SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ગુજરાતી પ્રશ્નોત્તર નામાદિ નમસ્કારનો નયો દ્વારા વિચાર : શબ્દાદિ ત્રણ નવો શુદ્ધ હોવાથી ભાવ નમસ્કારને જ માને છે તથા ઋજુસૂત્ર સુધીના બાકીના ચાર નવો અશુદ્ધ હોવાથી નામાદિ ચારે પ્રકારના નમસ્કારને ઈચ્છે છે. કેટલાક આચાર્યોના અભિપ્રાયથી સદ્દભાવ સ્થાપના અને અસભાવ સ્થાપના ફક્ત સાંકેતિક નામમાત્ર હોવાથી તેનો નામમાં જ અંતભવ થાય છે, તેથી સ્થાપના વિનાના બાકીના ત્રણ નિક્ષેપોને સંગ્રહ તથા વ્યવહાર ન માને છે, ઋજુસૂત્ર નય દ્રવ્ય અને સ્થાપના વિનાના બાકીના બે નામ તથા ભાવ નિક્ષેપને માને છે, તેઓની આ માન્યતા અયોગ્ય છે, કેમકે ઋજુસૂત્ર નયદ્રવ્યને ઈચ્છે છે પણ તે જુદું નથી ઈચ્છતો. અનુયોગદ્વારમાં કહ્યું છે - “૩નુસુયર્સ ને મધુવન્ને ગામો અને વ્યાવસ્મણ પુત્ત નેચ્છ” તેના મતે “અનુપયોગી એવા એક આગમથી દ્રવ્યાવશ્યક ભિન્ન નથી મનાતો.” વળી, આ નય સ્થાપના નિક્ષેપને પણ માને છે. કેમકે પિડાવસ્થામાં તેવા પ્રકારનાં કડાંકેયૂરાદિ આકાર રહિત સુવર્ણાદિ દ્રવ્યને, તથાવિધ કેયૂરાદિ પર્યાયરૂપ ભાવહેતુક હોવાથી માને છે, તો પછી વિશિષ્ટ ઈન્દ્રાદિ આકારયુક્ત સ્થાપના જે ઈન્દ્રાદિ અભિપ્રાયના કારણભૂત છે, તેને કેમ ન માને ? માને જ. સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના સિવાય ત્રણ નિપાને માને છે. એવું માનનારાને અમે કહીએ છીએ કે – સાંગ્રહિક અથવા અસાંગ્રહિક સર્વનૈગમનય વિવાદ રહિત સ્થાપનાને ઈચ્છે છે. તેમાં સંગ્રહનય માનનાર સાગ્રહિક નૈગમ સામાન્યવાદી છે અને વ્યવહારનય માનનાર અસાંગ્રહિક નૈગમ વિશેષવાદી છે. સંગ્રહનયાનુસારી સાંગ્રહિક નૈગમ જેમ સ્થાપનાને ઈચ્છે છે તેમ સંગ્રહનય પણ સ્થાપનાને ઈચ્છે છે. એટલે સંગ્રહનયને સ્થાપનાનો નિષેધ નથી એમ નહી કહી શકાય. કેમકે એ રીતે તો વ્યવહાર નયને પણ અસાંગ્રહિક નૈગમનયથી વિશેષવાદી હોવાથી સ્થાપના માનશે જ, પણ “સ્થાપના સિવાયના ત્રણ નિક્ષેપો જ સંગ્રહ તથા વ્યવહારનય માને છે.” એ કથનથી વ્યવહારનયને સ્થાપનાનો નિષેધ જણાવ્યો છે. . પ્રશ્ન-૧૦૭૦ – ભલે, સંપૂર્ણ નૈિગમ સ્થાપનાને ઈચ્છે છે પણ સાંગ્રહિક-અસાંગ્રહિકના ભેદથી નથી ઈચ્છતો એટલે સંગ્રહ અને વ્યવહાર પણ સ્થાપનાને નથી માનતા એમ કહો ને? ઉત્તર-૧૦૭૦ – ભલે આ બંને નયો એક-બીજાની અપેક્ષા વિના સ્થાપના ન માને, પણ બંને સાથે મળીને નૈગમરૂપ હોવાથી સ્થાપના માનશે જ, કેમકે તે પ્રત્યેક નૈગમથી જુદા નથી. તથા સંગ્રહ અને વ્યવહારમાં નૈગમનયનો સમાવેશ કહેલો છે. તે રીતે પણ સંગ્રહવ્યવહારનય સ્થાપનાને માને છે. આમ સ્થાપના-સામાન્ય અને સ્થાપના-વિશેષ રીતે માનવું
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy