SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૫૭ પણ અનુપયુક્ત તે તારા મતે નથી, એટલે તેના વિના એક પણ દર્શનાદિ રહિત હોય તે સાધુ કઈ રીતે થાય ? અને લોકમાં ને શાસ્ત્રમાં એ સર્વદા સાધુ કહેવાય છે. તેથી ક્રમઉપયોગમાં આ દુષણ પણ નથી. તથા જ્ઞાન અને દર્શનનો શાસ્ત્રમાં અંતર્મુહૂર્ત ઉપયોગ જ કહ્યો છે તેના પછી તારા મતે જ્ઞાન કે દર્શન નથી. એટલે જ્ઞાન-દર્શનોનો જે સાધિક છાસઠ સાગરોપમ આદિ દીર્ઘ સ્થિતિકાળ શાસ્ત્રમાં કહ્યો છે. તે વિસંવાદ થાય છે. અને જે ચતુર્ગાની અને ત્રિદર્શની છદ્મસ્થ ગૌતમાદિ પ્રસિદ્ધ છે, તે પણ તારા મતે તેવા સર્વદા ન થાય. એકવાર એક ઉપયોગના સંભવથી અને અનુપયોગવાનના અસત્ત્વથી... પ્રશ્ન-૧૧૨૨– ભગ૦ ૧૮શ ૧૧. માં કહ્યું છે જોવનિ મા રેવનોવોr હિં પદમા મદમાં ? જોય પઢમા નો ૩પમ ત્તિ / અહીં જે જે ભાવથી પૂર્વે ન હતો અને અત્યારે થયો તે તે ભાવથી પ્રથમ કહેવાય છે, તેથી કેવલીઓ કેવલોપયોગથી પ્રથમ છે. અર્થાત્ કેવલજ્ઞાન-દર્શનનો ઉપયોગથી કેવલીઓ પ્રથમ છે. અપ્રથમ નથી. તે અપ્રાપ્તપૂર્વ છે. અને પ્રામનો ફરી ધ્વસાભાવ છે. તેથી તેમનો સદૈવ ઉભય ઉપયોગ જણાય છે. જો ક્રમોપયોગ હોય તો થઈ થઈને નષ્ટ થાય અને ફરી ફરી ઉત્પન્ન થવાથી કેવલોપયોગથી તે અપ્રથમ પણ થાય ને? ઉત્તર-૧૧૨૨ – જો વનવગોગે એમ અહીં ઉપયોગ ગ્રહણથી કેવલીનો ઉપયોગકેવલોપયોગ એવા સમાસથી આવેલ કેવલજ્ઞાન-દર્શનનું ગ્રહણ મનાય તો તે અનર્થાન્તરતા છે. કેવલ-જ્ઞાન-દર્શન એક ઉપયોગથી અભિન્ન હોવાથી પરસ્પર અનર્થાન્તર-અભિન્ન છે. જ્ઞાન અને દર્શન એક જ વસ્તુ થાય છે. પ્રશ્ન-૧૧૨૩ – ભલે એમ થાય એમ છતાં વેવનોવોનેvi થી સૂત્રમાં શું દોષ થાય? કાંઈ નહિ અમારા માટે સિદ્ધસાધન છે. ઉત્તર-૧૧૨૩– જો દોષ જાણવામાં તને કુતૂહલ છે તો સાંભળ-આ સૂત્રમાં તે બે કેવલનું ગ્રહણ કરતે છતે શું ફળ સિદ્ધ થાય છે ? પ્રશ્ન-૧૧૨૪ – તે બંને કેવલ જ્ઞાન-દર્શનની પરસ્પર અનર્થાન્તરતા ઉપદેશાર્થ જ છે, તથા કેવલ વસ્તુના કેવલજ્ઞાન-દર્શન પર્યાયધ્વનિઓથી વિશેષણાર્થે જ આ છે. આ ફક્ત હું જ નથી કહેતો પરંતુ એક વસ્તુના અનેક પર્યાયધ્વનિઓ દ્વારા વિશેષણાર્થે શાસ્ત્રમાં પણ અનેક સૂત્રો છે. જેમ કે તે સિદ્ધાંત સૂત્રોમાં તે એક જ મુક્તાત્મા સિદ્ધ-અકાયિક-નોસંયતાદિ પર્યાયોથી વિશેષ થાય છે, તેમ અહીં પણ એક જ ક્ષાયિકજ્ઞાન વસ્તુ કેવલજ્ઞાન-દર્શન ધ્વનિઓથી જણાવાય છે એમ અન્ય સર્વે પુરંદર-પટ-વૃક્ષાદિ વસ્તુઓ પોતપોતાના પર્યાય શબ્દો દ્વારા શાસ્ત્ર અને લોકમાં જણાવાય જ છે એમાં પ્રદેષ કેવો? ભાગ-૨/૧૮
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy