SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૭૧ શરીરનું સર્વશાટ કરે છે. પછી ક્ષુલ્લકભવ પર્યત મરેલો ફરીથી પરભવાદ્ય સમયે દારિકનો સર્વશાટ કરે છે. આમ, ઔદારિક શાટના અવાંતરમાં જઘન્યથી સમયોન ક્ષુલ્લકભવ પ્રાપ્ત થાય છે, ઉત્કૃષ્ટ પક્ષમાં પણ સંયમનુષ્ય કોઈ મરેલો દેવભવાઘ સમયે ઔદારિકનો સર્વશાટ કરી ૩૩ સાગરોપમ અનુભવી પૂર્વકોટિઆયુ મનુષ્યોમાં ઉત્પન્ન થઈ મરેલો જ્યારે ફરીથી પરભવાદ્ય સમયે ઔદારિકનો સર્વશાટ કરે છે, અને પૂર્વકોટિમાંથી ૧ સમય દેવાયુમાં નંખાય છે તે ઔદારિક શાટના અવાંતરમાં ઉત્કૃષ્ટથી સમયાનપૂર્વકોટયાધિક ૩૩ સાગરોપમ આવે છે એ કઈ રીતે સમજવું? ઉત્તર-૧૧૪૮ – સાચી વાત છે, પરંતુ અહીં ક્ષુલ્લકભવગ્રહણના પ્રથમ સમયે પરિપાટ મનાતો નથી. પરંતુ પૂર્વભવના ચરમસમયે વિગચ્છદ્ અવિગતમ્ એવો વ્યવહારનયમતને આશ્રયીને દેવભવના આધ સમયે પરિપાટ ન કરાય, પરંતુ સંયતના ચરમસમયે થાય છે. અહીં પણ વ્યવહારનયમતના આશ્રયથી થાય છે. આમ જઘન્ય અને ઉત્કૃષ્ટ પદો આદિમાં વ્યવહારનયમતાશ્રયી છે અને અંતે નિશ્ચયમતાશ્રયીને સર્વ ભાષ્યકારોક્ત અવિરુદ્ધ થાય છે એમ વૃદ્ધો કહે છે તત્ત્વ પરમગુરવ પત્ર વિન્તિ ! - વૈક્રિયનો જઘન્ય સંઘાતકાલ :- ૧ સમય, ઔદારિક શરીરી ઉત્તરવૈક્રિય લબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યોના વૈક્રિયકરણની શરૂઆતમાં પ્રથમ એક સમયે સંઘાત થાય છે તેની અપેક્ષાએ જાણવો અથવા દેવ-નારકોનો વૈક્રિયશરીરગ્રહણના પ્રારંભે ૧ સમયમાં સંઘાત થાય છે તેની અપેક્ષાએ વૈક્રિય સંઘાતનો જઘન્યકાળ એક સમયનો છે. વૈક્રિયનો ઉત્કૃષ્ટ સંઘાતકાળ -૨ સમય, જે ઔદારિકશરીરી ૧ સમય ઉત્તર વૈક્રિયશરીર કરીને મરેલો બીજા સમયે ઋજુગતિથી દેવોમાં જાય છે. ત્યાં પ્રથમ સમયે વૈક્રિય સંઘાત કરે છે તેનો એક વૈક્રિય સંઘાત સમય અહીંને ને બીજા દેવ સંબંધી એમ ઉત્કૃષ્ટથી બે સમયનો વૈક્રિય સંઘાતકાળ થાય. વૈક્રિયનો જઘન્ય-ઉત્કૃષ્ટ સંઘાત-પરિશીટ ઉભયકાળઃ- જઘન્યકાળ ૧ સમય છે. ૨ સમય વૈક્રિય કરીને મરેલાનો જાણવો. કોઈએ ઉત્તરવૈક્રિયશરીર આરંભ્ય તે ત્યાં પ્રથમ સમયે સંઘાત કરીને રજા સમયે સંઘાત-પરિશીટ ઉભય કરીને જ્યારે મરે ત્યારે સંઘાત-પરિપાટ ઉભયનો ૧ સમય જઘન્યકાળ થાય છે. ઉત્કૃષ્ટ-ઓળંગી ન શકાય એટલા અંતરના સાગરોપમ કે ૧ સંઘાત સમય ન્યૂન ૩૩ સાગરોપમ અનુત્તર-અપ્રતિષ્ઠાનમાં જાણવા-પરિશાસકાળ ૧ સમય. વૈક્રિય સંઘાતનો જઘન્ય અંતરકાળ - ૧ સમય, ઔદારિક શરીરી ૧ સમય ઉત્તર વૈક્રિય કરીને મરેલાનો બીજો સમય વિગ્રહમાં કરીને, ૩જા સમયે દેવલોકમાં વૈક્રિય શરીર સંઘાત
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy