SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૦૨૧ આવેલો શ્રુત પ્રાપ્ત કરે તેને જઘન્યથી અંતર્મુહૂર્ત અંતર હોય છે. જે હીન્દ્રિયાદિ મરેલો પૃથ્વીઅપ આદિમાં વારંવાર ઉત્પન્ન થતો અનંત કાળ રહે છે. તે પછી ફરીથી બે ઇન્દ્રિયાદિમાં આવેલો શ્રુત પ્રાપ્ત કરે છે તેનો એકેન્દ્રિયાવસ્થિતિ કાળ રૂપ અનંતકાળ ઉત્કૃષ્ટથી અંતર થાય છે. આ અનંતકાળ અસંખ્યાત પુદ્ગલપરાવર્ત જેટલું જાણવું. સમ્યક્ત-દેશવિરતિ સર્વવિરતિ-જઘન્ય-અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તકાળ ઉત્કૃષ્ટ અંતરઆશાતના બહુલોનું જાણવું.- તિથ્થર પવયUT સુર્થ માર્જિ નહિ પરિદ્ગિદ્ય | કાલાવંતો बहुसो अणंतसंसारियो होइ ॥१॥ (૨૧) અવિરહિત દ્વાર :- અવિરહકાળ-સમ્યક્ત-શ્રુત-દેશવિરતિ આખા લોકમાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગવર્તિ સમયો અવિરહિત-નિરંતર એક-એક અથવા બે વગેરે પ્રાપ્ત કરનારા હોય છે. ત્યારબાદ પ્રતિપત્તિના ઉપરમથી વિરહકાળ થાય છે. ચારિત્રમાં તો ૮ સમય સુધી એક-બે વગેરેની નિરંતર પ્રતિપત્તિ, ત્યારબાદ સર્વત્ર વિરહકાળ જઘન્યથીસર્વ સામાયિકોમાં બે સમય સુધી પ્રતિપત્તિ થાય છે. ત્યારબાદ વિરહકાળ. વિરહકાળ-સમ્યક્ત-શ્રુતનો આખા લોકમાં ઉત્કૃષ્ટથી વિરહકાળ-૭ અહોરાત્ર છે. આટલો કાળ સુધી એ બંનેનો ઉત્કૃષ્ટથી લોકમાં કોઈ પ્રતિપત્તા નથી મળતો. ત્યાર પછી કોઈક અવશ્ય તે બંને સ્વીકારે છે. દેશવિરતિનો ૧૨ અહોરાત્ર ઉત્કૃષ્ટ વિરહકાળ. વિરતિનો ૧૫ અહોરાત્ર ઉત્કૃષ્ટથી પ્રતિપત્તિ વિરહકાળ હોય છે. (૨૨) ભવદ્વાર :- ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યભાગમાં જેટલા આકાશ પ્રદેશો હોય છે તેટલા ભવો ઉત્કૃષ્ટથી સમ્યક્ત અને દેશવિરતિ પ્રાપ્ત કરે છે, જઘન્યથી એક ભવ ત્યાર પછી મોક્ષે જાય. સમ્યક્તભવના અસંખ્યથી દેશવિરતિભવનું અસંખ્ય નાનું જાણવું. ચારિત્રઉત્કૃષ્ટથી આઠ ભવ, જઘન્યથી એકભવ. સામાન્ય શ્રુત સામાયિકમાં અનંતભવરૂપ અનંતકાળ ઉત્કૃષ્ટથી પ્રતિપત્તા હોય છે. જઘન્યથી એકભવ સુધી મરૂદેવી માતાની જેમ પામે છે. (૨૩) આકર્ષદ્વાર :- પ્રથમ ત્રણ સામાયિકો મુકેલાનું ગ્રહણ કરનારા એક ભવમાં સહસ્રપૃથત્વ આકર્ષો હોય છે, સર્વ વિરતિના એકભવમાં શતપૃથર્વ આકર્ષો હોય છે અને, જઘન્યથી બધાનો એક જ આકર્ષ હોય છે. નાનાભવાશ્રયી-સમ્યક્ત-દેશવિરતિના અસંખ્ય સહસ્ત્રપૃથક્ત આકર્ષો હોય છે. વિરતિના સહસ્રપૃથક્વ, સામાન્યશ્રુતનો અનંત આકર્ષો હોય છે. (૨૪) સ્પર્શના દ્વાર :- સમ્યક્ત-ચારિત્રયુક્ત જીવો નિરવશેષ પ્રતિપ્રદેશ વ્યાપ્તિથી અસંખ્ય પ્રદેશાત્મક આખા લોકને સ્પર્શે છે. આ જીવો કેવલીસમુદ્દાત અવસ્થામાં કેવલીઓ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy