SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ગુજરાતી પ્રશ્નોત્તર ન જોડપ સંવે, મહેરાવત, વિ-હિમવરક્રિયાવિત્, એટલે તારો આપેલો અનુભવસિદ્ધત્વ હેતુ અસિદ્ધ છે. માત્ર ઉપયોગમય જીવ-જે કોઈપણ સ્પર્શનાદિ ઇન્દ્રિયદેશથી કરણભૂતથી જે શીતોષ્ણાદિ અન્યતર વિષયમાં નું કારં ત જે કાળે ઉપયોગમાં હોય છે, સાવધાન હોય તે વિષયના ઉપયોગમય જ થાય છે-જયાં શીતાદિ અન્યતર અર્થમાં ઉપયોગવાળો તે વખતે તન્મય ઉપયોગ જ હોય છે. અન્ય ઉપયોગમાં હોતો નથી. ઉદાહરણ-જેમ ઇન્દ્રના ઉપયોગમાં વર્તમાન માણવક તન્મય ઉપયોગ જ હોય છે. ભાવાર્થ-એક કાળે એક જ અર્થે ઉપયુક્ત જીવ સંભવે અર્થાન્તરમાં નહિ. નહિ તો પૂર્વોક્ત સાંકર્યાદિ દોષ આવે તેથી યુગપત્ બે ક્રિયાનો ઉપયોગાનુભવ અસિદ્ધ જ છે. પ્રશ્ન-૯૭૨ – એક અર્થમાં ઉપયુક્ત અર્થાન્તરમાં ઉપયોગવાળો કેમ ન હોય? ઉત્તર-૯૭૨ – તે જીવ વિવક્ષિત ઉપયોગ માત્રમાં નિષ્ઠાપામેલી-ઉપયુક્ત શક્તિવાળો હોવાથી તેના સમકાળે જ અન્ય અર્થમાં ઉપયોગમાં કઈ રીતે જાય ? ન જાય, સાંર્યાદિ થાય. અને સર્વસ્વપ્રદેશો વડે એક અર્થમાં ઉપયુક્ત જીવ ક્યા ઉદ્ધરિત અંશથી અન્ય અર્થમાં ઉપયોગમાં જાય? એવો કોઈ અંશ જ નથી કે જેનાથી તેના સાથે જ અન્ય ઉપોયગમાં એ જાય. પ્રશ્ન-૯૭૩ – જો સમકાળે બેક્રિયાનો ઉપયોગ ન હોય તો હું કઈ રીતે સંવેદન કરું છું? ઉત્તર-૯૭૩ – સમયાવલિકાદિકાળ દ્વારા કરેલો વિભાગ સૂક્ષ્મ હોવાથી ભિન્નકાળે પ્રવૃત પણ બે ક્રિયાનું સંવેદન કમળ શત પત્રના વેધની જેમ તું એક સાથે પ્રવૃત્ત માને છે. ઉપરાઉપરી મુકેલા કમળના ૧૦૦ પાંદડા સૂતીક્ષ્ણ સોયથી છેક અને સમર્થ એવા વેધ કરનારા પુરુષ દ્વારા એક સમયે જ વિંધાતા નથી, પણ કાળભેદથી વિંધાય છે. ઉપર-ઉપરના ન વિંધાય તો નીચે-નીચેના નો વધ ઘટતો નથી. વિધનાર એક સાથે કરેલો જ વેધ માને છે. કારણ કે તે વેધન કાલભેદ સૂક્ષ્મ હોવાથી જોવું શક્ય બનતું નથી. અથવા પ્રસિદ્ધ અલાતચક્ર (ઊંબાડિયું) જુદા જુદા સમયે જુદી જુદી દિશાઓમાં ભમતું હોવાથી ભ્રમણ કાળભેદ સૂક્ષ્મ હોઈ દૂરવગમ હોવાથી નિરંતર ભ્રમણ જ જણાય છે. એમ અહીં પણ શીત-ઉષ્ણ ક્રિયાનુભવન કાલભેદ સૂક્ષ્મ હોવાથી દૂરવસેય હોવાથી એક સાથે તેનું તું અનુભવને માને છે. મન પણ શિર-પાદાદિ સ્પર્શનેન્દ્રિય દેશો અને અન્ય ઇન્દ્રિયો સાથે યુગપતુ જોડાતું નથી, પરંતુ ક્રમથી જ જોડાય છે. ફક્ત આશુચારી અને સૂક્ષ્મ હોવાથી તેનો ક્રમસંબંધ જણાતો નથી. જેમ-સુકી સાંગરી ખાવામાં બધા-સાંગરીમાં રહેલ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દની ઉપલબ્ધિ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy