SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર (૪) વા વાજો મતિ: :- નૈગમ નય :- ગુરુદ્વારા સામાયિક ઉદ્દેશતા છતાં ન ભણનારો શિષ્ય પણ તેનો કર્તા થાય છે. પ્રશ્ન-૧૧૬૩ કર્તા તો કાર્યનો હોય, અને કાર્ય સામાયિક ઉદ્દેશ સ્થળે નથી તો એ તેનો કર્તા કઈ રીતે થાય ? ઉત્તર-૧૧૬૩ - ૨૭૯ - કારણ કે સામાયિકનું કારણ ઉદ્દેશ છે, તે ઉદ્દેશરૂપ કારણમાં કાર્ય સામાયિકનો ઉપચાર કરાય છે એટલે એ સામાયિકનો કર્તા થાય છે. એવો નૈગમનયનો અભિપ્રાય છે. સંગ્રહ-વ્યવહાર નય :- ઉદ્દિષ્ઠ સામાયિક છતે તેને ભણવા માટે ગુરુપાસે બેઠેલા શિષ્ય પ્રત્યાસન્નતર કારણ હોવાથી પૂર્વવત્ તેમાં સામાયિકકાર્યના ઉપચારથી કર્તા થાય છે. ઋજુસૂત્ર નય ઃ- અનુપયુક્ત પણ સામાયિક ભણતો અથવા કરતો સામાયિકનો કર્તા થાય છે. સામાયિકનું આસન્નતર અસાધારણ કારણ હોવાથી, તેનો વિષય શબ્દ અને ક્રિયા છે. શબ્દાદિનય ઃ- સામાયિક ઉપયુક્ત-શબ્દક્રિયા વિયુક્ત પણ સામાયિકનો કર્તા થાય છે, જેનાથી મનોજ્ઞ વિશુદ્ધ પરિણામમાં જ તેમનું સામાયિક છે. (૫) આઠમા પ્રકારનો નય :- (૧) આલોચના નય :- ગૃહસ્થમાં-દ્રવ્યથી એ નપુંસકાદિ નથી, ક્ષેત્રથી અનાર્ય નથી, કાળથી-અવગત-જેમકે ઠંડી-ગરમીથી કંટાળતો નથી, ભાવથીજાગૃત-નીરોગી-અનાળસુ આ રીતે આલોચિત ગૃહસ્થને સામાયિક અપાય જે દીક્ષાયોગ્ય અને બાલાદિદોષ રહિત છે. – પ્રશ્ન-૧૧૬૪ — ગૃહસ્થને સામાયિક માટે ઉપસંપદા જાણી શકાય છે પરંતુ શ્રમણને તો વ્રતગ્રહણકાળે જ અધીત સામાયિકસૂત્ર હોવાથી તેને ઉપસંપદા કઈ રીતે થાય ? ઉત્તર-૧૧૬૪ – ગુરુ જ્યારે સૂત્રમાત્રને જ જાણતા હોય અને સૂત્ર આપ્યા વિના જ કાળ કરે ત્યારે શિષ્યની સામાયિકાર્ય શ્રવણ માટે અન્યત્ર ઉપસંપદા થાય અથવા વ્યાઘાત કે ભવિષ્યકાળને આશ્રયીને માત્ર સૂત્ર માટે પણ સાધુની અન્યત્ર ઉપસંપદા હોય અર્થાત્ ગ્લાનભાવથી કે વ્યંતરોપસર્ગાદિ વ્યાઘાતથી સામાયિક સૂત્ર ભૂલી જવાય કે ભવિષ્ય કે દુઃષમા કાળે બુદ્ધિ મંદતાથી અસમાપ્ત સમાપ્તિ માટે સાધુની અન્યત્ર ઉપસંપદા હોય છે. અથવા આખી દ્વાદશાંગી શ્રુત સામાયિક કહેવાય છે. એટલે તેના ઉભય માટે ઉપસંપદા હોય એટલે આપેલ વિશુદ્ધાલોચનાવાળાને સૂત્ર/અર્થ અપાય.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy