SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૫૯ (૩) સ્વભાવને વસ્તુનો ધર્મ માનવાથી પણ તે હંમેશા સદેશરૂપે નહિ ઘટે. કારણ કે ઉત્પત્તિ-સ્થિતિ અને નાશરૂપ વિવિધ પ્રકારના વસ્તુ પર્યાયો હોય છે તે હંમેશ સદશરૂપે હોતા નથી. કેમકે નીલાદિ વસ્તુના ધર્મોની અન્ય-અન્યરૂપે પરિણતિ પ્રત્યક્ષ જણાય છે. વળી, જો એ વસ્તુધર્મ હોય તો તે આત્માનો ધર્મ છે કે પુદ્ગલનો? જો આત્માનો ધર્મ હોય તો અમૂર્ત હોવાથી શરીર વગેરેનું કારણ ન બને. જો તે પુગલનો ધર્મ હોય તો તે કર્મ જ છે. કેમકે કર્મ એ પુદ્ગલાસ્તિકાયનો જ ધર્મ છે. એ વસ્તુ ધર્મરૂપ સ્વભાવ પુદ્ગલમય કર્મના પરિણામરૂપ ધર્મ છે અને એ ધર્મ હેતુની વિચિત્રતાથી જગત વૈચિત્રમાં કારણ છે. એટલે તેનાથી પરભવમાં વિચિત્રતા પણ થાય છે માત્ર સાદશ્યતા જ થાય એવું નથી. જગતમાં રહેલ સર્વ ઘટ-પટાદિ વસ્તુ કેટલીક સમાનઅસમાન પર્યાયો વડે પ્રતિસમય ઉત્પન્ન થાય છે. કેટલીક નાશ પામે છે તો કેટલીક અવસ્થિત રહે છે. આથી એક જ ભવવતુ પૂર્વ પૂર્વ ધર્મો વડે ઉત્તરોત્તર ધર્મની સાથે સરખી નથી. સામાન્ય ધર્મોથી તો સર્વવસ્તુ સમાન છે. અથવા કોઈ પદાર્થ બીજા પદાર્થ સાથે કે પોતાની સાથે આ ભવમાં પણ સમાન-અસમાન હોય છે, તો પરભવમાં પણ તેમ કેમ ન હોય એટલે પરભવમાં સમાન જ હોય એવું કઈ રીતે કહેવાય? વળી, સર્વ વસ્તુ નિત્યાનિત્યાદિ અનંતધર્માત્મક છે. જેમ કોઈ યુવાન પુરુષ આ ભવમાં પોતાના ભૂત-ભાવિ બાળવૃદ્ધાદિ પર્યાયો વડે સર્વથા પોતાના સમાન નથી. અને સત્તા વગેરે સામાન્ય પર્યાયથી સર્વ વસ્તુ સાથે સમાન છે. તેમ જીવ પણ પરલોકમાં સર્વની સાથે સમાન-અસમાનરૂપે છે. જેમકે – મરણ પામીને દેવ થયેલ મનુષ્ય અને આખું જગત સત્તા વગેરે પર્યાયોથી સમાન છે પણ દેવત્વ-મનુષ્યત્વાદિ પર્યાયોથી સમાન નથી. આમ, કોઈ પણ રીતે એકાંતે સદશતા ઘટતી નથી. વળી પદાર્થ માત્ર દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે. પ્રશ્ન-૮૧૨ – હું કાંઈ એકાંતે પરભવમાં સમાનતા કહેતો નથી. પણ સમાન જાતિના અન્વયે માત્રથી જ તેમ કહું છું એટલે કે પુરુષાદિ મરીને પુરુષાદિ જ થાય, પશુ આદિ મરીને પશુ આદિ જ થાય શું વાંધો છે? ઉત્તર-૮૧૨ – તારી વાત બરાબર નથી. કેમકે પુનર્જન્મ અથવા પરભવ કરેલા કર્મોને અનુસારે જ થાય છે, તે કર્મ મિથ્યાત્વાદિ વિચિત્ર હેતુથી થાય છે. તેથી કર્મ વડે થયેલ પરભવ પણ વિચિત્ર જ થવો સંભવે છે, સમાન જાતિનો અન્વય ત્યાં ઘટતો નથી. વળી સદશતાના પ્રહણથી સમાન જાતિમાં ઉત્કર્ષ-અપકર્ષ ઘટશે નહિ. કેમકે જે આ ભવમાં ધનવાન હોય તે પરભવમાં પણ ધનવાન થાય અને જે ગરીબ હોય તે ગરીબ થાય. એટલે આ ભવથી પરભવમાં કોઈપણ રીતે ઉત્કર્ષ-અપકર્ષ નહિ થાય.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy