SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૩ ગુજરાતી પ્રશ્નોત્તર સર્વવિરતિ :- સામાયિક-સમ-રાગદ્વેષરહિત મધ્યસ્થ અર્થાત્ એકાન્ત પ્રશનગમન સામાયિક-સમ્યગૂ-અય-સમય, સમ્યગૂ દયાપૂર્વક જીવોમાં વિષયમાં ગમન, સમ્યગ્વાદસમ્ય-રાગ દ્વેષવિરહ, તત્રધાનવાદ સમ્યગ્વાદ રાગદ્વેષવિરહથી યથાવત્ બોલવું, સમાસસં-પ્રશંસા આસ-ક્ષેપણમાં, શોભન અસણ સંસારથી બહાર જીવ કે કર્મનું પણ સમાસ અથવા સમ્યગાસ અથવા રાગદ્વેષ રહિત સમનો આસ, સંક્ષેપ-મહાર્થ છતાં અલ્પઅક્ષરવાળું સામાયિક, અનવદ્ય-પાપ નથી જેમાં, પરિજ્ઞા-પરિત-સમૃતાત્ જ્ઞાન પાપપરિત્યાગથી પરિજ્ઞા, પ્રત્યાખ્યાન-છોડવાયોગ્ય વસ્તુ પ્રતિ આખ્યાન ગુરુ સાક્ષીએ નિવૃત્તિકથન. આ આઠ સામાયિકના પર્યાયો છે. (૧) સામાયિક અર્થના અનુષ્ઠાન ઉપર દમદંત મહર્ષિ, (૨) સામાયિક અનુષ્ઠાન મેતાર્ય, (૩) સમ્યગ્વાદ-કાલભાચાર્ય પૃચ્છા, (૪) સમાસ-ચિલાતીપુત્ર (૫) સંક્ષેપ-આત્રેય તથા કપિલમુનિ (૬) અનવદ્ય-ધર્મરૂચિ (૭) પરિજ્ઞા-ઇલાપુત્ર (2) પ્રત્યાખ્યાન-તેતલિપુત્રના ઉદાહરણો જાણવા. (વિસ્તૃત દષ્ટાંતો મૂળ આવશ્યકમાં નિ. (૧૫૯-૧૬૧) ઉપોદ્દાત દ્વાર (ગા.૧૪૮૪-૨૮૦૦) સમાપ્ત સૂત્રસ્પર્શિક નિયુક્તિ :પ્રશ્ન-૧૦૫૭ – સૂત્ર સ્પર્શિક નિયુક્તિથી સૂત્ર સ્પર્શાય છે તે કેવી રીતે થાય છે? ઉત્તર-૧૦૫૭ – “મિ ભંતે ! સીમાડ્ય” સૂત્ર, સૂત્રાનુગમ એના વ્યાખ્યાનરૂપ પ્રક્રાંત થયે છતે થાય છે. તે નમસ્કાર પૂર્વક જ કહેવાય છે. કારણ કે, નમસ્કાર સર્વશ્રુતસ્કંધાન્તર્ગત પૂર્વે અહીં જ બતાવેલો છે. તેથી, નમસ્કારની વ્યાખ્યા કરીને પછી સામાયિક સૂત્ર કહેવાશે. અહીં સામાયિકની આદિમાં નમસ્કાર કહ્યો છે, તેને ઉપોદ્દાત નિયુક્તિરૂપ શાસ્ત્રનું અંતિમ મંગળ કહે છે. પણ સૂત્રની આદિમાં નમસ્કાર છે એમ માનતા નથી. કારણ કે શાસ્ત્રની આદિમાં – મધ્યમાં અને અંતમાં એમ ત્રણ મંગળ કરવા જોઈએ. તેમાં પ્રથમ ઉપોદ્દાતનિર્યુક્તિની આદિમાં મંદિરૂપ મંગળ છે, મધ્યમાં જિનેશ્વર તથા ગણધરની ઉત્પત્તિ આદિ ગુણકીર્તનરૂપ મંગળ છે. અને અંતમાં આ નમસ્કારરૂપ મંગળ છે. એવું કોઈ કહેતો બરાબર નથી, કેમકે શાસ્ત્રનું જે અંત્યમંગળ છે તે મંગળ તો ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીએ છ અધ્યયનરૂપ સમગ્ર આવશ્યકના અંતે પ્રત્યાખ્યાનરૂપે કહેલ છે, પ્રત્યાખ્યાન તે તપ છે, તપ એ ધર્મ છે અને “ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ છે.” માટે આ નમસ્કારરૂપ મંગળ તે સામાયિકની આદિમાં પ્રસ્તુત હોવાથી કહી શકાય નહિ.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy