________________
૨૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૬) ભયનો અંત કરનાર હોય તે “ભયાંત' કહેવાય. તે સાત પ્રકારનો છે. ૧. આલોકજન્ય ભય તે – ઈહલોક ભય, ૨, પરભવથી જન્ય ભય તે પરલોક ભય. ૩. થાપણ અપહરણાદિ ગ્રહણનો ભય – આદાન ભય, ૪. બાહ્ય નિમિત્તના સદૂભાવથી થાય તે – આકસ્મિક ભય, ૫. અપયશથી થતો ભય – ગ્લાધા ભય. ૬. દુ:ખપૂર્વક આજિવિકા ચાલે તે – આજીવિકા ભય. ૭. પ્રાણપરિત્યાગનો ભય – મરણ ભય.
સામાયિક પદની વ્યાખ્યા - સમ એટલે રાગ-દ્વેષનો વિરહ, અય એટલે અયન-ગમન. સમ તરફ ગમન કરવું તે સમાય, તે જ સામાયિક અથવા સમનું પ્રયોજન તે સામાયિક, અથવા સમ એટલે સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રમાં અથવા તેમના વડે ગમન કરવું તે સમાય. અથવા સમનો આય એટલે ગુણોનો જે લાભ તે સમાય - ઈત્યાદિ ઘણા પ્રકારે વ્યાખ્યા થાય છે.
આમ, ઉપરોક્ત રીતે સર્વ સૂત્રની વ્યાખ્યા સુગમ હોવાથી વધુ વિવેચન નથી કરતા. ગ્રંથથી સ્વયં સમજી લેવી.
અહીં સામાયિક સુત્રની વ્યાખ્યા સમાપ્ત થઈ એટલે તેની સાથે અનુયોગદ્વાર પણ સમાપ્ત થયા. હવે નયદ્વાર જણાવે છે -
જ્ઞાન-ક્રિયા નયનું સ્વરૂપ :
જ્ઞાન નય :- જગતમાં ગ્રાહ-અગ્રાહ-ઉપેક્ષણીય એમ ત્રણ પ્રકારના પદાર્થો છે એ ત્રણે પાછા લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં ફલની માળા, ચંદન વગેરે લૌકિક ગ્રાહ્ય પદાર્થ છે. સાપ, વિષ વગેરે અગ્રાહ્ય છે. તથા તૃણ, ધૂળ, કાંકરા વગેરે ઉપેક્ષણીય પદાર્થો છે. એ રીતે લોકોત્તર પણ ગ્રાહ્યાદિ ત્રણ પ્રકારે છે. સમ્યગ્દર્શન, ચારિત્રાદિ ગ્રાહ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ અજ્ઞાન વગેરે અગ્રાહ્ય છે તથા વિભૂતિ વગેરે ઉપેક્ષણીય છે. એમાં જાણ્યા પછી પ્રવૃત્તિ આદિમાં યત્ન કરવો તે સર્વ વ્યવહારનું કારણ જ્ઞાન છે. એવું જણાવનાર ઉપદેશને જ્ઞાનનય કહેવાય છે. તે જ્ઞાનની મુખ્યતા જણાવવા કહે છે આ લોક-પરલોકના ફળની ઈચ્છાવાળાએ જાણેલા અર્થમાં જ પ્રવૃત્તિ કરવી. નહિ તો ફળનો વિસંવાદ થાય છે. તથા સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે – “પઢમં ના તો યા” પ્રથમ જ્ઞાન અને પછી દયા. પાપથી નિવૃત્તિ, કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ એ ત્રણેય ગુણ જ્ઞાન આપે છે.” આ કારણથી જ્ઞાન જ પ્રધાન છે. કેમકે અગીતાર્થ – અજ્ઞાની હોય તેમનો સ્વતંત્ર વિહાર પણ તીર્થકરોએ – ગણધરોએ નિષેધ્યો છે. આ વાત લાયોપશમિક જ્ઞાનની અપેક્ષાએ કહી, ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ તે જ્ઞાન જ વિશિષ્ટ ફળ સાધક છે. કેમકે સંસારસાગરના કિનારે