SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૧૦૧૦ – તો પછી વસ્ત્ર-પાત્રાદિક ઉપકરણ શુદ્ધ-એષણીય મોક્ષસાધનબુદ્ધિથી ગ્રહણ કરાતું કઈ રીતે પરિગ્રહ થાય? ન જ થાય. ન્યાય તો બંનેમાં સરખો જ છે. આ રીતે વસ્ત્રાદિ કષાય હેતુ હોવાથી અગ્રાહ્ય છે એ વાતનો નિરાસ કર્યો. (૨) મૂચ્છો , પરિગ્રહનું નિવારણ - જે મૂચ્છતુ તે પરિગ્રહ કહેવાય અને પરિગ્રહ હોવાથી તે ત્યાં હોય તો દેહ-આહારાદિકની મૂર્છાવાળા તારે તે પરિગ્રહ કેમ નહિ? છે જ. તેથી તે પણ પરિત્યાજ્ય છે અથવા કઈ રીતે મમત્વ-મૂચ્છરહિત હોવાથી અસંગ સાધુનો વસ્ત્રાદિક પરિગ્રહ તું ગણે છે. તેવા લોકોને તે ન જ હોય, મોક્ષાસાધની બુદ્ધિથી શરીરઆહારાદિમાં તારી મૂર્છા નથી. તો મોક્ષના સાધન તરીકે સમાન છતાં વસ્ત્રાદિમાં વળી તને કઈ મૂર્છા છે? જો પૂલ એવા બાહ્ય હોવાથી, ક્ષણમાત્રમાં જ અગ્નિ-ચોરાદિ ઉપદ્રવગમ્ય હોવાથી અને કેટલાક દિવસે સ્વયં જ વિનાશધર્મક હોવાથી શરીરથી નિતરાં નિઃસાર એવા વસ્ત્રાદિમાં તું મૂર્છા કરે છે તો નિશ્ચય શરીરમાં પણ વિશેષથી મૂચ્છ કરીશ. કારણ એ વેચાતું લઈ શકાતું નથી, એટલે જ વસ્ત્રાદિ અપેક્ષાએ દુર્લભ છે તથા તેની અપેક્ષાએ જ અંતરંગ છે, ઘણા દિન રહેવાવાળું છે, અને વિશેષતર કાર્ય સાધક હોવાથી વિશેષ કરીને શરીરમાં મૂચ્છ કરીશ. પ્રશ્ન-૧૦૧૧ – દેહાદિમાત્રમાં જે મૂચ્છે છે તે સ્વલ્પ જ છે અને વસ્ત્રાદિગ્રન્થની મૂચ્છ તે ઘણી છે. તેથી દેહાદિ માત્રની મૂચ્છના સંભવે પણ નગ્નશ્રમણો સિદ્ધ થઈ જશે તમે વસ્ત્રવાળા મુનિઓ નહિ. કારણ કે બહુ પરિગ્રહવાળા તમારો મોક્ષ ક્યાંથી થવાનો? ઉત્તર-૧૦૧૧- તો તિર્યંચ-શબરાદિ અલ્પપરિગ્રહવાળા અને શરીર આહારાદિ માત્રમાં જ મૂર્છાવાળા તેમજ શેષ મનુષ્યો પણ મહાદારિદ્રયથી પીડાયેલા કિલષ્ટ મનવાળા, તેવા પ્રકારના પરિગ્રહ વિનાના હોવા છતાં અવિનિગૃહીતાત્માવાળા, લોભાદિષાયવર્ગથી વશ કરાયેલા અન્ય સંબંધિ વૈભવોમાં પણ મૂચ્છ કષાયાદિ દોષોથી અનંત કર્મમળ અર્જન કરે છે. તેથી ઘણા નારક પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપક થતા નથી. અને અન્ય મહામુનિઓ કોઈક દ્વારા ઉપસર્ગ આદિની બુદ્ધિથી શરીરે સજાવેલા મહામૂલ્યવસ્ત્ર-આભરણ-માલા-વિલેપનાદિ સંયુક્ત છતાં સર્વસંગથી વિનિમુક્ત, નિગૃહીત આત્મા, જીતેલા લોભાદિ કષાય શત્રુવાળા, પ્રાપ્ત કરેલ વિમલ કેવલજ્ઞાનવાળા મોક્ષમાં જાય છે. તેથી કિલષ્ટમનવાળા આત્માઓનું નાન્યમાત્ર એ અકિંચિત્કર છે. (૩) ભય હેતુ - જો જે ભયહેતુ તે ગ્રન્થ-પરિગ્રહ કહેવાય તો જ્ઞાન-દર્શન-ચારિત્રને પણ તેના ઉપઘાતકોથી ભય અને દેહને જંગલી પ્રાણીઓથી ભય છે, તો તે પણ પરિગ્રહ બને છે. અન્ય સર્વ વ્યાખ્યાત પ્રાય છે. ગા. (૨૫૫૫) માં પુછ-ભયાદિ: કહ્યું તેમાં આદિશબ્દથી સંગૃહીત વસ્ત્રાદિનું રૌદ્રધ્યાન હેતુત્વ બતાવીને પરિહાર કરે છે :
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy