________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૪૧
પાંચ પ્રકારની વસ્તુ અરિહંત-સિદ્ધાદિ જ્ઞાનાદિ ગુણસમૂહમય હોવાથી મૂર્તજ્ઞાનાદિ ગુણોની જેમ ગુણાર્થી ભવ્યજીવોના તેઓ પૂજ્ય જ છે.
પ્રશ્ન-૧૦૮૫ – પાંચ પરમેષ્ઠિઓ મોક્ષહેતુ શા માટે ?
ઉત્તર-૧૦૮૫– (૧) નમસ્કારયોગ્યતામાં અરિહંતો સમ્યગ્દર્શનાદિ લક્ષણ માર્ગદર્શકની જેમ મોક્ષ હેતુ છે. કારણ કે તેઓ એ માર્ગ બતાવે છે અને તેનાથી મુક્તિ છે તેથી પરંપરાએ મુક્તિ હેતુ હોવાથી તેઓ પૂજ્ય છે.
(૨) સિદ્ધોનો શાશ્વતત્વ હેતુ છે. જેમકે શાશ્વત-અવિનાશ જાણીને પ્રાણીઓ સંસાર વિમુખતાથી મોક્ષ માટે ઘટે છે જોડાય છે.
(૩) આચાર્યોનો આચાર હેતુ છે, કારણ તે આચારવાળાને-આચાર બતાવનારાને પ્રાપ્ત કરીને પ્રાણીઓ આચારને જાણનારા અને અનુષ્ઠાન કરનારા થાય છે.
(૪) ઉપાધ્યાયોનો વિનય હેતુ છે. સ્વયં વિનિત તેમને પ્રાપ્ત કરીને કર્મવિનયનમાં સમર્થ જ્ઞાનાદિ વિનયના અનુષ્ઠાન કરનારા થાય છે.
(૫) સાધુનો સહાયત્વ હેતુ છે તેઓ સિદ્ધિવધુના સંગમમાં લાલસાવાળા જીવોની તેને પ્રાપ્ત કરવાની ક્રિયામાં સહાયક થાય છે.
પ્રશ્ન-૧૦૮૬ – જો એમ હોય તો સમ્યગ્દર્શનાદિ માર્ગ જ મોક્ષહેતુ કહેવા યોગ્ય છે તે તેના અન્વય-વ્યતિરેકને અનુસરે છે અને જે તેના ઉપદેશક તરીકે તે માર્ગના હેતુ એવા અહંન્તો મોક્ષના હેતુ કેમ કહ્યા?
ઉત્તર-૧૦૮૬ – સાચી વાત છે, માર્ગ જ મોક્ષનો હેતુ છે. અરિહંતો પણ તેના હેતુઓ જ છે. તે માર્ગ પણ તેમના ઉપદેશથી જોય હોવાથી તેમને આધીન છે અથવા અરિહંત મોક્ષના હેતુઓ છે, અરિહંતરૂપ કારણમાં માર્ગ લક્ષણ કાર્યના ધર્મ મોક્ષહેતુત્વના ઉપચારના આરોપથી તેઓ મોક્ષના હેતુ છે.
પ્રશ્ન-૧૦૮૭ – એટલા માર્ગ ઉપદેશકમાત્રથી અરિહંતો ઉપકારી હોય છે તેથી માર્ગજન્ય મોક્ષના તેઓ પણ હેતુઓ કહેવાય જ છે તો તે માર્ગના સાધનો જે વસ્ત્ર-પાત્રઆહાર-શૈયા-આસનાદિના દાનથી તે ગૃહસ્થો પણ મોક્ષના હેતુઓ થવાથી તેઓ પણ બધા પૂજ્ય ગણાવવાની અતિવ્યાપ્તિ આવે છે. તે કઈ રીતે રોકશો?
ઉત્તર-૧૦૮૭ – પરંપરાથી ત્રણે લોક માર્ગ ઉપકારી હોવા છતાં પ્રત્યાસન્નતર અને એકાંતિક મોક્ષનું કારણ ભૂત જ્ઞાનાદિત્રિક મોક્ષનો માર્ગ છે. અને તેના દાતાઓ અરિહંતો જ
ભાગ-૨/૧૭