SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૪૭ વસ્તુમાં પર્યાયવિશેષાધાન દ્વારથી ક્યારેક તો કરણક્રિયા ઉત્પન્ન થાય જ છે. જેમકે, આકાશ કરો, ચરણો કરો, પીઠ કરો વગેરે, પણ અવિદ્યમાનમાં તો આ ન્યાય સર્વથા ખરવિષાણની જેમ સંભવતો નથી, કારણ કે જે પહેલાં કારણાવસ્થામાં અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થતું હોય તો માટીના પિંડથી જેમ ઘટ બને છે. તેમ પણ વિષાણ પણ થતું કેમ દેખાતું નથી ? બંનેમાં અવિદ્યમાનતા તો સરખી જ છે. પ્રશ્ન-૯૪૫ - ખરવિષાણ થતું દેખાતું નથી તો ઘટ પણ એમ જ ભલે થાય અથવા વિપરિત કેમ ન થાય? અથવા પ્રતિસમયઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ સ્વરૂપ ઘણાં શિવક સ્થાસક-કોસ-કુશૂલાદિકાર્ય કોટિઓનો ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી પ્રતિ પ્રારંભ સમયે નિષ્ઠાને પ્રાપ્ત થયેલાનો દીર્ઘ ક્રિયાકાળ દેખાય છે તો ઘટની તો વાત જ શું કરવી? અર્થાત માટીલાવવી-મર્દન-પિંડ બનાવવું વગેરે બધો ય કાળ ઘટ બનવાની ક્રિયાકાળે છે એમ માનો. ઉત્તર-૯૪૫- ના, કારણ કે ત્યાં પ્રતિસમય અન્ય-અન્ય કાર્યો શરૂ થાય છે અને નિષ્પન્ન થાય છે. કાર્યના કારણકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી ઘટ તો છેલ્લા સમયે જ શરૂ કરાય છે અને ત્યાં જ બને છે. એટલે એનો દીર્ઘનિર્વતન કાળ કયો? પ્રશ્ન-૯૪૯ – તો પછી પૂર્વના કાર્ય સમયે પણ ઘટ કેમ દેખાતો નથી? ઉત્તર-૯૪૯ - અન્ય-શિવકાદિના આરંભે અન્ય-ઘટલક્ષણ કાર્ય કઈ રીતે દેખાય ? પટારંભે ઘટ ક્યારેય દેખાતો નથી, તો નામે સ્વિંય લિીસ એમ શા માટે કહો છો? શિવકાદિ પણ ઘટરૂપ નથી પણ તેનાથી અન્ય જ છે એટલે તેના સમયમાં પણ એ ઘટ કઈ રીતે દેખાય ? ન જ દેખાય. એટલે જ તે પણ તમે અજ્ઞાનતાથી કહો છો તે સિવાદ્ધી અને જે કહ્યું ને કે “તીરૂ તત્તે' તો સાંભળો અંત્યક્રિયાક્ષણે જ પ્રારંભ થયેલો ઘટ જો ત્યાં દેખાય છે તો શું દોષ છે? કાંઈ નહિ અને તો નદિ કિરિયાને એમ કહ્યું ત્યાં જો વર્તમાન ક્રિયાક્ષણે કૃત કાર્ય ન માનો તો ભૂત કે ભવિષ્ય ક્રિયાકાળે તે કઈ રીતે કરાય ? જેમકે –નાતીતવિષ્યક્યિાક્ષી કાર્યકાર, વિનષ્ટનુત્રત્વેના સ્વાતિ, રવિણાબવત્ ! એટલે ક્રિયાના અંતે કાર્ય કઈ રીતે થાય ? તેથી ક્રિયમાણ જ કૃત છે. જો ક્રિયમાણકૃત નથી તો કૃત ક્યાં કહેવું? પ્રશ્ન-૯૪૭ – ક્રિયાના અંતે કરીશું તો? ઉત્તર-૯૪૭ – ના, યોગ્ય નથી, ત્યારે ક્રિયા નથી. ક્રિયા વિના પણ કાર્યોત્પત્તિ માનતા ક્રિયાની શરૂઆત પહેલાં પણ કાર્યોત્પત્તિ થાય ક્રિયાસત્ત્વ તો બંનેમાં સમાન જ છે. હવે વર્તમાન સમય ક્રિયમાણકાળ અને તેના સિવાય કૃતકાળ માનો તો ક્રિયમાણ કાળે કાર્ય નથી એટલે ખરેખર અકૃત કરાય છે નહિ કે કૃત. અમે તમને પૂછીએ છીએ કે તમે કાર્ય ક્રિયાથી
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy