SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૯૭ મહાવ્રતોમાં સર્વ દ્રવ્ય વિષયત્વ પ્રથમ પ્રાણાતિપાત વિમરણવ્રતમાં વિષયદ્વારથી વિચારતાં સર્વજીવો-ત્રસ-સ્થાવર-સૂક્ષ્મબાદરભેદવાળા વિષય તરીકે જાણવા. બીજા મૃષાવાદવિરમણમાં અને છેલ્લા પરિગ્રહ નિવૃત્તિરૂપ મહાવ્રતમાં સર્વદ્રવ્યો, વિષય તરીકે જાણવા. જેમકે-લોક પંચાસ્તિકાય આત્મક નથી. એ પ્રમાણે મૃષાવાદમાં સર્વદ્રવ્યોનો વિષય હોવાથી અને બીજુંવ્રત તેની નિવૃત્તિરૂપ હોવાથી તથા મૂર્છાદ્વારથી પરિગ્રહ પણ સર્વદ્રવ્યોનો વિષય છે તેથી તેની નિવૃત્તિરૂપ હોવાથી છેલ્લું વ્રત અશેષદ્રવ્ય વિષયક છે. શેષ મહાવ્રતો દ્રવ્યોના એકદેશથી જ હોય છે. ત્રીજું મહાવ્રત-ગ્રહણીય-ધારણીય દ્રવ્યથી અદત્તાદાન વિરતિરૂપ છે. ચોથું રૂપ-રૂપસહગત દ્રવ્ય સંબંધી અબ્રહ્મ વિરતિરૂપ છે. એનું છઠ્ઠું રાત્રિભોજન વિરમણસ્વરૂપ છે. એટલે એ બધા સર્વદ્રવ્યોના એકદેશ વિષયક છે. આ રીતે આ ચારિત્રસામાયિક સામાન્યથી સર્વદ્રવ્ય વિષય અને વ્રતવિભાગ વિશેષથી યથોક્તવિષયવાળું જાણવું. તથા શ્રુતસામાયિક પણ “સર્વદ્રવ્યસર્વપર્યાયેષુ શ્રુતમ્”થી સર્વદ્રવ્યવિષય જાણવું. દેશવિરતિ સામાયિક સર્વદ્રવ્યના એકદેશ વિષયવાળું માનવું. સમ્યક્ત્વ સામાયિક યથાવસ્થિત સમસ્ત વસ્તુ સમૂહની શ્રદ્ધારૂપ હોવાથી સર્વદ્રવ્ય વિષય જ જાણવું. એટલે ત્રણે સામાયિકો સમુદિત અને પ્રત્યેક સર્વદ્રવ્યવિષયવાળા છે તે સિદ્ધ છે, તે સિદ્ધ થતાં “તં વતુ ૫૦' સિદ્ધ છે. પ્રશ્ન-૧૦૩૧ – તે સામાયિક શું છે ? એમ જ્ઞેયત્વેથી પ્રસ્તુત છતાં અહીં વિષયચિન્તાનું શું પ્રયોજન છે ? ઉત્તર-૧૦૩૧ – તે વિષય પણ સામાયિકનો અંગભાવ થાય છે એટલે તે વિષયની અહીં પ્રરૂપણા કરી છે એટલે તે અપ્રસ્તુત નથી. દ્રવ્ય-પર્યાયાસ્તિકનય મતથી સામાયિકની વિચારણા આત્મા ગુણોથી પ્રતિપક્ષ દ્રવ્ય જ અર્થ છે જેનો, પર્યાયો નહિ. તે, દ્રવ્યાસ્તિકનયના મતે સામાયિક છે. અર્થાત્ ગુણો ઔપચારિક હોવાથી અસત્ જ છે કારણ કે દ્રવ્ય વિના તે પ્રાપ્ત થતા નથી. તેથી હલકો કરેલો ગુણ સમૂહવાળો જીવ જ મુખ્યવૃત્તિથી સામાયિક છે. પર્યાયો નહિ એમ દ્રવ્યાસ્તિકનય માને છે. પ્રશ્ન-૧૦૩૨ – જો રૂપાદિ ગુણો નથી તો લોકની દ્રવ્યમાં તેની પ્રતિપતિ શા માટે? ઉત્તર-૧૦૩૨ – એ પ્રતિપત્તિ ભ્રાંત જ છે. ચિત્રમાં જેમ ઊંચા-નીચા ભાગની પ્રતિપત્તિ થાય છે પણ વાસ્તવિક હોતી નથી. વાસ્તવિક રીતે દ્રવ્યમાં ગુણોની પ્રતિપત્તિ થતી નથી, એ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy