SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૫૯ બંને કેવલિના પહેલા બતાવ્યા જ છે. તે બંનેને ય વિશેષથી નિર્ધારકરીને બતાવ્યા હોવાથી હવે કયો બીજો છદ્મસ્થ કેવલી છે જે પરમાણુ પુદ્ગલને દેખે કે જે છબસ્થ કેવલીનું આ તારી કલ્પનાની ભગવતીમાં ગ્રહણ થાય ? વળી, આગમમાં બીજા સ્થાને પણ છદ્મસ્થાદિ પછી કેવળીનો નિર્દેશ કર્યો છે. પણ ઈવ આદિનો લોપ કરી કેવળીનો છદ્મસ્થ અર્થ નથી કર્યો. ભ૦ શ૦૧ ઉ૦૪માં પણ છદ્મસ્થાદિને નિષેધી પછી કેવળી ત્રણે કાળમાં સિદ્ધ થયા છે, થાય છે, થશે. એમ કહ્યું છે. “છસમર્થે અંતે ! મપૂસે તીયમઇત્યાદિ સૂત્ર મુજબ આ વાત જો છબસ્થ સંબંધી હોય તો પ્રથમ કહેલ છબસ્થની જેમ એને કેવળ સંવરાદિ વડે સિદ્ધિ ન થાય. આમ, સિદ્ધાંતમાં છદ્મસ્થાદિ પછી જે કેવળી કહ્યા છે તે નિરૂપચરિત જ કહ્યા છે. જો એમ ન હોય તો મોક્ષગમન ન ઘટે. તથા સર્વજ્ઞભાષિત સર્વ સૂત્રમાં એક ઉપયોગ છૂટ રીતે કહેલો છતાં “આ સૂત્ર અન્યદર્શની સંબંધી વક્તવ્યતા માટે છે” એમ કઈ રીતે કહેવાય ? વળી દરેક સૂત્રમાં બે નહિ માત્ર એક જ ઉપયોગનું જણાવ્યું છે. જો બે ઉપયોગ કેવળીને એક કાળે હોય તો એવું બતાવનાર એક સૂત્ર હોત જ. પણ એવું જણાતું નથી. પ્રશ્ન-૧૧૨૬ – તો એવું સમજો ને કે એ સૂત્ર છવસ્થ જીવોની અપેક્ષાએ છે કેવલી સંબંધી નથી? ઉત્તર-૧૧૨૬– ન સમજાય, કેમકે સર્વજીવોની સંખ્યાનો અધિકાર છે, જો એમ ન હોય તો અલ્પબદુત્વ-વક્તવ્યતાવાળા સર્વ પદોમાં સિદ્ધને અલગ કરીને માત્ર જો અહીં તેનું ગ્રહણ ન કર્યું હોય તો બતાવો. અથવા જીવાભિગમમાં એ અલ્પબહુત કહેલું જ છે. સિદ્ધ અને અસિદ્ધાદિ જીવો બે પ્રકારે છે, જેમકે તેની ગાથા-સિદ્ધ-અસિદ્ધ, સેન્દ્રિય-અનિન્દ્રિય, કાયઅકાય વગેરે સર્વજીવ આશ્રયીને સૂત્ર કહેલું છે. તથા જ્ઞાન-અજ્ઞાન અને દર્શનનો ઉપયોગકાળ બધે જ અંતર્મુહૂર્તનો કહ્યો છે. તેથી પણ ઉભય ઉપયોગ ઘટતો નથી. એકાંતર ઉપયોગ માનવામાં અમારો જડ આગ્રહ નથી પણ જિનેશ્વરના મતને વિપરિત કરવા અમે શક્તિવાનું નથી. પ્રશ્ન-૧૧૨૭ – અન્યોન્ય આવરણ અને અકારણતા પણ નથી તો કેવી રીતે તેને આવરણ છે? ઉત્તર-૧૧૨૭ – જિનેશ્વરને એકાંતર ઉપયોગમાં સ્વભાવ જ આવરણરૂપ છે. એટલે સ્વભાવથી જ યુગપત્ ઉપયોગ ન પ્રવર્તે ક્રમસર જ પ્રવર્તે. પ્રશ્ન-૧૧૨૮– સૂત્રમાં કહ્યું છે. “ત્યાં જઈને સિદ્ધિ પામે છે” તો કર્મ રહિતને કાંઈક ન્યૂન સાત રાજ સુધી ગમન કઈ રીતે સંભવે? ભાગ-૨/૧૯
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy