SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉત્તર-૯૩૬ – પરસ્પર વિરુદ્ધ નયો પણ સર્વે સમુદિત થાય છે અને સમ્યક્ત થાય છે કારણ કે પ્રસ્થ નિસાધોવરાવર્તિત્વ, રાનવશક્તિના નાભિપ્રાકૃવવત્ અથવા વ્યવહારમાં વોદ્દાલીન વશવર્તનઃ | અર્થાત્ જેમ નયદર્શી આજ્ઞાસાર એક રાજા દ્વારા વિરોધાદિભાવને અનુસરેલા ઘણા સેવકો સમ્યગૂ ઉપાયથી વિરોધાદિ કારણો દૂર કરીને એક ઠેકાણે મેળવાય છે. અને તેમની પાસે સારી પ્રવૃત્તિ કરાવાય છે, અથવા ધન-ધાન્ય-ભૂમિ આદિ માટે પરસ્પર લડતાં ઘણા અર્થી લોકોને પ્રત્યાર્થી રૂપ કોઈ ઉદાસીન સમ્યગુન્યાયદર્શી દ્વારા યુક્તિઓથી વિવાદ કારણોને દૂર કરીને એક ઠેકાણે ભેગા કરાય છે અને સન્માર્ગ પકડાવાય છે. તે રીતે અહીં પણ પરસ્પર વિરુદ્ધ ઘણા નયોને સમ્યજ્ઞાની જૈન સાધુ તેમનું સાવધારણતા રૂપ વિરોધ કારણ દૂર કરીને એકઠા કરે છે. અને સાવધારણત્વ મિથ્યાત્વના કારણને દૂર કરીને તેમને સમ્યફ રૂપતા ગ્રહણ કરાવે છે. પ્રચુર વિષના બિંદુઓ પણ પ્રૌઢ મન્સવાદીએ નિર્વિષ કરીને કુષ્ટ આદિ રોગીને આપેલા અમૃતરૂપ થાય છે જ. પ્રશ્ન-૯૩૭ – પ્રત્યેકાવસ્થામાં એક-એક અંશ ગ્રાહી તેઓ સમુદિત થયેલા વસ્તુગમક કઈ રીતે થાય? ઉત્તર-૯૩૭– શ્રુતાદિની જેમ ઘટાદિના રૂપમાત્રને જ ચક્ષુ ગ્રહણ કરે છે. રસાદિ ધર્મોને નહિ, અને પર્વતાદિના અગ્રદેશ માત્રને જ ગ્રહણ કરે છે પરભાગને નહિ એમ દેશગ્રાહક પણ સદૃવસ્તુ જણાય જ છે એમ નયો પણ વસ્તુનો એક દેશ જણાવનારા હોવાથી સામાન્યપણે તેઓ વસ્તુને જણાવનારા છે એમ કહેવાય છે. અને આ જ સર્વે નયો મિથ્યાત્વનાશે સમ્યક્ત છતે ક્રમે વિશુદ્ધ થતા સર્વાવરણ પ્રતિબંધના અભાવે સમસ્ત વસ્તુગમક થાય છે જેમકે કેવલજ્ઞાન. પ્રશ્ન-૯૩૮ – જો તે પ્રત્યેક નયો પણ વસ્તુ ગમક હોય તો મિથ્યાષ્ટિ કઈ રીતે? ઉત્તર-૯૩૮ - કારણ કે અનેક ધર્માત્મક વસ્તુનો અંશ પણ ગ્રહણ કરતાં અનિત્યસ્વાદિ એક ધર્મ માત્ર પણ પરિચ્છેદ થતે છતે બૌદ્ધાદિ નયવાદિને “સમસ્તવસ્તુ મેં ગ્રહણ કરી” એવી પ્રતિપત્તિ થાય છે તેથી અલગ-(૨) એક-એક નવો વિપર્યસ્ત બુદ્ધિવાળા હોવાથી મિથ્યાષ્ટિઓ છે. જેમ અનેક અવયવાળા હાથીના એક પુંછ-પાદ આદિ અવયવમાં આખો હાથી જોનારા અંધ મનુષ્યો જેવા તે દરેક નયો છે. પ્રશ્ન-૯૩૯ – તેઓ એકઠા થયેલા પણ સમ્યગ્દષ્ટિ કઈ રીતે થાય? ઉત્તર-૯૩૯ – કારણ કે સમુદિત નયો તો સમસ્તપર્યાયવાળી વસ્તુના ગમક હોય છે એટલે તે સમ્યવી કહેવાય છે. જેમ સમસ્ત ગજાવયવના ગ્રહણમાં તત્સમુદાયાત્મક
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy