Book Title: Visheshavashyak Bhashya Part 02
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 293
________________ ૨૭૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ - તો પછી દ્રવ્યવિસસાકરણથી એમાં શું ભેદ છે ? પ્રશ્ન-૧૧૫૦ ઉત્તર-૧૧૫૦ – તે અજીવોના પર્યાયો-રૂપાદિની પ્રાધાન્યથી વિવક્ષા અપેક્ષાએ અર્થાત્પહેલાં દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી દ્રવ્યવિસ્રસાકરણ કહ્યું હતું અને અહીં પર્યાય પ્રાધાન્યાપેક્ષાએ ભાવાજીવકરણ કહ્યું છે. જીવભાવકરણ :- શ્રુતજ્ઞાનભાવકરણ-નોશ્રુતજ્ઞાનભાવકરણ એમ બે પ્રકારનું છે. પ્રશ્ન-૧૧૫૧ – જેમ શ્રુતજ્ઞાન જીવનો ભાવ છે તેમ શેષજ્ઞાનો પણ છે તો મત્યાદિશાન ભાવકરણ પણ કેમ ન કહ્યું ? ઉત્તર-૧૧૫૧ સાચું છે, છતાં જેમ પરાધીન હોવાથી ગુરૂ-ઉપદેશાદિથી શ્રુતજ્ઞાન કરાય છે તેમ શેષજ્ઞાનો નથી કરાતા. તેઓ સ્વાવરણક્ષયોપશમ-ક્ષયદ્વારા સ્વતઃ જ થાય છે. એમ સમ્યક્ત્વાદિ જીવભાવો પણ એકાન્તે પરાયત નથી. તેઓનો ના૨કાદિમાં અન્યથા ભાવ હોવાથી. - શ્રુતકરણ :- શ્રુતજ્ઞાનકરણ પણ ૨ પ્રકારે છે-લૌકિક-લોકોત્તર. તેઓ બંને પણ-બદ્ધઅબદ્ધ બે પ્રકારે છે. ત્યાં ગદ્ય-પદ્ય રૂપે રચેલું બદ્ધ-શાસ્ત્રોપદેશરૂપ હોય છે. જે અશાસ્રોપદેશરૂપ કંઠથી જ બોલાય છે તે અબદ્ધ કહેવાય છે. બદ્ધાબદ્ધ પણ બે પ્રકારે છે શબ્દકરણ અને નિશીથકરણ. ઉક્તિવિશેષ-શબ્દકરણ અથવા પ્રકાશપાઠ શબ્દકરણ અથવા ઉદાત્તાદિસ્વરવિશેષ શબ્દકરણ કહેવાય છે. ગુઢાર્થ-રહસ્યસૂત્રાર્થ-રહસ્યમય સૂત્ર અને અર્થ-નિશીથકરણ કહેવાય છે. લૌકિક અબદ્ધશ્રુત :- લોકમાં અનિબદ્ધ ઉપદેશમાત્રરૂપ, શાસ્ત્રમાં નિબદ્ધ ન હોય એવા મલ્લોના કરણવિશેષરૂપ અડ્ડીકા-પ્રત્યડ્ડીકા વગેરે લૌકિક અબદ્ધ શ્રુતકરણ જાણવા. લોકોત્તર અબ‰શ્રુત :- ૫૦૦ આદેશો મરૂદેવી આદિના-જેમકે અત્યંત સ્થાવર અનાદિ વનસ્પતિકાયથી ઉદ્ધરીને મરૂદેવી પ્રથમ જિનમાતા સિદ્ધ થયા વગેરે લોકોત્તર અબદ્ધ શ્રુતકરણ કહેવાય છે. પ્રશ્ન-૧૧૫૨ – અહીં ભાવકરણાધિકારમાં અપ્રસ્તુત શબ્દાદિદ્રવ્યકરણનો ઉપન્યાસ શા માટે ?

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304