્ષણ ક્રિયાથી છે. અર્થાત-જો કે શરીર-વાદળ-ઇન્દ્રધનુઆદિમાં કરણ સંજ્ઞા નથી તો પણ પ્રયોગ વિશ્રસા જનિત કરણક્રિયા છે એટલે તે અપેક્ષાએ એમનું કરણત્વ વિરોધિ નથી. અજીવદ્રવ્યોનું વિગ્નસાકરણ આદિ અને અનાદિ હોય છે. ત્યાં ધમ-ધમ-કાશાસ્તિકાયનું સંઘાતના કરણપ્રદેશોનું પરસ્પર સંમતિ-અવસ્થાનરૂપ કરણ અનાદિરૂપ જાણવું. પ્રશ્ન-૧૧૪૪– વસ્તુની કૃતિ-નિવૃતિ કરણ કહેવાય છે. તે ઘટ-અટક-કટાદિત સાદિ જ હોય છે તેથી જો તમે તે કરણ અનાદિ કહો તો મારી મા વાંજણી છે એની જેમ સર્વથા વિરુદ્ધ થાય છે? ઉત્તર-૧૧૪૪ – ના, કારણ કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશોનું પસ્પરર જે સમ્યગાધાનઅનાદિકાળથી સંહતિ-અવસ્થાન છે, તે ઘાતુઓ અને કાર્ય હોવાથી અહીં કરણ તરીકે માન્ય
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy