SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પૂર્વપક્ષ કર્મવિચારમાં વિપરિતતા नैव कर्म जीवादपैति, अविभागात् वह्नययोगोलकन्यायेन जीवेन सह तादात्म्यात् जीव પ્રક્રેશરશિવ, જીવ અને કર્મનો સંબંધ અગ્નિ અને લોહગોલકની જેમ તાદાભ્ય સંબંધ હોવાથી જીવના પ્રદેશોની જેમ કર્મ જીવથી જુદા ન થાય. જે જેની સાથે અવિભાગથી વ્યવસ્થિત છે. તે તેનાથી વિયોગ નથી, જેમ જીવથી તેનો પ્રદેશ સમૂહ. તેમ જીવ-કર્મનો અવિભાગ માનો છો એટલે એ તેનાથી અલગ નથી, એટલે જીવથી કર્મનો અવિયોગ હોવાથી જીવ સર્વદા સકર્મક હોવાથી મોક્ષાભાવ થાય છે. જેમ પૃષ્ટ, સ્પર્શમાત્રથી સંયુક્ત, અબદ્ધ ક્ષીરનીરન્યાયથી એકમેક ન થયેલો કુંચકસાપની કાંચળી સાપને અનુસરે છે. એમ કર્મ પણ સ્પષ્ટ સાપની કાંચળીની જેમ સ્પર્શનમાત્રથી સંયુક્ત થયેલું અને વદ્વિ-લોહપીંડાદિ ન્યાયથી ન ભળેલું જ જીવને અનુસરે છે, એ રીતે જ મોક્ષની ઉપપત્તિ થાય છે. પચ્ચષ્માણ વિપરિતતા તે ગોઠામાહિલ કર્મવિચારમાં વિપરિત મતિવાળો એકવાર નવમાપૂર્વમાં કરેમિ ભંતે ! સામાયિયં સવૅ સાવજે જોગં પચ્ચક્ઝામિ જાવજૂજીવાએ વગેરે માવજજીવાવધિક સાધુને સંબંધિ ભણાતું વિંધ્ય પાસે વિચારાતું સાંભળે છે અને કહે છે-સર્વ પચ્ચખ્ખાણ અપરિમાણ અવધિરહિત જ કરાતું કલ્યાણકારી હોવાથી શોભન થાય છે. અને જેમના વ્યાખ્યાનમાં પ્રત્યાખ્યાનનો યાવજીવાદિ અવધિ કરાય છે, તેમના મતે તે પ્રત્યાખ્યાન આશંસાદોષથી દુષ્ટ હોવાથી દુષ્ટ થાય છે. આશંસા-પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં દેવલોકાદિમાં “સુરાંગનાસંભોગાદિ ભોગોને હું સેવીશ” એવા પરિણામવાળી આશંસાથી પ્રત્યાખ્યાન દુષિત થાય છે. કારણ કે આગમમાં પણ કહ્યું છે-દુષ્ટપરિણામની અશુદ્ધિથી પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. આગમ-તહી सद्हणा जाणणा य विणएऽनुभासणा चेव । अनुपालणा विसोही भावविसोही भवे છો . પરિણામની અશુદ્ધિથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ-દૂષિત થાય છે. કર્મવિચાર વિપરીણતિનું નિરાકરણ આચાર્યનો ઉત્તરપક્ષ :- (ગા.૨૫૧૭)માં કંચુક જેમ જીવમાં કર્મ સ્પષ્ટ જ છે બદ્ધ નથી એવું જે તમે કહો છો ત્યાં વિચારાય છે – શું કંચુક જેમ પૃષ્ટ કર્મ જીવના પ્રતિપ્રદેશમાં વૃત્ત સત્ કહેવાય કે ત્વચા સુધી રહેલું સ્પષ્ટ મનાય છે આ બે ગતિ છે. ત્યાં જો પ્રતિદેશ વૃત્ત હોવાથી પૃષ્ટ માનો તો જીવના મધ્યમાં રહેલા પ્રદેશો પણ કર્મથી વ્યાપ્ત હોવાથી જીવમાં સર્વગત કર્મ પ્રાપ્ત થાય, જેમકે આકાશ કર્મવ્યાપ્ત જીવના અંતરાલના અનવસ્થાનથી કર્મ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy