SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અનુપયુક્ત પ્રતિપાદન કરાય છે? અને જે ન ૩ સત્ર પwાવે (૨૭૫૪)ના અભિપ્રાય મુજબ થયો ચારિત્રથી અનંતગુણા અને પર્યાયોના અનંતભાગે ચારિત્ર કેમ કહો છો? જો તમે કહેતાં હોકે-અભિલાખ પર્યાયોનો વિષય જ ખરેખર ચારિત્ર છે અને તે અનભિલાષ્યના અનંતમા ભાગે છે ઍટલે પનવેસુ કહેતાં અનુપયુક્ત પર્યાયો ચારિત્રથી અનંતગુણા અને ચારિત્ર તેમના અનંતભાગે છે. એવું સામર્થ્યથી જણાય છે એ વાત મારા માન્યમાં આવતી નથી. કારણ કે સર્વજઘન્ય પણ સંયમસ્થાન સર્વાકાશ પ્રદેશના અનંતગુણ પર્યાયવાળું છે. અને પર્યાયો તો ત્રિભુવનમાં પણ એટલા જ છે. તેથી ચારિત્રાનુપયુક્ત પર્યાયોયોનો સંભવ નથી. અને આચાર્ય ! અહીં જો તારી એવી મતિ હોય કે ચારિત્ર ઉપયુક્ત કરતાં ય કેવલજ્ઞાન ગમ્ય અન્ય પણ અનભિલાપ્ય અનંત ગુણા પર્યાયો છે. જે ચારિત્રથી અનંત ગુણ છે અને ચારિત્ર તેનાથી અનંતભાગ છે. તો પુછું છું કે તે પણ કેવલજ્ઞાનગણ્ય જ્ઞયાગત અનભિલાપ્ય તેનાથી અધિક ક્યા પર્યાયો છે કે જે ચારિત્રોપયુક્તથી અધિક હોય ? કોઈ ન હોય. સંભવસ્થાન પર્યાયો દ્વારા ત્રણ જગતની સર્વ પર્યાય રાશિ ક્રોડમાં કરેલી છે એટલે તેના અનુપયુક્તનો સંભવ નથી અને આમ પણ ચારિત્ર પર્યાયો કેવલજ્ઞાનગમ્ય શેયગત પર્યાયોના સમાન જ થાય, કેવલજ્ઞાનગણ્ય પર્યાયો અનંત ગુણ કહો તે બરાબર નથી, કારણ કે જેટલા શેયના પર્યાયો છે તેટલા તદવભાસક તરીકે જ્ઞાનના માનવા નહિ તો તેના અવભાસક ન થાય. તેથી જ્ઞાન-દર્શનચારિત્રાધ્યાવસાયાત્મક સંયમશ્રેણીના અંતર્ગત કેવલજ્ઞાન હોવાથી સંયમશ્રેણીરૂપ ચારિત્ર પર્યાયોથી કેવલ જ્ઞાનગમ્ય જોયગત પર્યાયો સમાન જ છે હીન નથી. ઉત્તર-૧૦૫૪ – જ્ઞાન-દર્શન-ચારિત્રાધ્યાવસાયસ્થાનરૂપ સંયમ શ્રેણીમાં જ્ઞાન-દર્શન પર્યાયો વચ્ચે વિવક્ષિત કર્યા છે, તેથી તેટલા પ્રમાણ સવકાશપ્રદેશાનંત ગુણ પર્યાયરાશિ પ્રમાણ એ કહેલા છે. અહીં તો જે ચારિત્રના ઉપયોગી છે, તે જ વિવક્ષિત છે. તે કેટલાક ગ્રહણ-ધારણાદિવિષયભૂત જ છે. તેથી થોડા છે. એટલે દોષ નથી. પ્રશ્ન-૧૦૫૫ – પહેલાં કિંધારમાં જ તે રથનુ પંડ્યવસ્થા (ગા.૨૬૩૪)માં સામાયિકોનો વિષય જણાવ્યો હતો અહીં ફરીથી સંધ્યાયં સમ્મત્ત (૨૭૫૧)થી તેનું નિરૂપણ કરતાં પુનરુક્તદોષ કેમ ન થાય? અહી કયો વિશેષ છે જેને આશ્રયીને ફરીથી એમ કહો છો? ઉત્તર-૧૦૫૫ – સામાયિક શું છે? એમ જાતિભાવથી વિષય-વિષયિનો અભેદ મનમાં કરીને સામાયિકની જાતિ માત્ર જ જાણવાની ત્યાં પૂર્વે કિં દ્વારમાં અપરે જિજ્ઞાસા કરી હતી. તેથી ગાય વસ્તુ સામયિં (૨૬૩૪)થી તે જ મુખ્યતયા કહ્યું હતું. તેનો વિષય તો પર દ્વારા અજિજ્ઞાસિત છતાં વિષય પુછાતાં તેનાથી અભિન્ન હોવાથી ગૌરવૃત્તિથી કહ્યો હતો. અને અહીં “કેવુ” દ્વારમાં વિષયની જ મુખ્યતયા પરે જીજ્ઞાસા કરી છે એટલે તે વિષયનું સ્વરૂપ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy