SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પર શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ વત્તત્રં સિયા” એટલે શ્રુતપ્રમાણ ઈચ્છતા તારે એક ચરમપ્રદેશ જ જીવ તરીકે ન માનવો. દષ્ટાંત :- જેમ એક તંતુ આખા પટનો ઉપકારી થાય છે. કેમકે તેના વિના પટનો અસંભવ છે. પરંતુ તે એક તંતુ આખો પટ બનતું નથી, પણ તે તંતુઓ બધા એકઠા થયેલા સમસ્ત પટ થાય છે તેમ એક જીવપ્રદેશ જીવ થતો નથી પરંતુ સર્વે જીવ પ્રદેશો સમુદિત થયેલા જીવ છે. પ્રશ્ન-૯૫૫ – તમે આગળ (ગા.૨૩૩૫)માં કહ્યું ને કે નયનમતને ન જાણતા દૃષ્ટિવિપર્યાસ થયો તો આ ક્યા નયને માન્ય છે? ઉત્તર-૫૫ – એવભૂતનયનો આ મત છે કે- દેશ-પ્રદેશો વસ્તુથી ભિન્ન નથી. તેથી તે અવસ્તુરૂપ મનાય છે. એટલે દેશ-પ્રદેશ કલ્પના જીવ છે, ચરમ પ્રદેશમાત્ર નહિ. તે સ્વીકાર. હવે જો ગ્રામ બળ્યું પટ બળ્યો એ ન્યાયથી એક દેશમાં પણ સમસ્તવસ્તુના ઉપચારથી ચરમપ્રદેશ રૂપ દેશમાં પણ સમસ્ત જીવબુદ્ધિ પ્રવર્તે છે તો શેષ પ્રથમાદિ પ્રદેશ ઉપચારથી જીવ માન. ન્યાય બંનેમાં સમાન છે. અથવા એક જ ચરમપ્રદેશ જીવ થતો નથી પરંતુ દેશોન જીવમાં જ જીવોપચાર ઘટે છે. જેમ કેટલાક તખ્તઓથી ન્યૂન પટમાં પટોપચાર દેખાય છે નહિ કે માત્ર એક તંતુમાં એમ અહીં પણ સમજવું. ગુરુએ યુક્તિઓથી સમજાવવાં છતાં તિષ્યગુપ્ત ન માન્યો એટલે ગચ્છ બહાર કર્યો. એકલો વિચરતો આમલકલ્પાનગરીમાં આવ્યો. ત્યાં મિત્રશ્રીશ્રાવકે નિતવ જાણીને પ્રતિબોધ કરવા માટે જઈને નિમંત્રણ આપ્યું. મારા ઘરે પ્રસંગ છે ત્યાં પધારશો. ગયો. તેના સમક્ષ ભોજન-અન્ન-પાન-વ્યંજન-વસ્ત્રાદિના ઢગલા ખડક્યા. તેમાંથી સર્વ અન્ય અવયવો લઈને વહોરાવ્યા, બોલ્યો તે શ્રાવક ! તું આમ મારું અપમાન કરે છે. શ્રાવક-જો આ સત્ય નથી તો તે બોલેલું બધું જુદું છે. જો અંત્યાવયવો સમસ્ત અવયવીનું જે સાધ્ય છે તે કરતા નથી, એટલે એ તને માન્ય નથી-કૂર-પકવાન-વસ્ત્રાદિનો સિક્ય-સુકુમારિકાદિનો સૂક્ષ્મખંડ-તંતુ આદિ રૂપ ચરમાવયવ જો તને પરિષોતકર નથી તો સંવ્યવહારથી અતીત અંત્યાવયવમાં સમસ્તાવયવીનો ગ્રહ તમને શા માટે ? અંત્યતંતુ માત્ર પટ નથી, તે પટનું શીતરક્ષણાદિ કાર્ય કરતો નથી. જેમ ઘટ પટનું કાર્ય કરતો નથી, પટકાયંભાવે પણ જો તું તંતુને પટ માને તો એ પટ ઘટ કે ખપુષ્પ કેમ ન થાય. એ બધામાં પટકાર્યો કર્તવ્ય તો સરખું જ છે ને ? વળી, તારો અભિમત અવયવી ચરમાવયવમાં નથી. આ રીતે પ્રાપ્ત કરવાની વસ્તુ સંપૂર્ણ રીતે અનુપલબ્ધ-અપ્રાપ્ત થઈ જાય. અર્થાતુ કાંઈ પણ ન મળે, અને એવો વ્યવહાર પણ નથી કે એક છેડાના આધારે આખા પટની જેમ, કાંઈ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy