SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૮૫ ફર્યો. પરંતુ વસ્ત્રો છોડીને નીકળ્યો. બહારના ઉદ્યાનાં રહેલી તેની ઉતરા નામની બહેન વંદન માટે ગઈ, તેણે છોડેલા વસ્ત્રવાળા ભાઈને જોઈને સ્વયંપણ વસ્ત્રો છોડ્યા, પછી ભિક્ષા માટે નગરમાં પ્રવેશી ગણિકાએ જોઈ, આમ નગ્ન બિભત્સ એને જોઈને લોક અમારા ઉપર વિરાગ ન પામે એમ તે ન ઇચ્છતી છતાં તેણ વસ્ત્રો પહેરાવ્યા. નગરમાંથી પાછા ફરીને તેણે આ સર્વ વૃત્તાંત શિવભૂતિને જણાવ્યો એટલે નગ્ન સ્ત્રી નિતરાં બિભત્સ અને અતિ લજ્જનીય થાય છે એમ વિચારીને કહ્યું-ભલે એમ થાય. તારે આ વસ્ત્ર નહિ કાઢવું. કારણ કે દેવતાએ તને આપ્યું છે. કેટલાંક સમય પછી તેના બે શિષ્યો કૌડિન્ય-કોફ્ટવીર નામે થયા. એમના શિષ્ય-પ્રશિષ્યની પરંપરામાં ઉત્પન્ન થયેલો આ બોટિક સંપ્રદાય (દિગંબર) વૃદ્ધિ પામ્યો. યુક્તિ-પ્રયુક્તિઓ વસ્ત્રવિષયમાં વસ્ત્ર ધારણમાં ત્રણ નિમિત્તો પ્રશ્ન-૧૦૦૯ – જિત અચેલપરિષહ મુનિ આગમમાં કહ્યો છે. જિતાચલપરિષહત્વ ત્યક્તવસ્ત્રને જ થાય છે. તે કારણે લજ્જા, જુગુપ્સા તથા શીત-ઉષ્ણાદિ પરિષહના હેતુથી ત્રણ સ્થાનો દ્વારા જ વસ્ત્ર ધારણ આગમમાં અનુજ્ઞાત છે. એકાંતે નહિ. તથા આગમ વચન-તિદિ હાર્દિ વલ્થ રિજ્ઞા, હરિવત્તિયં, હુાંછીવત્તયં, પરીદવત્તિયં ત્યાં હું-લજ્જા કે સંયમ નિમિત્ત, જુગુપ્સા-લોકવિહિતનિંદા, પરિષહો-શત-ઉષ્ણ-દંશાદિ પ્રત્યય, તેથી ઉક્ત યુક્તિઓથી અચલતા જ કલ્યાણકારી છે. ઉત્તર-૧૦૦૯ – (૧) કષાયહેતુ પરિગ્રહનું નિવારણ - જે જે કષાયનો હેતુ તે તે તારે પરિગ્રહ તરીકે માન્ય હોય તે મુમુક્ષુએ છોડવો જ જોઈએ. એવો એકાંત છે તો તારો દેહ જ કષાયોત્પત્તિનો હેતુ છે એટલે પરિગ્રહ અને છોડવા તારા માટે તે યોગ્ય બને છે. એટલે અપરિગ્રહત્વ અને પરિગ્રહોની કથા-વાર્તા જ પૂરી થઈ ગઈ. માત્ર દેહ જ નહિ પણ જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે જેના તેના કષાયોનું કારણ ન થાય? આ રીતે શ્રુત-ચારિત્ર-ભેદથી ભિન્ન ધર્મપણ તારે ન ગ્રહણ કરવો કારણ કે તે પણ કોઈના કષાયનું કારણ છે. તેમનાથી પ્રણીત ધર્મ રહેવા દો પણ તે ત્રિભુવન બંધુ નિષ્કારણ વત્સલ જિનપણ કિલષ્ટ કર્મવાળા ગોશાળા-સંગમાદિના કષાયનું નિમિત્ત થયા. એમ તણીત ધર્મમાં તત્પર સાધુઓ, દ્વાદશાંગીરૂપ જિનમત આ બધું ભારેકર્મી, દુઃખરૂપદીર્ઘભવ ભ્રમણવાળા જિનશાસનના પ્રત્યનિકોને કષાયનિમિત્ત જ છે એટલે એ પણ અગ્રાહ્ય બને પણ એવું નથી. તેથી જે કષાય હેતુ ભૂત છે તે છોડવું એવો એકાન્ત નથી. પ્રશ્ન-૧૦૧૦ – તે દેહાદિ-જિનમત સુધીના પદાર્થો કષાયના હેતુઓ છતાં પરિગ્રહ નથી, કેમકે તે મોક્ષસાધનની બુદ્ધિથી ગ્રહણ કરેલા છે એટલે પરિગ્રહ કઈ રીતે કહેવાય?
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy